Ahmedabad: ટ્રાફિકના નિયમો તોડ્યા તો ઘરે આવ્યો મેમો, હવે RTOમાં દંડ ભરવા લાગી કતારો
ટ્રાફિક વિભાગે નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા માટે ડ્રાઇવ હાથ ધરી છે. જેમાં રોંગ સાઇડમાં જનારા, ઓવર સ્પીડ ચાલક, નશામાં ધૂત ચાલક સહિતનાને પકડવા અને દંડ ફટકારવાની કામગીરી શરુ કરવામાં આવી છે. અન્ય રીતે ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓને પણ ટ્રાફિક વિભાગે ઝડપી દંડ ફટકાર્યો છે. જેના પગલે હવે RTOમાં દંડ ભરવા આવતા લોકોની ભીડ વધી છે.
Ahmedabad: અમદાવાદના ઇસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ટ્રાફિક વિભાગ (Traffic Department) એક્શનમાં આવ્યું છે. ટ્રાફિક વિભાગે નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા માટે ડ્રાઇવ હાથ ધરી છે. જેમાં રોંગ સાઇડમાં જનારા, ઓવર સ્પીડ ચાલક, નશામાં ધૂત ચાલક સહિતનાને પકડવા અને દંડ ફટકારવાની કામગીરી શરુ કરવામાં આવી છે. અન્ય રીતે ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓને પણ ટ્રાફિક વિભાગે ઝડપી દંડ ફટકાર્યો છે. જેના પગલે હવે RTOમાં દંડ ભરવા આવતા લોકોની ભીડ વધી છે.
રજા પાડીને આવતા લોકોને ખાવા પડી રહ્યા છે ધક્કા
અમદાવાદ RTOમાં નિયમ ભંગ કરનારાઓ અને વાહન ડિટેઇન થનારાઓ પોતાના દંડની રકમ ભરવા પહોંચી રહ્યા છે. અમદાવાદ RTOમાં વહેલી સવારથી જ દંડ ભરવા આવતા લોકોની લાંબી કતાર લાગે છે. જેના કારણે કોઈને દંડ ભરવા બે કે 3 દિવસ ધક્કો પણ ખાવો પડે છે. RTOમાં દંડ ભરવા આવતા લોકોને વેઇટિંગ માટે અપાતી ટોકન પૂર્ણ થતાં ધક્કા થાય છે. તો કેટલાક લોકો દસ્તાવેજના અભાવે પણ ધક્કો ખાતા જોવા મળે છે.
લોકોએ વેઇટિંગ ટોકન વધારવા કરી માગ
લોકોના આક્ષેપ છે કે સિસ્ટમના કારણે અનેક લોકો હેરાન થઈ રહ્યા છે. જેના કારણે લોકોએ ટોકન વધારવા માગ કરી છે. જેથી તેઓએ ધક્કા ખાવા ન પડે. નોકરી કરતા લોકોને દંડ ભરવા આવવા માટે નોકરીમાં રજા પાડવી પડતી હોય છે. રજા પાડ્યા બાદ પણ લોકોને ધક્કો ખાવો પડે છે. જેથી લોકો હવે હાલાકી ન પડે તેના પર ધ્યાન આપવા તંત્રને અપીલ કરી રહ્યા છે.
યોગ્ય વ્યવસ્થા ગોઠવી હોવાનો RTO અધિકારીનો દાવો
બીજી તરફ RTO અધિકારીએ કતારોને પહોંચવા આયોજન કર્યાનું નિવેદન આપ્યું હતુ. અધિકારીએ જણાવ્યું કે RTOમાં પહેલા એક ટેબલ હતું, તેના બદલે 3 ટેબલ મુકવામાં આવ્યા છે. જ્યારે પહેલા દરરોજ 50 થી 60 લોકો આવતા ત્યાં 120 ઉપર લોકોને ટોકન અપાઇ રહ્યાનું પણ અધિકારીએ નિવેદન આપ્યુ છે. તો લોકોને હાલાકી ન પડે તે રીતે કામ કરવામાં આવતું હોવાની અધિકારીએ ખાતરી આપી હતી.
RTO અધિકારીની વાત માનીએ તો દરરોજ 100થી વધુ લોકો દંડ ભરવા આવે છે. જેના કારણે એક સપ્તાહમાં 700 થી લઈને 1000 સુધી લોકોએ દંડ ભર્યાનો અંદાજ છે. અક સપ્તાહમાં 4 લાખ રુપિયાથી વધુ દંડ લોકોએ ભર્યાનો અંદાજ છે. આ આવકની સીધી અસર સરકારી તિજોરીને જોવા મળી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો