AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, નવા 31 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 07 મેના રોજ કોરોનાના નવા 31 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 500ની અંદર આવી છે. એક્ટિવ કેસની સંખ્યા 496એ પહોંચી છે.જ્યારે કોરોના રિકવરી રેટ 99.10 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 107 દર્દી સાજા થયા છે. 

Breaking News : ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, નવા 31 કેસ નોંધાયા
Gujarat Corona Update
| Updated on: May 07, 2023 | 7:19 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 07 મેના રોજ કોરોનાના નવા 31 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 500ની અંદર આવી છે. એક્ટિવ કેસની સંખ્યા 496એ પહોંચી છે.જેમાં અમદાવાદમાં 08, વડોદરામાં 06, વલસાડમાં 05, સુરતમાં 04, મહેસાણામાં 02, સુરત ગ્રામ્યમાં 02, આણંદમાં 01, ભરૂચમાં 01, સાબરકાંઠામાં 01 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.10 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 107 દર્દી સાજા થયા છે.

WHOએ કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની યાદીમાંથી હટાવી દીધો

આ દરમ્યાન  છેલ્લા ત્રણ વર્ષથી કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ ખતરનાક ચેપને કારણે કરોડો લોકોના મોત પણ થયા છે. કોવિડ 19 ના વિવિધ પ્રકારોને કારણે, આ ચેપ ખૂબ જ ખતરનાક બની ગયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક ખતરો અને રોગચાળો જાહેર કર્યો હતો. હવે આ રોગચાળાને લઈને એક રાહતના સમાચાર છે. WHOએ કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની યાદીમાંથી હટાવી દીધો છે. સરળ શબ્દોમાં કહીએ તો, કોરોના રોગ હવે વૈશ્વિક કટોકટી નથી.

વાયરસને લઈને સાવધ રહેવાની જરૂર છે

જો કે WHOએ હજુ સુધી આ રોગચાળાના અંતની જાહેરાત કરી નથી, પરંતુ તેણે સ્વીકાર્યું છે કે હવે કોવિડને કારણે કોઈ કટોકટીની સ્થિતિ નથી. એટલે કે, આ રોગ રહેશે, પરંતુ તેના કારણે મૃત્યુનો કોઈ ભય નથી. એટલે કે, હવે કોવિડને આંતરરાષ્ટ્રીય સ્તરે તે જ જોખમ નથી, જે પહેલા હતું, જોકે હજી પણ વાયરસને લઈને સાવધ રહેવાની જરૂર છે.

જાન્યુઆરી 2020 માં, WHO એ કોરોનાને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી. તે દરમિયાન તમામ દેશોને આ રોગથી બચવા અને તેના સંક્રમણને રોકવા માટે કહેવામાં આવ્યું હતું. WHOમાં સામેલ તમામ 196 દેશોએ કોવિડથી બચવાના માર્ગદર્શિકાનું પાલન કરવું પડ્યું હતું. જો કે, હવે તેને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે સમાપ્ત માનવામાં આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">