Ahmedabad : ચાંદખેડામાં નવજાત બાળકની 10માં માળેથી ફેંકીને કરાઇ હત્યા, પોલીસે એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી

અમદાવાદના (Ahmedabad) ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં નવજાત બાળકની હત્યા થઇ છે. આ સોસાયટીના સિકયુરિટી ગાર્ડ દ્વારા પોલીસને મેસેજ મળ્યો કે એક નવજાત બાળકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો છે.

Ahmedabad : ચાંદખેડામાં નવજાત બાળકની 10માં માળેથી ફેંકીને કરાઇ હત્યા, પોલીસે એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 19, 2023 | 5:03 PM

અમદાવાદ શહેરમાં રુંવાડા ઉભી કરી દે તેવી ઘટના બની છે. અમદાવાદના ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા થઇ છે. નવજાત બાળકને 10 માળેથી ફેંકીને હત્યા કરાઇ હોવાનું સામે આવ્યુ છે. નિર્દોષ બાળકની નિર્દયી રીતે હત્યા થવાથી સનસનાટી ફેલાઈ ગઇ છે. ત્યારે પોલીસે આ મામલામાં એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી છે. સાથે જ FSLની મદદ લઈ તપાસ શરૂ કરી છે. પોલીસે શંકાસ્પદ મહિલાની પૂછપરછ હાથ ધરી છે.

બાળકને નવમાં માળેથી ફેંકી દેવાયુ હોવાની આશંકા

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં નવજાત બાળકની હત્યા થઇ છે. આ સોસાયટીના સિકયુરિટી ગાર્ડ દ્વારા પોલીસને મેસેજ મળ્યો કે એક નવજાત બાળકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો છે. મેસેજ મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને 9માં કે 10માં માળની છત ઉપરથી ફેંકી દીધો હતો. પોલીસ તપાસમાં 9માં માળે શેડ ઉપર બાળકના લોહીના નિશાન મળી આવ્યા છે. જેથી પોલીસે સોસાયટીમાં તપાસ શરૂ કરી છે.

CCTVના આધારે પોલીસ તપાસ શરુ

નિર્દોષ બાળકના હત્યા કેસની તપાસ કરતા બાળક નવજાત હોવાનું ખુલ્યું છે. જેથી પોલીસે ઇ અને એફ બ્લોક સહિત અન્ય બ્લોકમાં તપાસ શરૂ કરી છે. સોસાયટીના તમામ CCTV પણ ચેક કરવામાં આવ્યા છે. આ એપાર્ટમેન્ટમાં કોઈ મહિલા ગર્ભવતી હતી કે કેમ ? શું કોઈએ બહારથી આવીને બાળકની હત્યા કરી છે ? બાળકની હત્યા પાછળનું કારણ શું હોઇ શકે છે તે તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહિલાની અટકાયત કરી પૂછપરછ શરુ

જોકે પોલીસને હત્યા પાછળ ઘર કંકાસ કે અનૈતિક સંબંધ જવાબદાર હોવાની શંકા છે. બાળકનો જન્મ ઘરમાં થયો હોય એવું પણ સામે આવી રહ્યું છે. જેથી F બ્લોકમાં નવમાં માળેથી એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા પાછળ જન્મ આપનાર જનેતા જ હોય તેવી શકયતાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલી મહિલાની હત્યામાં સંડોવણી છે કે કેમ, અન્ય કોઈ પણ હત્યામાં સંડોવાયેલુ છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરાઇ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">