Ahmedabad Shocker : અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત, માત્ર 6 મહિનામાં જ બેસી ગયો નવો રોડ!

| Updated on: Jul 24, 2026 | 5:39 PM

મદાવાદના ઓઢવ વિસ્તારમાં માત્ર છ મહિના પહેલાં બનેલો રોડ અચાનક બેસી જતાં તેની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાના પગલે તંત્રે વિસ્તારને બેરિકેડથી સુરક્ષિત કરીને તપાસ અને સમારકામની કામગીરી શરૂ કરી છે, જ્યારે સ્થાનિકોએ જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર રોડ અચાનક બેસી જતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. મહત્વના માર્ગ પર રોડનો એક ભાગ ધસી જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે રોડની આસપાસ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા, જેથી કોઈ દુર્ઘટના સર્જાય નહીં.

પ્રાથમિક માહિતી મુજબ, જે રોડ બેસી ગયો છે તેનું નિર્માણ માત્ર છ મહિના પહેલાં જ કરવામાં આવ્યું હતું. નવા બનેલા રોડની આવી સ્થિતિ સામે આવતા તેની કામગીરીની ગુણવત્તા અંગે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકોએ રોડના નિર્માણમાં થયેલી બેદરકારી અને ગુણવત્તાને લઈને તપાસ કરવાની માંગ કરી છે.

રોડ બેસી જતાં મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. વાહનોને વૈકલ્પિક માર્ગ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરીને નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઘટનાને પગલે સંબંધિત વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને રોડ કેમ બેસી ગયો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. નિષ્ણાતોની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ બાદ કારણો સ્પષ્ટ થશે. સાથે જ રોડનું સમારકામ કરીને શક્ય તેટલી વહેલી તકે વાહનવ્યવહાર ફરી શરૂ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us