Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ‘શ્રેષ્ઠ એરપોર્ટ’નો એવોર્ડ એનાયત, એરપોર્ટ સર્વિસ ક્વોલિટીના તમામ માનકો સર કર્યા

અમદાવાદ એરપોર્ટે કોવિડ દિશાનિર્દેશોનું પાલન કરવા પ્રયત્નો કરી મુસાફરોના અનુભવ સુધારવાની પહેલ કરી છે. મુસાફરોની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને સમજવાની સાથોસાથ વિવિધ ક્ષેત્રોને ઓળખવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.

Ahmedabad: આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ‘શ્રેષ્ઠ એરપોર્ટ’નો એવોર્ડ એનાયત, એરપોર્ટ સર્વિસ ક્વોલિટીના તમામ માનકો સર કર્યા
Ahmedabad Airport (File photo)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 10, 2022 | 3:47 PM

અમદાવાદ (Ahmedabad) ના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (International Airport) ની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. આંતરરાષ્ટ્રીય હવાઈમથકને કદ અને વિસ્તારની દ્રષ્ટિએ વર્ષ 2021ના શ્રેષ્ઠ એરપોર્ટ (Best Airport) નો એવોર્ડ આપવામાં આવ્યો છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા સૂચવેલ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ)ના પ્રમાણે એરપોર્ટે શ્રેષ્ઠતાના તમામ માનકો સર કર્યા છે.

SVPI એરપોર્ટ અમદાવાદે કોવિડ દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા અવિરત પ્રયત્નો કરી મુસાફરોના અનુભવ સુધારવાની પહેલ કરી છે. SVPI એરપોર્ટે મુસાફરોની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને સમજવાની સાથોસાથ તકના ક્ષેત્રોને ઓળખવાના સમર્પિત પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. SVPI એ બે ટર્મિનલ બિલ્ડીંગો વચ્ચે શટલ તરીકે ઈલેક્ટ્રિક સેડાન કારનો ઉપયોગ, ઈલેક્ટ્રિક બસ સેવાઓ દ્વારા કનેક્ટિવિટી વધારવી, મુસાફરો માટે બહેતર રિટેલ, ફૂડ અને ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન વિકલ્પો જેવી પહેલો શરૂ કરી છે. ઉન્નત સ્વચ્છતા ઉપરાંત, ટર્મિનલની અંદર તેમજ બહાર સલામતી અને સુરક્ષા પ્રક્રિયાની પણ ખાસ વ્યવસ્થા કરી છે.

કોવીડના સૌથી મુશ્કેલ અને પડકારજનક વર્ષમાં ગ્રાહકોને શ્રેષ્ઠત્તમ અનુભવ મળી રહે તે માટે SVPI એરપોર્ટે અથાગ અને સફળ પ્રયાસો કર્યા. રોગચાળા દરમિયાન SVPIA એ મુસાફરોના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાથમિકતા આપી સરકારોની ગાઈડલાઈન સુસંગત પ્રોટોકોલનું પાલન કર્યું. SVPIA એ રોગચાળા દરમિયાન સલામત અને સાનુકૂળ સુવિધા પૂરી પાડવા તેમજ મુસાફરોને 100% સંતોષકારક સેવાઓ મળી રહે તે માટે મુસાફર કેન્દ્રિત રાખી પહેલો કરી.

આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
IPL 2025 : દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલની પત્ની છે સુંદર, જુઓ ફોટો
સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી થાય છે આ 9 ચમત્કારિક ફાયદા
કોણ છે ઈશાન કિશનની રુમર્ડ ગર્લફ્રેન્ડ? ખુબસુરતીમાં હિરોઈનોને પણ આપે છે ટક્કર

મુસાફરોને ચેક ઇન કરવા માટે કોમન યુઝ સેલ્ફ-સર્વિસ (CUSS) કિઓસ્ક જેવી ટચ-લેસ સુવિધાઓ અને ઇ-ગેટ્સની સુવિધાઓ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. ઈ-ગેસ્ટથી મુસાફરોને સુરક્ષા તપાસમાં આગળ વધવા તેમના બોર્ડિંગ પાસને સ્કેન કરવાની સુવિધા આપવામાં આવી છે. સામાજિક અંતર જાળવવા માટે બંને ટર્મિનલ પર બેઠક વિસ્તારોની પુનઃવ્યવસ્થા અને સામ-સામેની ક્રિયાપ્રતિક્રિયાઓ ઘટાડવા પ્લેક્સી-ગ્લાસની વ્યવસ્થા એરપોર્ટ દ્વારા મુસાફરોના સલામત પરિવહન માટે રજૂ કરવામાં આવેલી નવી પહેલ હતી.

SVPIA તકનીકી નવીનતા લાવવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને દરેક પહેલે મુસાફર કેન્દ્રિત રાખી સર્વગ્રાહી અભિગમ સાથે પડકારોથી પહોંચી વળવા કટિબદ્ધ છે. 2021 માં ACI દ્વારા એરપોર્ટને ‘કદ અને વિસ્તારની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એરપોર્ટ’ (એશિયા-પેસિફિકમાં દર વર્ષે 5 થી 15 મિલિયન મુસાફરો) તરીકે નવાજવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ પાંચ રાજ્યોના પરિણામની અસર વિધાનસભા ગૃહમા જોવા મળી, ભાજપના ધારાસભ્યોએ કહ્યું, કોંગ્રેસના સુપડાં સાફ

આ પણ વાંચોઃ સુરત પોલીસ અચાનક હરકતમાં આવી, પાંડેસરા વિસ્તારમાં એક સાથે 20 ટીમોએ કોમ્બિંગ કરીને 50થી વધુ લોકોની ધરપકડ કરી

g clip-path="url(#clip0_868_265)">