AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં, તૈયાર કરવામાં આવ્યો પ્રથમ સેગમેન્ટ

અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેનના કામ માટે શનિવાર ખૂબ જ ખાસ દિવસ હતો. કારણ કે પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર માટેનો પ્રથમ સેગમેન્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં, તૈયાર કરવામાં આવ્યો પ્રથમ સેગમેન્ટ
Ahmedabad-Mumbai Bullet Train work in full swing first segment prepared
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 1:00 PM
Share

પીએમ મોદીના(PM Modi)મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદ- મુંબઇ(Ahmedabad- Mumbai)બુલેટ ટ્રેનનું(Bullet Train) કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકડાઉન દરમિયાન પ્રોજેક્ટની ઝડપ અમુક અંશે પ્રભાવિત થઈ હતી.  જો કે શનિવાર અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેનના કામ માટે ખૂબ જ ખાસ દિવસ હતો . કારણ કે પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર માટેનો પ્રથમ સેગમેન્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ સેગમેન્ટ નવસારી (ચેનીજ 245) ગુજરાતમાં સ્થિત કાસ્ટિંગ યાર્ડમાં બનાવવામાં આવ્યો છે.

બુલેટ ટ્રેન અંગે મહત્વનું ડેવલોપમેન્ટ

આ સેગમેન્ટની લંબાઈ 11.90 થી 12.4 મીટર, પહોળાઈ 2.1 થી 2.5 મીટર અને ઉંડાઇ 3.40 મીટર છે. તેનું વજન પણ 60 મેટ્રિક ટન જેટલું હોવાનું છે. હવે અહેવાલ છે કે આવા 19 સેગમેન્ટ તૈયાર કરવામાં આવશે જેથી 45 મીટર લાંબો સ્પાન બનાવી શકાય

આ પૂર્વે ઓગસ્ટ માસમાં બુલેટ ટ્રેન વિશે એક મોટું અપડેટ બહાર આવ્યું હતું. જેમાં બુલેટ ટ્રેન ચલાવવા માટેનું માળખું તૈયાર કરવામાં આવ્યું. જેમાં બુલેટ ટ્રેનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામમાં ઉપયોગમાં લેવાતા થાંભલાઓની લંબાઈ પણ 13 મીટરથી વધુ રાખવામાં આવી હતી. જેમાં ચાર માળની ઇમારત જેટલો મોટો થાંભલો બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદ-  મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન 500 કિ.મીનું અંતર ત્રણથી સાડા ત્રણ કલાકમાં કાપશે. જે બુલેટ કોરિડોર પર જ દોડાવાશે. ભારતીય રેલવેએ અમદાવાદમુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ 10,000 કરોડ રૂપિયામાં 1,400 હેક્ટર જમીન સંપાદિત કરવાની કામગીરી હાથ ધરી છે.

અમદાવાદ – મુંબઈ વચ્ચે 505 કિલોમીટર હાઈસ્પીડ રેલ કોરિડોરના નિર્માણ પર 98000 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ આવશે. આ કોરિડોર પર ટ્રેનની ટોપ સ્પીડ 370 કિલોમીટર પ્રતિ કલાક હશે. બંને શહેરો વચ્ચેનું અંતર 2 કલાકથી પણ ઓછા સમયમાં કાપી શકાશે.આ ટ્રેન પ્રોજેકટનું ભૂમિપૂજન પીએમ મોદીએ 14 સપ્ટેમ્બર 2017ના રોજ કર્યું હતું. બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે 12 સ્ટેશનો પર દોડશે.

અમદાવાદ-  મુંબઈ હાઈ-સ્પીડ રેલવે, જેને બુલેટ ટ્રેન તરીકે પણ ઓળખાય છે, તેને 2023 સુધીમાં ખતમ કરવાના લક્ષ્યને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજનાને જાપાના સરકારની નાણાંકિય અને ટેકનિકલ મદદથી પૂરી કરવામાં આવી છે.

NHSRCLએ એજન્સી છે જેને મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતનો પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી આ સંસ્થાએ ઘણા પ્રોજેક્ટ જેવા કે રેલવે ટ્રેક, પુલ, ટનલ, સ્ટેશન અને ડેપો સફળાપૂર્વક પાર પાડ્યા છે.

આ  પણ વાંચો : સુરતના ડાયમંડ બુર્સમાં દુબઈના 10 રોકાણકારોએ ઓફિસ ખરીદવા રસ દાખવ્યો

આ પણ વાંચો : ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો પર પ્રથમ અઢી કલાકમાં સરેરાશ 13 ટકા મતદાન

g clip-path="url(#clip0_868_265)">