AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત રાજ્યમાં પહેલી મીટર ટેક્સી શરૂ કરનાર ઠગની પોલીસે કરી ધરપકડ

ગુજરાત રાજ્યમાં પહેલી મીટર ટેક્સી શરૂ કરનારની પોલીસે ધરપકડ. એક બિલ્ડરની ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અલગ અલગ પ્રોજેક્ટ કે જાહેરાતોને આધારે પોતાનું પ્રેઝન્ટેશન બતાવી આજુબાજુના રોકાણકારો, જમીનદાર અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા મેળવતો હતો.

ગુજરાત રાજ્યમાં પહેલી મીટર ટેક્સી શરૂ કરનાર ઠગની પોલીસે કરી ધરપકડ
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 05, 2023 | 5:27 PM
Share

Ahmedabad Police: અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે એક અનોખા ઠગની ધરપકડ કરી છે. વિશાલ સાવલિયા નામના બિલ્ડરે ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવી હતી કે હિમાંશુ પટેલ નામના વ્યક્તિએ બિલ્ડરની ધોળકા ગણેશપુરા ગામ પાસે રોયલ બીચ સીટી ધ ગોવા નામની પ્લોટીંગ સ્કીમોમાં 500 જેટલા પ્લોટ વેચાણ કરી આપવા ખાતરી આપી વિશ્વાસ કેળવ્યો હતો અને પ્રોજેક્ટમાં ભાગીદાર તરીકે જોડાવા માટે સી.જી રોડ ઉપર આવેલી એકતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની બે જોઈન્ટ ઓફિસ આપવાનું તેમજ 25 હપ્તેથી 24 લાખ રૂપિયા મેળવી ઓફિસના દસ્તાવેજ કરી આપ્યા હતા નહિ.

બીજી તરફ આ પ્લોટ વેચાણ ન કરી આપી ખેરાલુ ખાતે બે દુકાનો આપવાનું જણાવી મૌલિન શાહ નામની વ્યક્તિને 15 લાખનો પ્લોટ અપાવી દઈ બિલ્ડર સાથે 39 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી હિમાંશુ પટેલની ધરપકડ કરી છે.

આરોપી હિમાંશુની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરતા સામે આવ્યું કે, અગાઉ એકતા ટ્રાવેલ્સ નામથી ટેક્સી ભાડે આપવાનો વેપાર કરતો હતો, જેમાં પોતાનો વેપાર ધંધો વધતાં તેણે વધુ ટેક્સીઓ ખરીદી કરી બહારથી કમિશન ઉપર મેળવી ભાડેથી ટેક્સી આપવાનો કોન્ટ્રાક્ટ લેતો હતો. વર્ષ 2008માં હેલો ટેક્સી નામથી ગુજરાત રાજ્યમાં પહેલી મીટર ટેક્સી શરૂ કરી હતી, પરંતુ તે વેપાર ધંધામાં કોમ્પિટિશન વધી જતા 2011 માં બંધ કરી દીધો હતો.

રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝંપલાવી વેપાર ધંધો કરવાનું નક્કી કરી પોતાને બહુ ઓળખાણ છે અને અનુભવ છે તેવું જણાવી ફરિયાદીને ધોળકા ખાતેના રોયલ બીચ સીટી ધ ગોવા નામની પ્લોટીંગ સ્કીમમાં 500 જેટલા પ્લોટ વેચાણ કરી આપવાના બહાને ભાગીદારીમાં જોડાયો હતો.

કઈ રીતે કરતો છેતરપિંડી

આરોપી હિમાંશુ પટેલ જુદાજુદા પ્રોજેક્ટો કે જાહેરાતોના આધારે પોતાના નામના કોઈ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન બનાવતો હતો. હિમાંશુ રોકાણકારોને પ્રેઝન્ટેશન બતાવી તેનાં આધારે વિશ્વાસ કેળવી પ્રોજેક્ટની આજુબાજુના જમીનદાર કે ખેડૂતોને પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે અને આ જગ્યાએ મોટું ડેવલોપમેન્ટ થવાનું છે, તેમ જણાવી જમીન વેચાણ કરવા માટે પ્રેરિત કરતો હતો અને ત્યારબાદ બહારના રોકાણકારોને લાવી તે જમીન ઊંચા ભાવે વેચાણ કરાવી આપવાનું કહી પોતાનું કમિશન મેળવતો હતો.

આ પણ વાંચો : જૂનાગઢના વંથલીના કણજા ગામમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, આરોગ્ય સેન્ટરના બારી, દરવાજા તોડી નાખ્યા

તેમજ કોઈ ઇન્વેસ્ટરો આ બાબતે વિરોધ કરે ત્યારે પોતે રાજકીય વગ ધરાવતો હોવાનું અને ખેડૂતોમાં પોતાનું વર્ચસ્વ હોય ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાની ટેવ ધરાવે છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડરની ફરિયાદને આધારે હિમાંશુ પટેલની ધરપકડ કરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે હિમાંશુ પટેલે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને છેતરપિંડી કરી છે કે કેમ અથવા તો અન્ય કેટલા બિલ્ડર, ખેડૂતો કે રોકાણકારોને પોતાની જાળમાં ફસાવ્યા છે. તે મુદ્દે પણ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">