Ahmedabad: ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે જૂથ અથડામણ

|

Sep 17, 2022 | 12:49 PM

આ જૂથ અથડામણની જાણ થતા પોલીસ કંટ્રોલમાં મેસેજ મળતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરીને પથ્થરમારો કરનારા તત્વો સામે તપાસ હાથ ધરી હતી.

Ahmedabad: ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે જૂથ અથડામણ

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરના ગુલબાઈ ટેકરા (Gulbai tekra) પાસે મોડી રાત્રે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો બનવા પામ્યો હતો. જાદુઈ મ્યુઝિક શો જોવા માટે એકઠા થયેલા લોકોના ટોળાઓમાં છેડતી અંગે બબાલ થતા બંને જૂથો સામસામે આવી ગયા હતા અને બંને વચ્ચે પથ્થર મારાની ઘટના બની હતી. આ જૂથ અથડામણની જાણ થતા પોલીસ કંટ્રોલમાં મેસેજ મળતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.

પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરીને પથ્થરમારો કરનારા તત્વો સામે તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ  ઘટનામાં મોડી રાત્રે  મ્યુઝિક શો જોવા એકત્ર થયેલા લોકોમાંથી કોઇએ છેડતી કરતા બોલાચાલી થઈ હતી અને આ ઘટનામાં વાત મારા મારી અને પથ્થર મારા સુધી પહોંચી  હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

રાણીપમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત

અમદાવાદના રાણીપ વિસ્તારમાં દોઢ વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો હતો. મહિલા કોન્સ્ટેબલે પતિ સાથે કંકાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. રાણીપમાં જુના સ્વામિનારાયણ વાસમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવના ડાભીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ભાવના ડાભી 2016માં LRD તરીકે ભરતી થયા હતા, જ્યારે હાલમાં શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા.

દોઢ વર્ષ પહેલા જ ભાવના ડાભી લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશ ડાભી સાથે થયા હતા. દોઢ વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે ઘરકંકાસ ચાલતો હતો. જેનાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્તિ કરી છે. જો કે પોલીસને આપઘાત અંગે કોઈ અંતિમ ચિઠ્ઠી મળી નથી. હાલ રાણીપ પોલીસે બંને પતિ પત્ની વચ્ચે કયા કારણસર કંકાસ ચાલી રહ્યો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Next Article