Ahmedabad: ફરી એકવાર વિકાસના દાવાની ખૂલી પોલ, નારોલમાં ઉબડ ખાબડ રસ્તા પર સ્કૂલ રિક્ષા પલ્ટી ગઈ, 2 બાળકોને આવી ઈજા- Video

Ahmedabad: અમદાવાદમાં નારોલના હાઈફાઈ ચાર રસ્તા પર રોડ ઓછો ને ખાડા વધુ છે. આ ખાડામાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા અને સમગ્ર રોડ કીચડમાં ગરકાવ છે. આ રસ્તા પરથી આજે સ્કૂલના બાળકો ભરેલી રિક્ષા પલટી મારી ગઈ હતી. જેમા બે બાળકોને ઈજા પહોંચી છે. જ્યારે અન્ય બાળકો પણ કિચડમાં ઢસડાયા હતા.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 18, 2023 | 12:16 AM

Ahmedabad:  સ્માર્ટ સીટી અમદાવાદના રસ્તાઓ કેવા છે એનો ચિતાર આપતી ઘટના નારોલ વિસ્તારના હાઇફાઈ ચાર રસ્તા પાસે બની હતી. જ્યાં શાળાએ જઈ રહેલ બાળકો સાથેની રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. તમામ બાળકો ખરાબ રસ્તાના કારણે રિક્ષા પલટતા કીચડમાં પડ્યા હતા. સદનસીબે બાળકોને મોટી ઇજા નથી થઈ પરંતુ મનપાના સ્માર્ટ સિટીના રસ્તાઓના દાવાઓની ધજીયા ઉડી હતી.

સ્કૂલ રિક્ષા ખાડામાં પલટી જતા બાળકો કાદવકીચડથી ભરાઈ રહ્યા

ગુરુવારે બપોરે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ શક્તિ વિદ્યા વિહારના વિદ્યાર્થીઓ ઘરેથી શાળાએ જવા રિક્ષામાં નીકળ્યા હતા. નારોલના હાઇફાઈ ચાર રસ્તા પાસે પહોંચ્યા. જ્યાં રસ્તો ઓછો અને મહાકાય ખાડાઓ તેમજ કાદવ કીચડ વધારે છે. રિક્ષા આ ઉબડ ખાબડ રસ્તાથી પસાર થતા કાદવમાં પલટી ખાઈ ગઈ અને બાળકો પણ કાદવમાં પડ્યા. જે પૈકી બે બાળકો ને પગમાં ઇજા પણ થઈ.

વાહનો પર ભગવાનનું નામ લખવું જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવબ
અંબાણીના ફંક્શન માટે કરોડો રૂપિયા લેનાર રિહાના છોડી રહી છે ઇન્ડસ્ટ્રી!
પીરિયડ્સ દરમિયાન મંદિર જવું જોઈએ કે નહીં? કથાકાર જયા કિશોરીએ જણાવ્યો જવાબ
માઈગ્રેનથી પરેશાન છો? તો બનાવો આ દેશી ટી, તુરંત મળશે રાહત
રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ?
કાવ્યા મારન નીકળી અસલી બાજીગર, IPLમાં હાર બાદ પણ આ રીતે કરી 5,200 કરોડની કમાણી

વારંવારની રજૂઆત છતા નઘરોળ તંત્રની નથી ખૂલતી આંખ

સ્થાનિકોએ કાદવમાં પડેલા બાળકોને બહાર કાઢ્યા હતા. રડી રહેલ આ બાળકો એ પ્રશ્ન કરી રહ્યા છે કે અમારા વિસ્તારના રસ્તાઓ કેમ આવા છે ? સ્થાનિકો કહી રહ્યા છે કે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી અહીંયા રસ્તાની સ્થિતિ આ જ પ્રકારની છે. વારંવાર મનપાને રજૂઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ બદલાવ આવ્યો નથી. બાળકોને બચાવનાર રવિન્દ્ર વર્માએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી આ વિસ્તારના રસ્તાઓ ગટરો ઉભરાવાના કારણે આ પ્રકારના છે. અમે રજૂઆતો કરી હોવા છતાં રસ્તો બન્યો નહીં અને આજે બાળકો કાદવમાં પડ્યા. અમે બાળકોને બહાર કાઢ્યા અને સારવાર માટે મોકલ્યા. આ રસ્તા પર રોજની 5 થી 7 ગાડીઓ આવી રીતે ફસાય છે.

આ પણ વાંચો: Breaking News : ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી, મુકુલ વાસનિકને સોંપાઈ ગુજરાતની જવાબદારી

કહેવાતા હાઈફાઈ રોડ ખાડાગ્રસ્ત, ખાડામાંથી રોડ શોધવો પડે તેવી સ્થિતિ

હાઇફાઈ ચાર રસ્તા પાસે કોઈ રોડ હોય એવું લાગતું જ નથી. કારણ કે અહીંયા રસ્તા ના નામે માત્ર કાદવ કીચડ છે. આ વિસ્તારની આજીબાજુમાં તમામ જગ્યા પર આ જ સ્થિતિ જોવા મળે છે. કાદવમાં પડેલ રિક્ષા સિવાય સવારે અન્ય એક શાળાની વાન ફસાઈ હતી.. અમે હાજર હતા ત્યારે પણ માલવાહક રિક્ષાને ધક્કા મારી બહાર કાઢવામાં આવી. જે બાળકી રિક્ષામાંથી કાદવ માં પડી હતી એ બાળકીને પગે ફ્રેક્ચર થયું છે.. જ્યારે રિક્ષા ચાલક પણ ઇજાનો દાવો કરે છે.. હાઇફાઈ ચાર રસ્તા પર છેલ્લા ત્રણ મહિનાથી રસ્તાઓ ખરાબ છે.. પરંતુ મહાનગરપાલિકા ને એ રસ્તાઓ રીપેર કરવામાં રસ ના હોય એવું લાગી રહ્યું છે. અને એના જ કારણે બાળકોની રિક્ષા પલટી ખાઈ છે. હવે મનપા આ વિસ્તારને રસ્તો બનાવી આપે એ જરૂરી બન્યું છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">