Ahmedabad: ઝાણું ગામની સીમમાં દેરાણી-જેઠાણીની હત્યાનું ઘેરાતું રહસ્ય, આરોપી હજુ પોલીસ પકડથી દૂર

અમદાવાદ જિલ્લામાં ઝાણું ગામની સીમમાં દેરાણી-જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ મથામણ કરી કરી છે . જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી, એસ.ઓ.જી, સ્થાનિક પોલીસ, શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવા પ્રયત્ન કરી રહી છે પણ હજુ સુધી હત્યાનો આરોપી કે હત્યા અંગેનો કોઇ સુરાગ મળ્યો નથી. અમદાવાદ ગ્રામ્યના ઝાણું ગામની સીમમાંથી ત્રીજી ફેબ્રુઆરીએ બે મહિલાઓની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા.

Ahmedabad: ઝાણું ગામની સીમમાં દેરાણી-જેઠાણીની હત્યાનું ઘેરાતું રહસ્ય, આરોપી હજુ પોલીસ પકડથી દૂર
Ahmedabad Murder Mystery
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Feb 15, 2023 | 4:50 PM

અમદાવાદ જિલ્લામાં ઝાણું ગામની સીમમાં દેરાણી-જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ મથામણ કરી કરી છે . જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી, એસ.ઓ.જી, સ્થાનિક પોલીસ, શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવા પ્રયત્ન કરી રહી છે પણ હજુ સુધી હત્યાનો આરોપી કે હત્યા અંગેનો કોઇ સુરાગ મળ્યો નથી. અમદાવાદ ગ્રામ્યના ઝાણું ગામની સીમમાંથી ત્રીજી ફેબ્રુઆરીએ બે મહિલાઓની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા. લાકડા એકઠા કરવા નીકળેલા દેરાણી જેઠાણી પરત ઘરે નહિ ફરતા પોલીસને બનાવ અંગે થઈ જાણ કરવામાં આવી હતી.કણભામાં આવેલા ઝાણુ ગામની સીમમાં બે મહિલાઓની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં શરૂઆતમાં નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પી.આઇ., એસીપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં હદ સ્પષ્ટ થતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ સ્થાનિક પોલીસ, ગ્રામ્ય એલસીબી, એસ.ઓ.જી ની ટિક સહિત એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

બંને મહિલાઓની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો

અમદાવાદ ગ્રામ્ય પોલીસને શરૂવાતમાં એવું લાગ્યું કે ગામડામાં હત્યા થઈ છે એટલે આરોપી તરત જ પકડાઈ જશે, પણ કદાચ પોલીસનો આ ઓવર કોનફીડન્સ હતો. આજે ઘટનાને 11 દિવસ થઈ ચૂક્યા પરંતુ એક પણ સુરાગ પોલીસને હાથ લાગ્યો નથી. હત્યા સમયે પોલીસની પ્રાથમિક તપાસમાં બંને મહિલાઓ ભૂવાલડી ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાઓ લાકડા કાપવા માટે ભૂવાલડીથી નિકળી હતી, પરંતુ ખુબ જ મોડું થયા બાદ પણ પરત ઘરે ન આવતા પરિવારજનો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં બંને મહિલાઓની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના શરીર પર તિક્ષ્ણ હથિયારના અનેક ઘા મારેલા હોવાનું પણ સામે આવ્યું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પરિવારના સભ્યો તેમને શોધવા માટે નીકળ્યા હતા

ભૂવાલડી ગામ ખાતે રહેતી ગીતાબેન ઠાકોર અને મંગીબેન ઠાકોર એક જ ફળિયામાં રહેતી હતી અને તેમના નિત્યક્રમ મુજબ રોજ લાકડા કાપવા માટે ગઈ હતી. શુક્રવારે પણ તેઓ લાકડા કાપવા માટે ભૂવાલડી ગામથી નિકળ્યા હતા. આમ, રોજ તેઓ બપોર સુધીમાં લાકડા કાપીને પરત આવી જતા હોય છે પરંતુ શુક્રવારે તેઓ લાકડા કાપવા માટે નિકળ્યા બાદ નિયત સમય થયો હોવા છતાં પરત ઘરે આવી ન હોવાથી પરિવારજનોને તેમની ચિંતા થવા લાગી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો તેમને શોધવા માટે નિકળ્યા હતા.

