Ahmedabad : તીસ્તા સેતલવાડ અને શ્રી કુમારના કોર્ટેએ એક જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કર્યા

|

Jun 26, 2022 | 8:12 PM

પૂર્વ IPS શ્રી કુમાર અને તીસ્તા સેતલવાડ((Teesta Setalvad) પર આક્ષેપ છે કે બંને તપાસમાં સહકાર આપી રહ્યા નથી.તીસ્તા પર અલગ-અલગ જગ્યા પર ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ છે. તેમજ ખોટા દસ્તાવેજો રજૂ કરી અલગ-અલગ કમિશનમાં આપવાનો આરોપ છે

Ahmedabad : તીસ્તા સેતલવાડ અને શ્રી કુમારના કોર્ટેએ એક જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કર્યા
Shri Kumar And Teesta Setalvad
Image Credit source: File Image

Follow us on

તીસ્તા સેતલવાડ (Teesta Setalvad) વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં મેટ્રો કોર્ટેએ તીસ્તા સેતલવાડ અને શ્રી કુમારના એક જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કરાયા છે. જેમાં પૂર્વ IPS શ્રી કુમાર અને તીસ્તા સેતલવાડ પર આક્ષેપ છે કે બંને તપાસમાં સહકાર આપી રહ્યા નથી.તીસ્તા પર અલગ-અલગ જગ્યા પર ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ છે. તેમજ ખોટા દસ્તાવેજો રજૂ કરી અલગ-અલગ કમિશનમાં આપવાનો આરોપ છે.. આ સાથે NGO મારફતે વિદેશી ભંડોળ મેળવવાનો પણ આરોપ છે..

તો મેટ્રો કોર્ટમાં સરકારી વકીલ અને તીસ્તાના વકીલે શું દલિલ કરી તેના પર નજર કરીએ તો. તીસ્તાએ કહ્યું કે હું ગુનેગાર નથી કે ભાગી પણ ન હતી છતાં નોટિસ આપ્યા વગર મારી ધરપકડ કરવામાં આવી છે. તેમજ હું સહકાર નથી આપતી તે વાત ખોટી છે હું હંમેશા સવાલોના જવાબ આપવા હાજર રહું છું. તીસ્તાના વકીલે જણાવ્યું કે, આ કેસમાં ફરી તપાસ કરવાની જરૂર નથી.

જેની સામે સરકારી વકીલ મિતેશ અમીને દલીલો કરી હતી કે, 14 દિવસના રિમાન્ડ આરોપીઓને આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટના જજમેન્ટને આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ તીસ્તાએ જે સોગંદનામા રજૂ કર્યા છે તેમાં રેપ અને લૂંટ થયાની રજૂઆત કરી હતી. તે રજૂઆત કોના કહેવાથી કરાઈ હતી ? માટે કસ્ટોડીયલ તપાસની જરૂર છે. સરકારી વકીલે જણાવ્યું કે કસ્ટોડીયલ તપાસ એટલા માટે પણ જરૂરી છે કેમકે તીસ્તાએ સુપ્રીમકોર્ટમાં ખોટા સોગંદનામા રજૂ કર્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ ઉપરાંત તીસ્તા સેતલવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ  SIT બનાવી છે. ATSના DIG દિપેન ભદ્રનનાનેતૃત્વમાં SITની રચના કરાઇ છે. આજે તીસ્તા સેતલવાડ અને પૂર્વ IPS શ્રી કુમારને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. તીસ્તા સેતલવાડ અને સાગરીતો દ્વારા અલગ અલગ જગ્યા પર ખોટા દસ્તાવજો રજૂ કરવામાં આવ્યા છે.

તીસ્તા સેતલવાડ પર ખોટા દસ્તાવેજો રજુ કરી અલગ અલગ કમિશનમાં આપવાનો આરોપ છે. તીસ્તા સામે કાયદાકીય પ્રવુત્તીને બદનામ કરવાનો પણ આરોપ છે. તીસ્તા સેતલવાડ એનજીઓ મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચે તીસ્તા સામે ફરિયાદ દાખલ કરી હતી.

 

Published On - 7:53 pm, Sun, 26 June 22

Next Article