AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Covid19 Update : રાજ્યમાં કોવીડ-19ના નવા 262 કેસ, 5 દર્દીઓના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 7230 થયા

Gujarat Covid19 Update : રાજ્યમાં આજે 18 જૂનના રોજ 726 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્ય સુધીમાં કુલ 8,04,668 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

Gujarat Covid19 Update : રાજ્યમાં કોવીડ-19ના નવા 262 કેસ, 5 દર્દીઓના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 7230 થયા
રચનાત્મક તસ્વીર
| Updated on: Jun 18, 2021 | 9:18 PM
Share

Gujarat Covid19 Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 17 જૂનના રોજ 300 થી ઓછા કોરોનાના નવા કેસો નોંધાયા હતા. તો આજે 18 જૂનના રોજ પણ કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં 17 જૂન કરતા પણ ઘટાડો થયો છે.

262 નવા કેસ, 5 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 18 જૂનના રોજ કોરોનાના નવા 262 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,21,921 થઇ છે અને મૃત્યુઆંક 10,૦23 થયો છે.

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, સુરત જિલ્લામાં 1, વડોદરા જિલ્લામાં 1, અને જામનગર જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

સુરતમાં સૌથી વધુ 42 નવા કેસ રાજ્યમાં આજે 18 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 42, સુરતમાં 21, રાજકોટમાં 19, વડોદરામાં 15, જુનાગઢમાં 9, જામનગરમાં 5, ગાંધીનગરમાં 2 અને ભાવનગર શહેરમાં કોરોના વાયરસનો એક નવો કેસ નોધાયો છે. અન્ય કેસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી છે. (Gujarat Covid19 Update)

776 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 7230 થયા રાજ્યમાં આજે 18 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 776 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,04,668 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.90 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 7230 થયા છે, જેમાં 198 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 7032 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Covid19 Update)

આજે 2,55,046 નાગરિકોનું રસીકરણ થયું રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 18 જૂનના રોજ 2,55,046 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,15,47,305 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 752 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 3084 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 34,981 નાગરિકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 34,685 નાગરિકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,80,,083 નાગરિકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 1461 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Covid19 Update)

g clip-path="url(#clip0_868_265)">