AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સગીરા 9 વર્ષ પહેલાં હવસનો શિકાર બની,પાડોશી વૃદ્ધ અને મામાના દીકરા વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

Harin Matravadia
| Edited By: | Updated on: Jul 28, 2023 | 5:20 PM
Share

સગીરા છેલ્લા થોડા સમયથી ઘરમાં ગુમસુમ રહેતી હોવાથી પરિવારને સગીરા સાથે કઈક અજુગતું થયું હોવાની શંકા ગઈ હતી. પરિવારે સગીરાને પૂછતા કઈ પણ બન્યું નહિ હોવાનું સગીરા જણાવતી હતી. આમ છતાં પરિવારે સગીરાનું કાઉન્સિલિંગ કર્યું અને સગીરાએ તેની સાથે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ જણાવી હતી.

Ahmedabad : અમદાવાદ શહેરમાં ફરી એક વખત સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરા પર પાડોશી વૃદ્ધ વ્યક્તિ તેમજ સગીરાના મામાના દીકરાએ બળાત્કાર(Rape) ગુજાર્યો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે સમયે સગીરા હવસમાં પીંખાતી હતી તે સમયે તેને તેની સાથે શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ ન હતો પરંતુ તે થોડી મોટી થતા તેને ખ્યાલ આવ્યો અને ભૂતકાળમાં થયેલી તેમની સાથેની હરકતો પણ યાદ આવતા સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી અને પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

સગીરાની ઉંમર ખૂબ જ નાની હોવાથી તેની સાથે શું હરકતો થઈ રહી છે તેનો અંદાજ તેને ના હતો

સંબંધોને શર્મસાર કરતા આ કિસ્સાની વાત છે શહેરના મણીનગર વિસ્તારની. આ વિસ્તારમાં એક માસુમ ફૂલ જેવી સગીરા કે જેને હસવા રમવાની ઉંમર હતી ત્યારે તે હવસનો શિકાર બની ગઈ. આ સગીરાના પાડોશમાં જ રહેતા એક વૃદ્ધ વ્યક્તિ સગીરાને તેનાં ઘરે રમવા માટે અવારનવાર બોલાવતા હતા. આ વ્રુધ્ધ પોતાના દીકરાના નાના દીકરા સાથે રમવાના બહાને ઘરે બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. જોકે સગીરાની ઉંમર ખૂબ જ નાની હોવાથી તેની સાથે શું હરકતો થઈ રહી છે તેનો અંદાજ તેને ના હતો.

સગીરાના મામાના દીકરાની ધરપકડ કરી

બીજી તરફ આ સગીરા જ્યારે તેના મામાના ઘરે રોકવા જતી હતી ત્યારે મામાનો દીકરો પણ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાનું સામે આવ્યું. જોકે સગીરા જ્યારે થોડીક મોટી થઈ અને તેને ખ્યાલ આવ્યો ત્યારે તેને ભૂતકાળમાં થયેલી તેમની સાથેનું વર્તન તેના માતા પિતાને જણાવ્યું અને પરિવાર દ્વારા મણિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે પણ ફરિયાદને આધારે સગીરાના મામાના દીકરાની ધરપકડ કરી છે.

સગીરા ગુડ ટચ બેડ ટચ કોને કહેવાય અને શું હોય તેને સમજતી થઈ હતી

વર્ષ 2014 માં સગીરા જ્યારે ધોરણ 4,5,6 માં અભ્યાસ કરતી હતી એટલેકે તે સમયે તેની ઉમર 9,10 અને 11 વર્ષની હતી તે સમયે સગીરા હવસનો શિકાર બની હતી. વર્ષ 2014 થી 2016 સુધી સગીરા પાડોશી વૃદ્ધ અને મામાના દીકરાએ પોતાના હવસનો શિકાર બનાવી હતી. સગીરા જ્યારે થોડી મોટી ઉમરની થઈ એટલેકે સગીરાએ ધોરણ 12 ની પરીક્ષા આપી ઘરે બેઠી હતી ત્યારે તેને ભૂતકાળમાં બનેલી ઘટનાઓ યાદ આવી હતી. તે સમયે સગીરા ગુડ ટચ બેડ ટચ કોને કહેવાય અને શું હોય તેને સમજતી થઈ હતી.

સગીરા છેલ્લા થોડા સમયથી ઘરમાં ગુમસુમ રહેતી હોવાથી પરિવારને સગીરા સાથે કઈક અજુગતું થયું હોવાની શંકા ગઈ હતી. પરિવારે સગીરાને પૂછતા કઈ પણ બન્યું નહિ હોવાનું સગીરા જણાવતી હતી. આમ છતાં પરિવારે સગીરાનું કાઉન્સિલિંગ કર્યું અને સગીરાએ તેની સાથે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ જણાવી હતી.

વર્ષ 2014 થી 16 માં સગીરા હવસનો શિકાર બની અને આશરે 9 વર્ષ બાદ સગીરાને સમગ્ર ઘટનાની સમજણ આવતા આખરે મણીનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે મામાના દીકરાની ધરપકડ કરી છે અને વૃદ્ધની મેડિકલ સારવાર ચાલી રહી હોવાથી સ્વસ્થ થતાં તેની ધરપકડ કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">