Ahmedabad : મેટ્રો રેલના ફેસ 1 ની ટાઈમ લાઇનને લઇને કામગીરી પૂરજોશમાં, જાણો સમગ્ર વિગત

|

May 23, 2022 | 7:42 AM

વર્ષ 2014માં સમગ્ર પ્રોજેકટની(Metro Project) રૂપરેખા તૈયાર થયા બાદ 2018માં કામગીરી પૂર્ણ કરવાની ટાઇમલાઈન હતી, જોકે તે ન થતા હવે ઓગસ્ટ 2022 નવી ટાઈમ લાઈન જાહેર કરી છે.

Ahmedabad : મેટ્રો રેલના ફેસ 1 ની ટાઈમ લાઇનને લઇને કામગીરી પૂરજોશમાં, જાણો સમગ્ર વિગત
Metro Project

Follow us on

Ahmedabad Metro :અમદાવાદ શહેરને પરિવહન ક્ષેત્ર સુવિધા આપવા માટે રાજય સરકાર દ્વારા મેટ્રો પ્રોજેકટ (Metro Project) લાવવામાં આવ્યો છે. આ મેટ્રો પ્રોજેકટની શરૂઆત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક 6 કિલો મીટરના રૂટમાં 4 માર્ચ 2019 પહેલી ટ્રેનની શરૂઆત કરી હતી. જે બાદ મેટ્રો ટ્રેન પ્રોજેકટની કામગીરી પુરજોશ આગળ વધી રહી છે. ત્યારે આગામી ઓગસ્ટ મહિનામાં આજ ફેસ 1 ના તમામ રૂટ પર અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થાય તે માટે મેટ્રો રેલ પ્રોજેકટ તંત્ર કામમાં જોતરાયુ છે.

ઓગસ્ટ 2022 નવી ટાઈમ લાઈન જાહેર કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, 2014માં સમગ્ર પ્રોજેકટની રૂપરેખા તૈયાર થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવી. જેમાં 2018માં કામગીરી પૂર્ણ કરવાની ટાઇમલાઈન હતી. જોકે તે ન થતા હવે ઓગસ્ટ 2022 નવી ટાઈમ લાઈન જાહેર કરી છે. તો બીજા ફેસની કામગીરી 2023માં પૂર્ણ થશે તેવુ કહેવામાં આવી રહ્યું છે. જે પ્રોજેક્ટનો ખર્ચ પહેલા 9 હજાર કરોડ હતો જે હવે વધીને 10773 કરોડ પર પહોંચ્યો છે. એટલે કે ખર્ચમાં 1773 કરોડનો વધારો થયો છે. જેમાં 1990 કરોડ કેન્દ્ર સરકાર અને 1990 કરોડ રાજ્ય સરકાર આપશે. જ્યારે 6793 કરોડ લોન મારફતે અને અન્ય માધ્યમે સેટલ કર્યા.

જે મેટ્રો રેલ પ્રોજેકટ (Metro Rail Project)  સંપૂર્ણ શરૂ થયે ચૂકવવાનું શરૂ કરાશે. જોકે તમને જાણી ને નવાઈ લાગશે કે મેટ્રો રેલના કોરિડોરમાં (Metro Corridor)  કુલ 32 સ્ટેશન છે જેમાં 50 ટકા સ્ટેશન પાસે પાર્કિંગ સુવિધા પણ નથી. જેના કારણે લોકો માટે પાર્કિંગ સમસ્યા સર્જાઈ શકે છે. જોકે તેનો ઉપાય પણ મેટ્રો શોધી રહ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અમદાવાદમાં (Ahmedabad) મેટ્રો ટ્રેન પ્રોજેકટ ની વાત કરીએ તો 40 કિલો મીટરનો રૂટ છે. જેમાં વસ્ત્રાલથી એપરલ પાર્કના 6 કિલો મીટર રૂટ પર 6 સ્ટેશન સાથે હાલ મેટ્રો ટ્રેન તે રૂટ પર દોડી રહી છે, તો અન્ય 34 કિલો મીટર રૂટ પર 26 સ્ટેશન ની કામગીરી ચાલુ છે. જેમાં એપરલ પાર્કથી શાહપુર સુધી અંડર ગ્રાન્ડ ટનલનું પણ કામ પૂરું થવાના આરે છે. જે તમામ કામ ઓગસ્ટ મહિના સુધી પૂર્ણ કરી પુરા રૂટ પર મેટ્રો ટ્રેન દોડાવવાનો નીર્ધાર નક્કી કરાયો છે. જેમાં આશ્રમ રોડ પર આવેલ જૂની હાઇકોર્ટ પાસે બનાવેલ સ્ટેશન ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.કારણ કે, ત્યાં નીચે સામાન્ય રેલવે સ્ટેશન પર શાહપુર થી આવતી ટ્રેન રોકાશે,જ્યારે ઉપરના સ્ટેશન પર શ્રેયસ રૂટ પરથી આવતી મેટ્રો ટ્રેન રોકાઈ વાડજ થઈ મોટેરા તરફ આગળ વધશે.

Next Article