Ahmedabad : એરપોર્ટ પરથી નકલી પાસપપોર્ટ સાથે મુસાફર ઝડપાયો, હરિયાણામાંથી બનાવડાવ્યો હતો નકલી પાસપોર્ટ

|

Aug 03, 2022 | 8:32 PM

અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ(Airport)પર ફરી એક વખત નકલી પાસપોર્ટ(Passport)સાથે મુસાફરી કરનાર ઝડપાયો છે. જેમાં હરિયાણાથી અમદાવાદ આવ્યા બાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈ(Dubai)  અને દુબઈથી સર્બિયા જતા આરોપીને એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે ઝડપી પાડયો છે.

Ahmedabad : એરપોર્ટ પરથી નકલી પાસપપોર્ટ સાથે મુસાફર ઝડપાયો, હરિયાણામાંથી બનાવડાવ્યો હતો નકલી પાસપોર્ટ
Ahmedabad Person Arrest With Duplicate Passport

Follow us on

અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ(Airport)પર ફરી એક વખત નકલી પાસપોર્ટ (Passport) સાથે મુસાફરી કરનાર ઝડપાયો છે. જેમાં હરિયાણાથી અમદાવાદ આવ્યા બાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈ(Dubai)  અને દુબઈથી સર્બિયા જતા આરોપીને એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે ઝડપી પાડયો છે. આ નકલી પાસપોર્ટ બનાવી વિદેશ જવા પાછળ આરોપીનો શું ઉદ્દેશ છે તે જાણવા તપાસ હાથ ધરી છે. જેમાં એસઓજી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરેલા આરોપીનું નામ રાજેશકુમારસિંહ છે. જેમાં આરોપી મૂળ હરિયાણાનાં કૈથલ તાલુકામાં રહેવાસી છે. જેમાં નકલી પાસપોર્ટ ના આધારે વિદેશ જવાના ગુના માં એરપોર્ટ પોલીસે ધરપકડ કરી એસઓજી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. જેમાંઆરોપી હરિયાણામાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. જેમાં પોલીસ તપાસમાં આરોપી રાજેશે હરિયાણાથી અમદાવાદ માટે ડોમેસ્ટિક એરલાઇન્સની ટીકીટ મેળવી અમદાવાદ આવ્યો હતો..અને ત્યાર બાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થી સર્બિયા જવા નીકળ્યો હતો.એરપોર્ટ પર પાસપોર્ટ વેરિફાઈડ ન થતાં ઇમિગ્રેશન વિભાગે પોલીસને જાણ કરતા પોલીસે આરોપીને ઝડપી પડી તપાસ શરૂ કરી છે.

આરોપીએ હરિયાણાના સચિન ઉર્ફે ટોની નામના એજન્ટ પાસેથી પાસપોર્ટ બનાવ્યો

પોલીસે પૂછપરછ માં સામે આવ્યું છે કે આરોપી સામે અંબાલા કોર્ટે ચેક રિટર્ન કેસ માં પાસપોર્ટ આધારે બહાર ન જવા પાછળ નોટિસ જાહેર કરી હતી. જે નોટિસના આધારે જયપુર પોલીસે આરોપીનો પાસપોર્ટ જમા લીધો હતો..નવો પાસપોર્ટ ન બનતા આરોપી એ હરિયાણા ના સચિન ઉર્ફે ટોની નામના એજન્ટ પાસેથી 5 લાખ રૂપિયા માં પાસપોર્ટ બનાવ્યો હોવાનું આરોપી કબૂલાત પણ કરી છે.ત્યારે આરોપી ખોટા નામથી પત્ની અને એક બાળક સાથે દુબઈ અને દુબઈ થી સર્બિયા જવાનો હતો અને ટુરિસ્ટ વિઝા હતા.જોકે આરોપી રાજેશ સિવાય પત્ની અને બાળકનું ઓરજીનીલ પાસપોર્ટ હતો..જોકે શા માટે સર્બિયા જવા માંગતો હતો તેને લઈને એસ.ઓ.જી તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જેમાં પોલીસે આરોપી રાજેશના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે.સાથે જ હરિયાણા નાં એજન્ટ સચિન ઉર્ફે ટોની ની પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસનું માનવું છે કે એજન્ટની ધરપકડ બાદ નકલી પાસપોર્ટ અંગે મોટું કૌભાડ બહાર આવી શકે છે.

Next Article