Ahmedabad: મંહતે લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ, પોલીસે મહંતની ધરપકડ કરી

મંહત નરેશ દાસ છેલ્લા અઢી વર્ષ એટલે કે તે યુવતી માઈનોર હતી ત્યારથી તેને હવસનો ભોગ બનાવતો હતો. જોકે પરિવારની બદનામી ન થાય તે માટે યુવતીએ આ વાત કોઈને કરી ન હતી, પરંતુ મહંતનો ત્રાસ વધતાં આખરે યુવતીએ ફરિયાદ નોંધાવી છે

Ahmedabad: મંહતે લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ, પોલીસે મહંતની ધરપકડ કરી
શાહિબાગ પોલીસે ગુનો નોંધી વધુ મહંતની ધરપકડ કરી છે.
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Feb 27, 2022 | 6:42 PM

અમદાવાદ (Ahmedabad) માં એક મંહતે લગ્નની લાલચ આપી સગીરા (Minor) સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. છેલ્લા અઢી વર્ષથી મહંત સગીરા ને હવસનો ભોગ બનાવતો હોવાનો ખુલાસો ફરિયાદમાં થયો છે..જેના આધારે શાહિબાગ પોલીસ (police) એ ગુનો નોંધી વધુ મહંતની ધરપકડ કરી છે.

શાહિબાગ પોલીસે ઝડપી પાડેલા મંહતનુ નામ નરેશ દાસ છે. જે અસારવા વિસ્તારમાં આવેલા કબિર મંદિરના મંહત તરિકે સેવા આપતા હતા. પરંતુ હવે તેની બળાત્કારી તરીકે ધરપકડ કરવામા આવી છે. શાહિબાગ પોલીસ મથકે 20 વર્ષીય નેપાળી યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, મંહત નરેશ દાસ છેલ્લા અઢી વર્ષ એટલે કે તે માઈનોર હતી ત્યાર થી તેની હવસ નો ભોગ બનાવતો હતો. જોકે પરિવાર ની બદનામી ન થાય. તે માટે આ વાત કોઈને કરી નહતી. પરંતુ મહંતનો ત્રાસ વધતા આખરે યુવતી સામે આવી અને પોક્સો ની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.

ફરિયાદીના આક્ષેપ મુજબ વર્ષ 2019 માં સગીરા અમદાવાદમાં આરોપી નરેશ દાસના ભાણા લલ્લન સાથે રહી નોકરીની શોધખોળ કરતી હતી.. તે સમયે આરોપીએ લલ્લન. સાથે લગ્નની લાલચ આપી, સાથે જ નોકરી અપાવવા નો વચન આપી, તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં સગીરા નેપાળ પોતાના પરિવાર પાસે જતી રહી હતી. જોકે થોડા સમય બાદ તે પરત અમદાવાદ આવતા હવસખોર નરેશ ફરી વખત તેના સંપર્કમાં આવ્યો. અને અવારનવાર તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. જેથી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી બળાત્કારી મહંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અસારવા વિસ્તારના કબીર મંદિરના મહંતની કાળી કરતૂતો જ્યારે સામે આવી ત્યારે, ટોળાએ તેને માર માર્યો હતો. જે અંગે શાહીબાગ પોલીસે એનસી ફરિયાદ લઈને કાર્યવાહી શરૂ કરી હતી. જોકે પોલીસ તપાસમાં માર ખાનાર મહંત બળાત્કારનો આરોપી હોવાનું સામે આવતા, પોલીસે તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ પૂરતા પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Bhavnagar: સાબરમતી-ભાવનગર બ્રોડગેજનું કામ પૂર્ણ થયું પણ ટ્રેનો ક્યારે શરૂ થશે? જાણો સાંસદ ભારતીબહેન શું કહે છે

આ પણ વાંચોઃ Ahmedabad : સાબરમતીના બંને કાંઠે કોર્પોરેશન દ્વારા સ્પોર્ટ સંકુલનું નિર્માણ, જાણો સ્પોર્ટ સંકુલની વિશેષતા

g clip-path="url(#clip0_868_265)">