Gandhinagar : કલોલ તાલુકા પંચાયતના 3 સભ્યોનું પોલીસે અપહરણ કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ, શક્તિસિંહે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી

Gandhinagar : કલોલ તાલુકા પંચાયતના 3 સભ્યોનું પોલીસે અપહરણ કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ, શક્તિસિંહે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 12:13 PM

કોંગ્રેસના તાલુકા પંચાયતના 3 સભ્યોનું પોલીસે અપહરણ કર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ધર્મિષ્ઠા પટેલ, નરેન્દ્ર વાઘેલા અને કનુ ચાવડા મતદાન કરવા માટે ગ્રામ ભારતીથી કલોલ તાલુકા પંચાયત જઈ રહ્યા હતા.  આ દરમિયાન રસ્તામાં જ તેમની બસ રોકી અને ત્રણેય સભ્યોને બસમાંથી ઉતારીને પોલીસ બળજબરી લઈ ગઈ છે.

 Gandhinagar : કલોલ તાલુકા પંચાયતની (Kalol Taluka Panchayat) આજે ચૂંટણી (election) યોજાય તે પહેલા જ કોંગ્રેસે મોટો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના તાલુકા પંચાયતના 3 સભ્યોનું પોલીસે અપહરણ કર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ધર્મિષ્ઠા પટેલ, નરેન્દ્ર વાઘેલા અને કનુ ચાવડા મતદાન કરવા માટે ગ્રામ ભારતીથી કલોલ તાલુકા પંચાયત જઈ રહ્યા હતા.  આ દરમિયાન રસ્તામાં જ તેમની બસ રોકી અને ત્રણેય સભ્યોને બસમાંથી ઉતારીને પોલીસ બળજબરી લઈ ગઈ છે.

આ પણ વાંચો-Breaking News : સુરતના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર IT વિભાગના દરોડા, 100થી વધુ અધિકારી ઓપરેશનમાં જોડાયા

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે આક્ષેપ કર્યો કે લોકશાહીનું ખૂન થયું છે. સરકાર હલકી કક્ષાનું રાજકારણ કરી રહી છે. શક્તિસિંહે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે અને જરૂર પડ્યે રાષ્ટ્રપતિને પણ આવેદન આપવાની વાત કરી છે.

તો બીજીતરફ અમિત ચાવડાએ પણ ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે ડબલ એન્જિન સરકાર લોકશાહી ખતમ કરવા સરમુખત્યારશાહી કરી રહી છે. સરકાર સત્તા પચાવી પાડવા પોલીસનો દૂરુપયોગ કરી રહી છે. તો આતરફ કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ ધુળાજી ઠાકોરે પણ સભ્યોના અપહરણનો આક્ષેપ કર્યો.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">