Crime: અમદાવાદમાં દીકરીને નહિ રમાડવા દેવા મામલે થયો ઝઘડો.. પત્ની, સાસુ અને સાળાએ મળીને કરી યુવકની હત્યા

|

Apr 13, 2024 | 9:22 PM

પતિ પત્ની વચ્ચે મનમેળ નહિ હોવાને કારણે બંને એકબીજાથી અલગ રહેતા હતા. પત્ની સાથે રહેતી દીકરીને મળવા આવેલા પતિ સાથે માથાકૂટ થતાં પત્ની તેની માતા અને ભાઈએ પતિની હત્યા કરી નાખી હતી. મૃતક પતિના ભાઈની ફરિયાદને આધારે પોલીસે પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરી છે.

Crime: અમદાવાદમાં દીકરીને નહિ રમાડવા દેવા મામલે થયો ઝઘડો.. પત્ની, સાસુ અને સાળાએ મળીને કરી યુવકની હત્યા

Follow us on

અમદાવાદના પૂર્વ વિસ્તાર નારોલમાં શૂરવારે સ્વપ્નિલ નામના વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સ્વપ્નિલ મેકવાન જ્યારે તેની પત્ની સાથે રહેતી દીકરીને મળવા ગયો હતો ત્યારે માથાકૂટ થતા સ્વપ્નિલની પત્ની, સાસુ અને સાળાએ મળીને તેને માર માર્યો હતો અને તેની હત્યા નિપજવામાં આવી હતી.

સ્વપ્નિલ મેકવાનના ભાઈ સ્ટીવન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી પત્ની જુલી, સાસુ માંકુવર ઉર્ફે રેવાબેન ક્રિશ્ચન અને સાળા જોન્ટી ક્રિશ્ચનની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સ્વપ્નિલ મેકવાને વર્ષ 2012માં જુલી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં નવ વર્ષની એક દીકરી છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી પત્ની જુલી અને સ્વપ્નિલ વચ્ચે મનમેળ નહીં હોવાથી બંને અલગ અલગ રહેતા હતા. પત્ની જુલી તેની નવ વર્ષની દીકરીને લઇને પોતાના માતા પિતાના ઘરે રહેવા જતી રહી હતી.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

ગઈકાલે શુક્રવારે બપોરના સમયે સ્વપ્નિલ પત્ની સાથે રહેતી દીકરીને રમળવા માટે શાંતુંમાસ્તર ની ચાલી ખાતે પહોંચ્યો હતો જ્યાં પત્ની અને સાસુ દ્વારા સ્વપ્નિલને દીકરીને રમાડવાની ના પાડવામાં આવી હતી અને પત્ની જુલી તેમજ સાસુ માનકુવર ક્રિસ્ચન બોલાચાલી ઝઘડો કર્યો હતો. ઝઘડાનો અવાજ સાંભળી સ્વપ્નિલનો સાળો જોન્ટી પણ ત્યાં પહોંચી સ્વપ્નિલને લાકડાના ડંડા વડે માર્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદના નહેરુનગરમાં કાર ચાલકે પાર્કિંગમાં રમતી બાળકીને કચડી, માસૂમનો ગયો જીવ, જુઓ વીડિયો

હાલ તો મૃતક સ્વપ્નિલના ભાઈ સ્ટીવન મેકવાનની ફરિયાદને આધારે નારોલ પોલીસે હત્યામાં સામેલ પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર હત્યા પાછળનું કારણ પુત્રીને નહીં રમાડવા દેવાનું જ છે કે અન્ય કોઈ જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:21 pm, Sat, 13 April 24

Next Article