અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે મુંબઈનો ડ્રગ્સ પેડલર ઝડપાયો, 77 હજારના MDMA ડ્રગ્સ જપ્ત, જુઓ Video

અમદાવાદ પોલીસે 31 ડિસેમ્બરે મોટી કાર્યવાહી કરી મુંબઈના ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. જમાલપુરમાંથી 7.710 ગ્રામ MDMA ડ્રગ્સ સાથે તેની ધરપકડ થઈ. આ ડ્રગ્સની કિંમત રૂ. 77 હજાર છે.

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે મુંબઈનો ડ્રગ્સ પેડલર ઝડપાયો, 77 હજારના MDMA ડ્રગ્સ જપ્ત, જુઓ Video
| Edited By: | Updated on: Dec 31, 2025 | 10:24 PM

અમદાવાદમાં 31 ડિસેમ્બરના દિવસે પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈનો એક ડ્રગ્સ પેડલર અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે ટ્રેન મારફતે આવ્યો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. વર્ષના અંતિમ દિવસે શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસે સતર્કતા વધારી હતી.

7.710 ગ્રામ MDMA ડ્રગ્સ મળી આવ્યા

પોલીસને માહિતી મળતા જ જમાલપુર વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં દેખાતા આરોપીને પોલીસે પકડી તપાસ કરતા તેની પાસેમાંથી 7.710 ગ્રામ MDMA ડ્રગ્સ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત આશરે 77 હજાર રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

ડ્રગ્સ પેડલર રિમાન્ડ પર

પકડાયેલા આરોપી સામે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.

પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે મુંબઈના સંતોષ ભોઈતે નામના શખ્સે આ પેડલરને અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે મોકલ્યો હતો. ડ્રગ્સની સપ્લાય બદલ આરોપીને પ્રતિ સપ્લાય 15 હજાર રૂપિયાનું કમિશન મળતું હોવાનું પણ સામે આવ્યું છે.

હાલ ગાયકવાડ હવેલી પોલીસ મુંબઈના સંતોષ ભોઈતેની ધરપકડ માટે તપાસ તેજ કરી રહી છે. સાથે જ, આ MDMA ડ્રગ્સનો ઉપયોગ રેવ પાર્ટીમાં થવાનો હતો કે નહીં અને આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાના હતા, તે તમામ દિશાઓમાં પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.

 ડૉ. કે.એલ.એન. રાવને બનાવાયા ગુજરાતના ઇન્ચાર્જ DGP, વિકાસ સહાય થયા નિવૃત્ત

Published On - 9:58 pm, Wed, 31 December 25