AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: નારણપુરામાં બે બાળકોના અપહરણ કેસમાં પોલીસે એક સગીર સહિત ચારની ધરપકડ કરી

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બે બાળકોના થયેલા અપહરણનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદથી અપહરણ કરી બંને બાળકોને દાહોદ લઈ જવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસે કાર્યાવહી કરી 4 આરોપીને ઝડપી પાડ્યા છે.

Ahmedabad: નારણપુરામાં બે બાળકોના અપહરણ કેસમાં પોલીસે એક સગીર સહિત ચારની ધરપકડ કરી
Mihir Soni
| Edited By: | Updated on: Jul 13, 2023 | 5:33 PM
Share

Ahmedabad crime: અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી બે બાળકોના અપહરણ થયાનો બના બન્યો હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી એક સગીર સહિત ચારની ધરપકડ કરી છે. મહત્વનું છે કે અમદાવાદથી અપહરણ કરી બંને બાળકોને દાહોદ લઈ જવામાં આવ્યા હતા. સાથે જ પરિવાર પાસેથી 10 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જેથી પોલીસે આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓની રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના નારણપુરા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓના નામ કૃણાલ ઉર્ફે કરણ ઉર્ફે કેડી રાજપુત, શકીલ ખાન પઠાણ, મનીષ ભાભોર છે અને તેમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરુદ્ધ પણ પોલીસે કાયદેસરના પગલાં લીધા છે. મહત્વનું છે કે, તમામ આરોપીઓની ધરપકડ અપહરણ અને ખંડણીના ગુનામાં કરવામાં આવી છે.

પ્રીત કોન્ટ્રાક્ટર અને જીલ ઉપાધ્યાય નામના બે બાળકોના અપહરણ કરી પરિવાર પાસેથી ઇન્સ્ટાગ્રામ મારફતે 10 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જે ગુનામાં અમદાવાદથી અપહરણ કરી ભાગેલા આરોપીઓને દાહોદના પીપલોદ ખાતેથી ઝડપી લેવામાં આવ્યા  અને બંને બાળકોનો છુટકારો થયો હતો.

અપહરણ પહેલા બંને ભોગ બનનાર બાળકો જીલના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા.. તે સમયે આરોપીઓએ માથાકૂટ કરી બંનેને બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. જોકે દાહોદ સુધી પહોંચવા માટે પીપલોદ ટોલ ટેક્સ પર ટેક્સ ભરવા માટે રૂપિયા ન હોવાથી ગાડી પીપલોદ ગામમાં જવા દીધી હતી. ત્યાં ગાડી ફસાઈ જતા બંને અપહ્યુત બાળકોને મોકો મળતા નાસી ગ્રામજનો પાસે પહોંચી ગયા હતા. સાથે જ તમામ હકીકતની જાણ થતા ગ્રામજનોએ સ્થાનિક પોલીસની મદદથી તમામ આરોપીઓની પણ તે જ ગામમાંથી ધરપકડ કરી.

આ પણ વાંચો : રાણપુર પાંજરાપોળમાં 250 પશુના મોત, સંચાલકોના બેદરકારીથી મોત થયાનો આક્ષેપ, જુઓ Video

અપહરણ અને ખંડણીના ગુનામાં પોલીસ તપાસમાં હકીકત સામે આવી કે આરોપીઓ અને ભોગ બનનાર બાળકો સોશિયલ મીડિયા પર એકબીજા સાથે મિત્રતા ધરાવે છે. બીજી તરફ આ ગુનાના આરોપી કેડી રાજપૂત અને શકીલ ખાન શાળા બનેવી થાય છે. જેથી કયા કારણોસર આ બનાવ બન્યો. સાથે જ આરોપીઓનું અન્ય શું પ્લાનિંગ હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">