Ahmedabad : કાળઝાળ ગરમીમાં ઠડંક આપવા કાંકરિયા ઝુમાં પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ
Ahmedabad : ઉનાળો આવી ગયો છે ગરમીની શરૂઆત થઈ ગઈ છે, જેનાથી બચવા માટે લોકો એસી અને ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે કાંકરિયા ખાતે અબોલ પશુ પક્ષીઓને ગરમીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
Ahmedabad : ઉનાળાની સીઝન આવી ગઈ છે, લોકો ગરમીથી બચવા માટે એસી અને કુલર વસાવી રહ્યા છે, ત્યારે કાંકરિયા ઝુ મા રહેલા પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે ખાસ કુલર અને પાણીનો છંટકાવ કરી ઠંડક આપવામાં આવી રહી છે, જેમાં ઝુ નોકટર્નલ હાઉસ અને સર્પ ગૃહ સહિતના સેક્શનમાં કુલ 25 કુલર રાખવામાં આવ્યા છે, તો પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે, તો ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે. જેનાથી પ્રાણીઓને ગરમીમા ઠંડક આપી શકાય, અને તેમાં પણ ખાસ કરીને વાઘ માટે કે જે ગરમીમાં ઠંડક વગર નથી રહી શકતા તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદના સમાચાર અહીં વાંચો.
એટલું જ નહીં, પણ કાંકરિયા ઝુ ખાતે વર્ષો જૂની અને પ્રાણીઓને અનુકૂળ રહે તેવી ઇથી પદ્ધતિથી ગરમીમાં રાહત આપવાનો પ્રયાસ કરાય છે. જે ઈથી પદ્ધતિને અર્થ ટ્યુબ હિટ એક્સચેન્જર કહેવાય છે. જો આ ‘ ઈથી ‘ એસી સિસ્ટમની વાત કરવામાં આવે તો તેમાં જમીનમાં 3 મીટર સુધી ઉંડી અને 30 થી 40 મીટર ઉપર લાંબી પાઈપ લાઇન નાખવામાં આવે છે, જેમાં તે પાઈપના એક છેડામાંથી હવા મોટર વડે ખેંચીને જમીનમાં રહેલ ઠંડી હવા પ્રાણીના રૂમમાં પહોચાડવામાં આવે છે.
આમ આ રીતે એક એસી જેવી ઠંડક સર્જાય છે, જે સિસ્ટમ 2001 આઈઆઈએમના એક પ્રોફેસરે ગ્રીન સીટી માટે બનાવી હતી, જેની જાણ થતા ઝુના ડાયરેકટરે તેની મુલાકાત લીધી અને તે બાદ પ્રયોગ સ્વરૂપે આ સિસ્ટમ કાંકરિયા ઝુમાં ખાસ વાઘ માટે સિસ્ટમ નાખવામાં આવી હતી, અને આમ આ ઈથી એસી સિસ્ટમ હાલ પણ ચાલી રહી છે, અને વાઘ તેની ઠંડકનો આનંદ મેળવી રહ્યા છે. કેમ કે ઝુના ડાયરેક્ટરનું માનવું છે કે લોકોને ગરમીની અસર થતા ડિહાઇડ્રેશન કે ગરમીને લગતા રોગ થાય તેમ પ્રાણીઓને પણ તેવા રોગ થાય અને વધુ અસર થાય તો પ્રાણીઓના મોત થઇ શકે. જે ન બને માટે દર વર્ષે કાંકરિયા ઝુ ખાતે કુલર સહિત વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.
હાલ તો આ પ્રયોગ પ્રથમ વાર અમદાવાદ ખાતે કરવામાં આવ્યો છે, જે સફળ પણ રહ્યો છે, તો નેશનલ લેવલે પણ આ પ્રયોગની નોંધ લેવાઈ છે અને બીજા શહેરોમાં પણ આ પ્રકારે ઈથી એસી સિસ્ટમ નખાવવાની વાત ચાલી રહી છે. કાંકરિયા ઝુ ખાતે 2 હજાર જેટલા પશુ પક્ષીઓ છે. જેમાં સૌથી વધુ પક્ષીઓની સંખ્યા છે. જેઓ માટે આ વ્યવસ્થા કરવાથી અને વૃક્ષોથી ગ્રીનરી હોવાથી બહારના તાપમાન કરતા 5 ડિગ્રી તાપમાન ઝુ માં ઓછું રહે છે. જેથી ગરમીમાંથી રાહત મળે છે. ત્યારે કાંકરિયા ઝુ ની જેમ અન્ય લોકો પણ પોતાની સાથે અબોલ પશુ પક્ષીઓ માટે દરકાર લે તો તેઓને ગરમીમાંથી રાહત આપી શકાય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…