Ahmedabad: અસારવા અને કોટા વચ્ચે દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ નવી રેલ સેવાનો પ્રારંભ

Ahmedabad: રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને કોટાની વચ્ચે દ્વિસાપ્તાહિક એક્સપ્રેસ નવી રેલ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે. આ ટ્રેનની વિગતો અહીં વાંચો.

Ahmedabad: અસારવા અને કોટા વચ્ચે દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ નવી રેલ સેવાનો પ્રારંભ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 02, 2023 | 8:51 PM

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને કોટાની વચ્ચે દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ નવી રેલ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે. આ ટ્રેનની વિગતો આ મુજબ છે.

  1. ટ્રેન નંબર 19821 અસારવા-કોટા દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 04.03.2023 થી દર શનિવાર અને બુધવારથી અસારવાથી 09.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 20.40 કલાકે કોટા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 19822, કોટા-અસારવા દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ 03.03.2023 થી દર શુક્રવાર અને મંગળવારે કોટાથી 18.45 કલાકે રવાના થશે અને બીજા દિવસે 06.00 કલાકે અસારવા પહોંચશે.
  2. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન સરદારગ્રામ, નાંદોલ દહેગામ, હિંમતનગર, રાયગઢ રોડ, લુસાડિયા, ડુંગરપુર, જેસમંદ રોડ, જાવર, ઉદયપુર, રાણાપ્રતાપનગર, માવલી, ફતેહનગર, કપાસણ, ચંદેરિયા, બસ્સી બેરીસલ, પરસોલી, માંડલગઢ અને બુંદી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
  3. ટ્રેન નંબર 19821નું બુકિંગ 03 માર્ચ 2023થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોની સંચાલન સમય, સ્થિરતા અને માળખુંને સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફર www.enquiry.indianrail.gov.in પર તમે જઈને જોઈ શકો છો.

આ પણ વાંચો: Ahmedabad: હોળીના તહેવારને ધ્યાને રાખી રેલવે વિભાગ દોડવાશે સ્પેશ્યિલ ટ્રેન, વતન જવા માગતા મુસાફરોને થશે ફાયદો

આ તરફ અમદાવાદથી રાજસ્થાનને જોડતી અસારવાથી જયપુર નવી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ચાલુ થઈ છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા-જયપુર અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નવી રેલ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે. મંડળ રેલવે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા મુજબ આ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે.

  1. ટ્રેન નંબર 12982, અસારવા-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 04.03.2023 થી દરરોજ અસારવાથી 18.45 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 07.35 વાગ્યે જયપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 12981, જયપુર-અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 03.03.23 થી દરરોજ જયપુરથી 19.35 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 08.50 વાગ્યે અસારવા પહોંચશે.
  2. Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
    Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
    અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
    Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
    Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
    Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
  3. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન સરદાર ગ્રામ, નાંદોલ દહેગામ, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, જાવર, ઉદયપુર શહેર, રાણાપ્રતાપનગર, માવલી જં., ચંદેરિયા, ભીલવાડા, નસીરાબાદ, અજમેર, કિશનગઢ અને ફુલેરા સ્ટેશનો પર રોકાશે આ ટ્રેનમાં પ્રથમ એ.સી સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે.
  4. ટ્રેન નંબર 12982 નું બુકિંગ 03 માર્ચ, 2023 થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી ની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનો ની સંચાલન સમય, સ્થિરતા અને માળખું ને સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફર www.enquiry.indianrail.gov.in પર તમે જઈને જોઈ શકો છો.

g clip-path="url(#clip0_868_265)">