મહિલાઓએ પહેલા ઘરેણાં શરીર પર હતા જેથી લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી નથી

શોધતા-શોધતા તેઓ કણભા વિસ્તાર નજીક આવેલા ઝાણુ ગામની સીમમાં પહોંચતા બંને મહિલાઓનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે તપાસ કરતા મહિલાઓના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે એફએસએલ ની પણ મદદ લીધી હતી. પોલીસે સ્થળ તપાસ કરી પ્રાથમિક અનુમાન લગાવતા સામે આવ્યું કે હત્યા બાદ પણ બંને મહિલાઓએ પહેલા ઘરેણાં શરીર પર હતા જેથી લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી નથી.

કોઈ સીસીટીવી પણ સામે આવ્યા નથી

આ બંને મહિલાઓ જ્યાંથી લાકડા કાપ્યા છે તે કોઈની માલિકી ની નથી જેથી કોઈ તકરાર થઈ હોય શકે. બંને મહિલા એક જ ફળિયામાં રહે છે અને સબંધીઓ થાય છે જેથી કોઈ મોટો પારિવારિક જગડો પણ થયો હોય શકે નહિ. બંને મહિલાઓ મોટી ઉમરના હતા જેથી કોઈ પ્રેમ સબંધ પણ હોવાની શક્યતા ઓછી છે. આમ પોલીસે અલગ મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે પણ કોઈ યોગ્ય કારણ સામે આવતું નથી. બીજી તરફ કોઈ સીસીટીવી પણ સામે આવ્યા નથી કે જેના આધારે પોલીસ કોઈ કડી સુધી પહોંચી શકે.

પોલીસ હજી સુધી હત્યા પાછળનું કારણ જાણી શકી નથી

ડબલ મર્ડરની ગંભીરતા જોઈને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ શરૂ કરી છે પરંતુ તેને પણ કોઈ કડી નહિ મળતા હવે તપાસ ધીમી કરી નાખી છે. સૂત્રોનું માનીએ તો પોલીસ જ્યારે પણ ગામમાં તપાસ કરવા જાય છે અથવાતો પરિવારના સભ્યોની પૂછપરછ કરે છે ત્યારે જાણે કઈ બન્યું જ નથી તેવો માહોલ જોવા મળે છે. ગામમાં કોઈ વ્યક્તિ કોઈ પણ હકીકત વિશે પોલીસને સહયોગ પણ નથી આપી રહ્યા જેને કારણે પોલીસની તપાસ મુશ્કેલ બની રહી છે. મહિલાના પતિ અને અન્ય પરિવારજનો પણ પોલીસને સહયોગ આપે છે પણ જે રીતે માહિતી આપવી જોઈએ કે વાતો પોલીસ સમક્ષ મુકવી જોઈએ તેવી રીતે પોલીસને સહયોગ નથી કરી રહી જેના કારણે પોલીસ હજી સુધી હત્યા પાછળનું કારણ જાણી શકી નથી.

ડબલ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ માટે એક ચેલેન્જ

આ ઘટના સ્થળે લાકડાનો ભારો જ્યાં હતો ત્યાંથી થોડે દૂર એક મહિલાનો મૃતદેહ હતો જ્યારે ત્યાંથી વધુ થોડે દૂર બીજા મહિલાનો મૃતદેહ પડયો હતો જેથી પોલીસ એવું પણ અનુમાન લગાવી થી છે કે કોઈ સાથે જપાજપી થઈ હતી અને બાદમાં હત્યા થઈ છે. કારણ કે પણ હોય હજી સુધી પોલીસ તેની તપાસમાં એક પણ કડી મેળવી શકી નથી. પોલીસે અનેક લોકોની પૂછપરછ પણ કરી છે આમ છતાં પરિણામ મળ્યું નથી. હવે ડબલ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ માટે એક ચેલેન્જ બની ચૂક્યો છે.

પોલીસ જે થીયરી થી કામ કરી રહી છે તેમાં તેને નિષ્ફળતા જ મળી રહી છે. પોલીસને પણ એવું લાગી રહ્યું છે કે કોઈ અંદરનો જ વ્યક્તિ સમગ્ર હકીકતથી વાકેફ છે પણ પોલીસ આવા વ્યક્તિઓને ઓળખવામાં નિષ્ફળ નીવડી રહીં છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ચર્ચાસ્પદ ડબલ મર્ડરનો કેસ ઉકેલવામાં પોલીસ ક્યારે સફળ થશે અને એવી કઈ કડી હશે કે જેનાથી પોલીસ આ હત્યાનો ભેદ ઉકેલી શકશે.

આ પણ વાંચો : Breaking News: પાટણના વારાહી પાસે ગમખ્વાર અકસ્માત, 6થી વધુના મોત, ઇજાગ્રસ્તોને રાધનપુર ખસેડાયા

g clip-path="url(#clip0_868_265)">