AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: કાંકરિયા કાર્નિવલના આયોજન પર બોલ્યા આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, કહ્યું કોરોનાના નિયમોનું પાલન કરીને આયોજનો કરી શકાય

ચીનમાં વધતા કોરોનાના (corona) કેસના પગલે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. તેમજ કેન્દ્ર સરકારે કોરોનાને ટાળવા એસઓપીની જાહેરાત પણ કરી છે. જેમા ડિસેમ્બર માસમાં અંતમાં અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Ahmedabad: કાંકરિયા કાર્નિવલના આયોજન પર બોલ્યા આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, કહ્યું કોરોનાના નિયમોનું પાલન કરીને આયોજનો કરી શકાય
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાImage Credit source: ફાઇલ તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 1:23 PM
Share

કોરોના સામે લડત આપવા રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોને એલર્ટ કરી રહી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ મેળાવડા ન યોજવાની સલાહ આપી છે. પરંતુ કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોના આયોજનો બાબતે હજુ પણ સરકારની કરની-કથનીમાં ભેદભાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે- ભૂતકાળમાં આવેલી કોરોનાની લહેર પરથી એ સ્પષ્ટ થાય છે કે નિયમોના પાલન સાથે આયોજનો કરી શકાય છે. વ્યવસાય અને કાર્યક્રમો ચાલુ રાખો પણ સતર્કતા રાખો. તેમણે કહ્યું કે, દેશમાં ચોથી લહેર ન આવે તે માટે એલર્ટ કરી રહ્યા છીએ. માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે.

વ્યવસાય ચાલુ રાખો, કાર્યક્રમો કરો પણ સતર્કતા રાખો

ચીનમાં વધતા કોરોનાના કેસના પગલે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. તેમજ કેન્દ્ર સરકારે કોરોનાને ટાળવા એસઓપીની જાહેરાત પણ કરી છે. જેમાં ડિસેમ્બર માસમાં અંતમાં અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં કાંકરિયા કાર્નિવલ આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર યોજવામાં આવશે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં કોવિડ ગાઈડ લાઈનનું સંપૂર્ણપણે પાલન કરી યોજવામાં આવશે. જેમાં કાર્નિવલમાં 10 કરોડનો વીમો લેવાયો છે. જેમાં માથાદીઠ 1 કરોડ વીમો લેવાયો છે. 25 સ્ટોલ રાખવામા આવ્યા જેની હરાજી કરી આવક કરવામાં આવશે. IMA ની માર્ગદર્શિકા હોવા છતાં કાર્નિવલ અને ફ્લાવર શો યોજવા માં આવશે. તેમજ કાંકરિયા કાર્નિવલમાં કોવિડ ગાઈડ લાઈનનું સંપૂર્ણપણે પાલન કરી યોજવામાં આવશે.

કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી કાર્નિવલનું આયોજન થઈ શક્યું ન હતું. જો કે આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ પહેલા કાંકરિયા કાર્નિવલ અને ત્યારબાદ ફ્લાવર-શો યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમદાવાદનો સૌથી મોટો ઉત્સવ એવા કાંકરિયા કાર્નિવલ-2022નું આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય રીતે આયોજન કરવાની તૈયારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

બે વર્ષ બાદ યોજાશે કાંકરિયા કાર્નિવલ

અમદાવાદમાં બે વર્ષ બાદ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022 ઊજવવામાં આવશે. 25મી ડિસેમ્બરે સાંજે મુખ્યપ્રધાનના હસ્તે આ કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે. 4.50 કરોડના ખર્ચે કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે. લેસર શો, મલ્ટિમીડિયા શો વગેરેની નાનાં બાળકોથી લઇ અને મોટા લોકો કાંકરિયા કાર્નિવલની ખૂબ જ મજા માણી શકશે.

Follow Us
રાજકોટ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો, જુઓ Video
રાજકોટ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો, જુઓ Video
કંડકટરની ભરતી માટે ફર્સ્ટ એઈડ સર્ટી માટે લાઇનો લાગી
કંડકટરની ભરતી માટે ફર્સ્ટ એઈડ સર્ટી માટે લાઇનો લાગી
રાજકોટ આરોગ્ય વિભાગનો સપાટો, 2 ટન હલકી ગુણવતાની બદામનો જથ્થો ઝડપ્યો
રાજકોટ આરોગ્ય વિભાગનો સપાટો, 2 ટન હલકી ગુણવતાની બદામનો જથ્થો ઝડપ્યો
રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો!
રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો!
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
g clip-path="url(#clip0_868_265)">