Ahmedabad: જંત્રીનો વિરોધ કરતા કોંગ્રેસે નિવેદન આપ્યું, કહ્યુ- રાજ્ય સરકાર જંત્રીનો નિર્ણય પરત ખેંચે

કોંગ્રેસે (Congress) જંત્રીનો વિરોધ કરતા વિવિધ આરોપ મૂક્યા હતા કે, સરકારના નિર્ણય દ્વારા સામાન્ય વ્યક્તિના ઘરના ઘરનું સપનું રોળાશે. તેમજ આ નિર્ણયથી પ્રજા પર આર્થિક ભારણ વધશે. કોંગ્રેસની માગ છે કે સરકાર સામાન્ય જનતાને પ્રભાવિત કરનારો નિર્ણય પરત ખેંચે.

Ahmedabad: જંત્રીનો વિરોધ કરતા કોંગ્રેસે નિવેદન આપ્યું, કહ્યુ- રાજ્ય સરકાર જંત્રીનો નિર્ણય પરત ખેંચે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 4:00 PM

જંત્રીના નિર્ણય દ્વારા રાજ્ય સરકારે વર્ષે 40 હજાર ખંખેરવાનો કારસો રચ્યો છે. સરકાર પર આ અંગે કોંગ્રેસે સણસણતો આરોપ લગાવ્યો છે તેમજ રાજ્ય સરકારના જંત્રીના નિર્ણય સામે કોંગ્રેસે બાયો ચઢાવી છે અને પ્રજાના પડખે ઉભા રહીને રાજ્યભરમાં વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે જંત્રીનો વિરોધ કરતા વિવિધ આરોપ મૂક્યા હતા કે  સરકારના નિર્ણય દ્વારા સામાન્ય વ્યક્તિના ઘરના ઘરનું સપનું રોળાશે, તેમજ આ નિર્ણયથી પ્રજા પર આર્થિક ભારણ વધશે. કોંગ્રેસની માગ છે કે સરકાર સામાન્ય જનતાને પ્રભાવિત કરનારો નિર્ણય પરત ખેંચે.

12 વર્ષ બાદ થયેલા જંત્રીના વધારાનો ઠેર ઠેર વિરોધ

સરકારે જંત્રીના ભાવમાં બમણો ભાવ વધારો ઝીંક્યો છે. છેલ્લે 2011માં જંત્રીના ભાવમાં વધારો કરાયો હતો અને તેના 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં રાજ્ય સરકારે બેગણો ભાવ વધારો કર્યો છે. આ નિર્ણયને પગલે અમદાવાદ, રાજકોટ સહિતના બિલ્ડરો મૂંઝણમાં મૂકાયા છે ત્યારે રાજકોટમાં  બિલ્ડર એસોસિએશન દ્વારા જંત્રીમાં ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

સાથે જ ક્રેડાઈ ગુજરાતની મીટિંગ બોલાવવામાં આવી છે. રાજકોટના બિલ્ડર એસોસિએશને જંત્રી અમલમાં મુકતા પહેલા એક મહિનાનો સમય આપવા માગ કરી છે. તેમના જણાવ્યા અનુસાર પદ્ધતિસર જંત્રી વધે તે જરૂરી છે. નવસારીમાં પણ જંત્રીના નિયમ અંગે પ્રતિક્રિયા આપી હતી કે જંત્રી વધારવી જરૂરી તો હતી જ, પરંતુ અમલીકરણ માટે થોડો સમય આપે તેવી વિનંતી સરકારને બિલ્ડર એસોસિએશન દ્વારા કરાઈ રહી છે.

મહત્વનું છે કે સરકારે 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં 100 ટકાનો વધારો કર્યો છે. જંત્રીના બમણા ભાવનો સોમવારથી જ અમલ કરાશે. આ અંગેનું નોટિફિકેશન ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે બહાર પાડ્યું છે. રાજ્યમાં થઈ રહેલા ઝડપી વિકાસના કારણે જમીનોના ભાવમાં વધારો થયો છે. આ જમીનોના બજારભાવ યોગ્ય રીતે નક્કી થઈ શકે તે માટે જંત્રીના દર બમણા કરાયા છે. જેથી રાજ્યમાં નવા ઘર ખરીદવા માગતા લોકોનો દસ્તાવેજનો ખર્ચ વધી જશે.

આ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સનો ખર્ચ પણ 30થી 50 ટકા વધી જશે. નવા જંત્રીના દરને પગલે રાજ્ય સરકારની આવકમાં વધારો થશે. મહત્વનું છે કે, જંત્રીના દર વધતા લોકો માટે ઘરનું ઘર ખરીદવું મુશ્કેલ બનશે. ઘર કે કોઈપણ પ્રોપર્ટી માટેના સ્ટેમ્પ ડ્યુટી તેમજ દસ્તાવેજનો ખર્ચ ડબલ થઈ જશે અને સરકારને જંત્રીમાં ભાવ વધારો કરતા ટેક્સ ક્લેક્શન વધારે થશે. જોકે સરકારના આ નિર્ણયને મોટા બિલ્ડર્સે આવકાર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">