Ahmedabad: ડ્રગ્સ પેડલરના નેટવર્કમાં મહિલાનું પ્રમાણ વધ્યું, 24 કલાકમાં બે મહિલા સહિત ચાર લોકોની ધરપકડ
SOG ક્રાઇમની ટીમે ડ્રગ્સ મહિલા કેરિયર તરીકે કામ કરતી સમીમબાનુ ઉર્ફે સમ્મો શેખની ધરપકડ કરી છે.મહિલા કેરિયર સમીમબાનુ પાસેથી 103 ગ્રામ 900 મિલિગ્રામ જેની 10.39 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આરોપી મહિલા સમીમબાનુની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પોતે વિધવા હોવાથી કમાવાની કોઈ આવક ન હોવાથી પોતે ડ્રગ્સ કેરિયર બની હતી.
Ahmedabad : અમદાવાદમાં ડ્રગ્સ પેડલરના(Drugs Pedalar)નેટવર્કમાં મહિલાનું પ્રમાણ વધ્યું છે. જેમાં SOGક્રાઇમે 24 કલાકમાં 2 ડ્રગ્સના કેસ કર્યા જેમાં 2 મહિલા સહિત 4ની કરી ધરપકડ કરી છે. જેમાં એક કેસમાં મહિલા ડ્રગ્સ કેરિયર તરીકે પકડાઈ. જ્યારે અન્ય કેસ માં મહિલા પોતાના પતિને ડ્રગ્સના નેટવર્ક ચાલુ રાખવા માટે ખુદ ડ્રગ્સ પેડરલ બની છે.
આરોપીની પૂછપરછ માં દરરોજની 15 થી 20 ડ્રગ્સની પડીકીઓ વેંચતા હતા
SOG ક્રાઇમે સબાનાબાનું અનવર બેગ મીરજા, જાવેદખાન ઉર્ફે બાબા બલોચ અને વસીમ અહેમદ શેખ ની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ પેડલર ફતેહવાડી કેનાલ પાસે જાહેરમાં ડ્રગ્સની પડીકીઓ વેંચતા હતા.SOG ક્રાઇમને માહિતી મળતા જ 70 ગ્રામ એમડી ડ્રગ્સ જે 7 લાખની કિંમતનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું. જેમાંઆરોપીની પૂછપરછ માં દરરોજની 15 થી 20 ડ્રગ્સની પડીકીઓ વેંચતા હતા.
સબાનાબાનુ તેના પતિના ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહી હોવાનું સામે આવ્યું
જો કે પોતે પણ ડ્રગ્સ એડીક્ટેડ હતા અને પૂછપરછ કરતા સામે આવ્યુ કે કાલુપુરના પથ્થર કુવા પાસે ડ્રગ્સ માફિયા આદિલ પાસેથી દરરોજ ડ્રગ્સનો જથ્થો લાવતા હતા અને ત્રણેય આરોપીઓ ડ્રગ્સનું એક એક ગ્રામનું જીપર બનાવીને વેંચતા હતા.છેલ્લા 2 વર્ષથી છૂટક ડ્રગ્સનું વેચાણ કરતા હતા.જો કે પકડાયેલ ડ્રગ્સ પેડલર સબાનાબાનુ મિર્ઝાનો પતિ અનવરબેગ ડ્રગ્સ પેડલર છે. હાલ NDPS કેસમાં જેલમાં છે પણ પત્ની સબાનાબાનુ તેના પતિના ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહી હોવાનું સામે આવ્યું છે.
વિધવા હોવાથી કમાવાની કોઈ આવક ન હોવાથી પોતે ડ્રગ્સ કેરિયર બની હતી
SOG ક્રાઇમની ટીમે ડ્રગ્સ મહિલા કેરિયર તરીકે કામ કરતી સમીમબાનુ ઉર્ફે સમ્મો શેખની ધરપકડ કરી છે.મહિલા કેરિયર સમીમબાનુ પાસેથી 103 ગ્રામ 900 મિલિગ્રામ જેની 10.39 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આરોપી મહિલા સમીમબાનુની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પોતે વિધવા હોવાથી કમાવાની કોઈ આવક ન હોવાથી પોતે ડ્રગ્સ કેરિયર બની હતી.
છેલ્લા 6 મહિના 5 વખત ડ્રગ્સ જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી
જેને જુહાપુરાનો વોન્ટેડ આરોપી શાહબાઝખાન દ્વારા મહિલા કેરિયર સમીમબાનું મુંબઈથી ડ્રગ્સ લાવતી હતી.જેમાં એક ટ્રીપના 5 હજાર રૂપિયા આપવામાં આવતા હતા અને મહિલા ડ્રગ્સ કેરિયર ટ્રેન મારફતે મુંબઈ જઈ ડ્રગ્સ માફિયા સબીર પાસે ડ્રગ્સ લાવતી હતી.જો કે છેલ્લા 6 મહિના 5 વખત ડ્રગ્સ જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી છે..પરતું ડ્રગ્સ માફિયા શાહબાઝખાન પકડાયા બાદ અનેક હક્કીતો સામે આવશે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના નેટવર્કમાં મહિલાઓ જોડાઈ રહી છે જે પકડાયેલ તમામ મહિલાઓ ડ્રગ્સ એડીક્ટેડ છે..ત્યારે ચાલુ વર્ષમાં SOG ક્રાઇમએ 27 NDPS કેસ કરી 55 થી વધુ ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો