Rathyatra 2022: જગતના નાથની ઝાંખી માટે વહેલી સવારથી માનવ મહેરામણ, બે વર્ષ બાદ જય રણછોડના નાદથી ગૂંજી ઉઠશે રસ્તા

|

Jul 01, 2022 | 4:46 AM

Ahmedabad Jagannath 145th Rath Yatra: લોકો સવારથી જ જમાલપુર ખાતેના જગદીશ મંદિર ખાતે તેમજ રથયાત્રાના(Rathyatra) રૂટ પર ગોઠવાઈ ગયા છે. જે ક્ષણોની રાહ જોવાતી હતી, તે ક્ષણો આવી ગઈ છે. સતત બે વર્ષના વિરહ બાદ ભગવાન પોતે તેમના ભક્તોના ખબરઅંતર પૂછવા નીકળવાના છે

Rathyatra 2022: જગતના નાથની ઝાંખી માટે વહેલી સવારથી માનવ મહેરામણ, બે વર્ષ બાદ જય રણછોડના નાદથી ગૂંજી ઉઠશે રસ્તા
Ahmedabad Jagannath 145th Rath Yatra

Follow us on

આજે અમદાવાદમાં ઉલ્લાસભેર 145મી રથયાત્રા (Rathyatra)નીકળી રહી છે ત્યારે બે વર્ષ બાદ ભગવાન ભક્તોના મનોરથ પૂરાં કરવા માટે  જગદીશ મંદિર ખાતેથી (Jagdish mandir)નગરચર્યાએ નીકળી રહ્યા છે. અને શહેર પણ ઇશ્વરની ઝાંખી કરવા માટે તરસતું હોય તેમ રથયાત્રા નીકળવાની છે ત્યારે લોકો સવારથી જ જમાલપુર ખાતેના જગદીશ મંદિર ખાતે તેમજ રથયાત્રાના રૂટ પર ગોઠવાઈ ગયા છે. જે ક્ષણોની રાહ જોવાતી હતી, તે ક્ષણો આવી ગઈ છે. સતત બે વર્ષના વિરહ બાદ ભગવાન પોતે તેમના ભક્તોના ખબરઅંતર પૂછવા નીકળવાના છે ત્યારે અમદાવાદ શહેરમાં ઉત્સાહનો માહોલ અવર્ણનીય છે. ભગવાન જગ્ન્નાથ, ભાઈ બળદેવજી અને  બહેન સુભદ્રાને સવારમાં ગવાર કોળાનું શાક,  અને ડ્રાયફૂટ ખીચડી  ધરાવવામાં આવશે ત્યાર બાદ નગરચર્યા માટે  પ્રસ્થાન કરશે.  તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધી કરશે.

Devotees flocked to the temple premises to pay homage to the Lord

સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અષાઢી બીજની આરતી કરીને ભગવાનના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું. તો મંદિરના મહંત દીલીપદાસજીએ તેમને જગ્ન્નાથજીનો ખેસ ઓઢાઢીને અક્ષત કુમકુમથી તિલક કર્યું હતું.

જગદીશ મંદિર પરિસર, તેમજ તેનાથી આગળ ફૂલબજાર, જમાલપુર ચકલા અને રથયાત્રાના સમગ્ર રૂટ પર રાતથી જ દર્શનાર્થીઓ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. તો સૌ પ્રથમ પસાર થાત ગજરાજ પણ મંદિર સમક્ષ આવી ગયા હતા. પરંપરા મુજબ ગજરાજ ભગવાન જગ્નાનાથના દર્શન કરીને સૌ પ્રથમ રથાત્રાનું નેતૃત્વ કરતા રવાના થતા હોય છે. આજે શહેરના માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગૂંજી ઉઠશે. દર્શનની તક ચૂકવી ન હોયતેમ સવારથી જ લોકો જગદીશ મંદિરના મુખ્ય માર્ગો ઉપર ગોઠવાઈ ગયા છે તેમજ રથાત્રા પસાર થવાની છે તે રૂટ ઉપર પણ બંને બાજુ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે. અને ભગવાનના રથ બહાર નીકળે તેના દર્શન માટે કતારમાં ગોઠવાઈ ગયા હતા.  તો ભગવાન સમક્ષ  નૃત્ય અને ગરબાની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

રથયાત્રા દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા સૌને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે સાથે સાથે કોર્પોરેશન પણ માસ્કનું વિતરણ કરશે.

 

101 ડેકોરેશન કરેલા ટ્ર્ક વિવિધ ટેબ્લો અને સંસ્કૃતિની ઝાંખી  કરાવશે.

 

તો  અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાની સીએમ ભૂપેન્દ્ર પટેલ જ પહિંદ વિધિ કરશે.

Published On - 4:45 am, Fri, 1 July 22

Next Article