AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા 80 ભુમાફિયાઓ સામે ફોજદારી કાર્યવાહી, 1,606 કરોડની જમીન મુક્ત કરાવાઈ

Ahmedabad: ગુજરાત રાજ્યમાં જ્યારથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act) અમલમાં લાવવામાં આવ્યો છે, ત્યારથી જ સરકારી તેમજ ખાનગી જમીન જે વર્ષોથી ભુમાફિયાઓના ચંગુલમાં હતી, તેને મુક્ત કરાવવામાં રાજ્યના વહીવટી વિભાગને સફળતા મળી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગે પણ આવા ભુમાફિયાઓ સામે લાલ આંખ કરીને કાર્યવાહી કરી છે. અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગની લેન્ડ […]

Ahmedabad: લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા 80 ભુમાફિયાઓ સામે ફોજદારી કાર્યવાહી, 1,606 કરોડની જમીન મુક્ત કરાવાઈ
લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા 80 ભુમાફિયાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી
Pratik jadav
| Edited By: | Updated on: Jun 18, 2021 | 9:52 PM
Share

Ahmedabad: ગુજરાત રાજ્યમાં જ્યારથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act) અમલમાં લાવવામાં આવ્યો છે, ત્યારથી જ સરકારી તેમજ ખાનગી જમીન જે વર્ષોથી ભુમાફિયાઓના ચંગુલમાં હતી, તેને મુક્ત કરાવવામાં રાજ્યના વહીવટી વિભાગને સફળતા મળી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગે પણ આવા ભુમાફિયાઓ સામે લાલ આંખ કરીને કાર્યવાહી કરી છે. અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગની લેન્ડ ગ્રેબિંગ એકટની કમિટી દ્વારા અમદાવાદ જિલ્લામાંથી આવેલ વિવિધ લેન્ડ ગ્રેબિંગની અરજીઓનો નિકાલ લાવ્યા છે.

આ લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા વર્ષ 2021માં જિલ્લાના 80 ભુમાફિયાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અમદાવાદ જિલ્લા અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 19 FIR કરવામાં આવી, જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની 1,606.14 કરોડની કુલ 5,66,659 ચોરસ મીટર જમીન ભુમાફિયાઓના ચંગુલમાંથી મુક્ત કરાવાઈ છે.

જિલ્લા કલેકટર સંદીપ સાગલેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જાન્યુઆરી મહિનામાં 5 કેસ, માર્ચ મહિનામાં 3 કેસ અને મે મહિનામાં 8 કેસ અને જૂન મહિનામાં વધુ 3 કેસ કરીને FIR નોંધવામાં આવી છે. 2021માં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધવામાં આવેલા 19 કિસ્સાઓમાં 11 સરકારી જમીન અને 8 ખાનગી માલિકીની જમીનને ભુમાફિયાઓના ચંગુલમાંથી મુક્ત કરાવવામાં આવી છે. આવા ખાનગી માલિકીની જમીનના કિસ્સામાં 28 ભુમાફિયા અને સરકારી માલિકીની જમીનના કિસ્સાઓમાં 52 ભુમાફિયા સામે વહીવટી વિભાગો દ્વારા ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે.

1,119.07 કરોડની ખાનગી માલિકીની 2,98,695 ચો.મી જમીન અને 487.07 કરોડની 2,68,964 ચો.મી સરકારી જમીન ખાલી કરાવવા કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા અમદાવાદ જિલ્લાના ભુમાફિયાઓ સામે કાર્યવાહી કરીને ભુમાફિયાઓને સીધી ચેતવણી આપી છે કે સરકારી હોય કે ખાનગી માલિકીની જમીન જો કોઈ ભુમાફિયા દ્વારા ગેરકાયદે રીતે જમીન પર કબજો કરવામાં આવશે તો આવા ભુમાફિયાઓને બક્ષવામાં આવશે નહીં.

મહત્વનું છે કે જમીન પચાવી પાડવાના પ્રતિબંધના કાયદા 2020 અંતર્ગત કાયદેસરની બીજાની માલિકીની જમીન, મિલકત બળજબરીથી, આર્થિક ઉપાર્જન મેળવવા, કપટ કરી, ફ્રોડ કરી, ધાક ધમકી આપી એટલે કે ગેરકાયદે રીતે પચાવી પાડનાર વ્યક્તિ સામે ફોજદારી પગલાં લેવાની તેમજ ગુનો સાબિત થાય તો ઓછામાં ઓછી 10થી 14 વર્ષ જેલની સજાની જોગવાઈ પણ છે.

આ પણ વાંચો: Gujarat Covid19 Update : રાજ્યમાં કોવીડ-19ના નવા 262 કેસ, 5 દર્દીઓના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 7230 થયા

g clip-path="url(#clip0_868_265)">