AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ગોતા વિસ્તારમાં 57 વર્ષના પુરૂષનો ઓમિક્રોન પોઝિટીવ કેસ, તંત્ર એલર્ટ મોડ પર, નાગરિકોને માસ્ક પહેરવા અપાઈ સૂચના

વીડ્યો કોન્ફરન્સમાં દેશની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના સંચાલકો સાથે મહત્વની બેઠક પણ આયોજિત કરવામાં આવી હતી. તેમજ જણાવવામાં આવ્યું હતું કે જાહેર સ્થળ ઉપર માસ્ક પહેરીને ફરવું તેમજ હાથ સ્વચ્છ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યા છે.

Ahmedabad : ગોતા વિસ્તારમાં 57 વર્ષના પુરૂષનો ઓમિક્રોન પોઝિટીવ કેસ, તંત્ર એલર્ટ મોડ પર, નાગરિકોને માસ્ક પહેરવા અપાઈ સૂચના
system alert mode, citizens have been instructed to wear masks
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2022 | 2:14 PM
Share

દેશમાં ફરી એક વાર તંત્ર કોરોનાને લઇને સતર્ક થઈ ચૂક્યું છે. કેન્દ્રીય સ્તરે તેમજ રાજ્ય સ્તરે કોરોનાની નવી લહેરનો સામનો કરવા માટે તંત્ર દ્વારા ખાસ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. સાથે જ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા એક વીડિયો કોન્ફરન્સ પણ આયોજિત કરવામાં આવી હતી. વીડ્યો કોન્ફરન્સમાં દેશની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના સંચાલકો સાથે મહત્વની બેઠક પણ આયોજિત કરવામાં આવી હતી. તેમજ જણાવવામાં આવ્યું હતું કે જાહેર સ્થળ ઉપર માસ્ક પહેરીને ફરવું તેમજ હાથ સ્વચ્છ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યા છે. જે પ્રમાણે કોરોનામાં સાબુ અને સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ રાખવાની સૂચના આપવામાં આવી હતી તેનું પાલન કરવા માટે જણાવ્યું છે.

કોરોનાના સંક્રમણને પગલે એક્શનમાં સરકાર

વિશ્વભરમાં કોરોનાની સ્થિતિને જોતા રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. જેમાં કોરોના પર ભાર મુકાયો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના ગાઇડલાઈનમાં કોઈ ચૂક ન રહે તે માટે સુચના આપી. હવે વિદેશી પ્રવાસીઓનું ફરી એરપોર્ટ પર  ટેસ્ટિંગ થશે. આજ સાંજ સુધીમાં સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે. તો જાહેર કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત ગાઈડલાઈનનું પાલન પણ ફરજીયાત બની શકે છે. હાલ દુનિયાભરમાં ફરી એક વાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર પણ એક્શનમાં જોવા મળી રહી છે.અમદાવાદની તમામ હોસ્પિટલોમાં દવા સહિતની જરૂરી સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી છે. કોરોના વોર્ડના અને 1200 બેડ બિલ્ડિંગમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો સાથે જ હોસ્પિટલોમાં સ્ટાફ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

અમદાવાદના ગોતામાં 57 વર્ષીય પુરૂષનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટીવ

કોરોનાને લઇને તંત્ર દોડતું થયું છે ત્યારે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી 57 વર્ષીય પુરૂષનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટીવ આવતા તંત્ર વધારે સતર્ક બન્યું છે અને તમામ હોસ્પિટલમાં પણ અગમચેતી રૂપે સ્ટાફ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યો છે. તેમજ રાજ્યમાં પણ તમામ પીએચસી , સીએસસી સેન્ટરને સજજ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.

રાજકોટમાં પણ વિદેશથી આવેલી યુવતી પોઝિટિવ

રાજકોટમાં ફરી કોરોનાનો પગ પેસારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદેશથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. ઓસ્ટ્રેલિયાથી આવનાર યુવતી સંક્રમિત થઈ છે. આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાથી દિલ્લી થઇને યુવતી રાજકોટ પહોંચી હતી. BF.7ના નવા વેરિઅન્ટને લઇને રિપોર્ટ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. દર્દીએ વેક્સિન લીધી હોવાથી હાલમાં તબિયત સારી છે. કોરોના પોઝિટિવ કેસના પગલે આરોગ્ય વિભાગની ટીમે જાગનાથ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. અને યુવતીના પરિવારજનોના સેમ્પલ લીધા હતા.

સુરતમાં પણ તંત્ર સક્રિય

કોરોનાના નવા વેરિયન્ટને લઇને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યો છે. મનપાના રાંદેર ઝોનમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર આશિષ નાયકની અધ્યક્ષતામાં તબીબોની મહત્વની બેઠક મળી. બેઠકમાં આગામી દિવસોમાં ટેસ્ટિંગ સહિત નવા વેરિયન્ટને પહોંચી વળવા તાકીદ કરવામાં આવી. સુરત મનપાએ સંભવિત કેસો અને દર્દીને દાખલ કરવાની સ્થિતિને ધ્યાને રાખીને 50-50 બેડની 4 હોસ્પિટલ શરૂ કરી છે. શહેરના અડાજણ, પાલ, વેસુ અને પાંડેસરા એમ ચાર વિસ્તારોમાં ચાર હોસ્પિટલ શરૂ થઇ છે

BF.7ના નવા વેરિયન્ટને લઇને તપાસ કરવામાં આવશે

તો આ તરફ કોરોનાની સંભવિત નવી લહેરને પહોંચી વળવા જિલ્લા તંત્ર પણ સજ્જ થયું છે. રાજકોટના ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઑક્સિજનથી સજ્જ 45 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જમ્બો ઑક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાયો છે. દર્દીઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે ઇન્જેક્શન અને દવાનો પૂરતો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">