AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : રાજકોટના વોર્ડ નંબર-11માં સર્જાઈ પાણીની સમસ્યા, રોષે ભરાયેલી મહિલાઓનો જુઓ આ Video

Gujarati Video : રાજકોટના વોર્ડ નંબર-11માં સર્જાઈ પાણીની સમસ્યા, રોષે ભરાયેલી મહિલાઓનો જુઓ આ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 1:23 PM
Share

રાજકોટના વોર્ડ નંબર-11માં પાણીની સમસ્યા ઉભી થઈ છે. જેના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. શહેરના મવડી વિસ્તારમાં આવેલા સોરઠીયા પાર્કમાં પાણી ન આવતા સ્થાનિકોએ મનપાના અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો.

ઉનાળાની શરૂઆત થયા પહેલા જ મહાનગરોમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. રાજકોટના વોર્ડ નંબર-11માં પાણીની સમસ્યા ઉભી થઈ છે. જેના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. શહેરના મવડી વિસ્તારમાં આવેલા સોરઠીયા પાર્કમાં પાણી ના આવતા સ્થાનિકોએ મનપાના અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો.

આ પણ વાંચો : Gujarati Video : રાજકોટના ધોરાજીમાં માનવતા લજવાઈ, ખાનગી ફાઈનાન્સ કંપનીએ લોનના હપ્તાની ચુકવણી ન કરનારાનું ઘર કર્યુ સીલ

સ્થાનિકોનો આરોપ છે કે, ચૂંટણી સમયે મત માગવા નેતાઓ આવી જાય છે. પરંતુ પાણીની સમસ્યાનો નિકાલ કરવા એક પણ નેતા કે કોર્પોરેટરો ફરકતા નથી. પાણીવેરો ભરવા છતા એક ટીપું પાણી ન આવતા સ્થાનિકોએ મનપાના અધિકારીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો.

સ્થાનિકોના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. કોંગ્રેસનો પણ આરોપ છે કે પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થાય છે. સોરઠીયા પાર્કમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ અગાઉ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ગંગેશ્વર મંદિરના આજુબાજુના ઘરોની અંદર પીવાના પાણીની અંદર સમસ્યાના કારણે 500થી વધુ પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતા. સુરતના અડાજણના કેટલાક વિસ્તારોની અંદર પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

 

g clip-path="url(#clip0_868_265)">