Ahmedabad: ઈન્ડો-જાપાન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામને 50 વર્ષ પૂર્ણ, 1972થી શરૂ થયેલ પહેલ હેઠળ 200 વિદ્યાર્થીઓએ કર્યો અભ્યાસ

|

Jan 31, 2023 | 11:11 PM

Ahmedabad: ઈન્ડો-જાપાન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામને 50 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 1972થી આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 200 વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામ હેઠળ અભ્યાસ કર્યો છે.

Ahmedabad: ઈન્ડો-જાપાન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામને 50 વર્ષ પૂર્ણ, 1972થી શરૂ થયેલ પહેલ હેઠળ 200 વિદ્યાર્થીઓએ કર્યો અભ્યાસ
ઈન્ડો-જાપાન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામને 50 વર્ષ પૂર્ણ

Follow us on

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી અને જાપાનની ઓટેમોન ગાક્યુન યુનિવર્સીટી વચ્ચે 50 વર્ષ અગાઉ 1972માં સ્ટુડન્ટ એકચેન્જ માટે MOU થયા હતા. આ MOU થયા બાદ અત્યાર સુધી બંને દેશના 100-100 વિદ્યાર્થીઓ સફળતા રીતે એકબીજા દેશમાં અભ્યાસ કરી આવ્યા છે. 50 વર્ષ પૂર્ણ થતા જાપાન ડેલીગેશન ગુજરાત યુનિવર્સીટીની મુલાકાતે પહોંચ્યું હતું.

ઈન્ડો-જાપાન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ થયેલા 1969 ના એમઓયુ હેઠળ 1971 થી બે વિદ્યાર્થીઓ ભારતથી જાપાન અભ્યાસ માટે ગયા હતા અને એ જ રીતે જાપાનથી બે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવ્યા હતા. જે એમઓયુ ને 50 વર્ષ પૂર્ણ થતા ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખરજી હોલમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ઈન્ડો-જાપાન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામને 50 વર્ષ પૂર્ણ

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યા,પૂર્વ રાજદૂત સુજન ચીનોય,જાપાનીઝ ડેલીગેશનના યાસુકાટા, ટકેશી માટસુઈ સહિત ગુજરાત યુનિવર્સીટીની ઉજવણીમાં આજે હાજર રહ્યા હતા. બંને યુનિવર્સીટી વચ્ચે 50 વર્ષથી આ કરાર ચાલે છે જે અત્યાર સુધીનો સૌથી લાંબો કરાર છે. 1972થી નક્કી કર્યા મુજબ દર વર્ષે 2-2 વિદ્યાર્થી ભણવા માટે અવરજવર કરે છે અને અત્યાર સુધી બંને દેશના 100-100 મળી 200 વિદ્યાર્થીઓએ એકબીજા દેશમાં અભ્યાસ કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ડ્યુઅલ ડિગ્રી સહિત કોર્સમાં એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવા કુલપતિની જાહેરાત

આ ખાસ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નવી એજ્યુકેશન પોલીસી હેઠળ અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉપરાંત ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાપાન જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ સિવાય જાપાનની ઓટેમોન ગાકુઇન યુનિવર્સિટી સિવાય અન્ય યુનિવર્સિટીઓ સાથે પણ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ટાયઅપ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદની આઈટી કંપનીએ 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કારની આપી ભેટ, પાંચ વર્ષ પૂર્ણ થતા કર્મચારીઓનુ કરાયુ સન્માન

દર વર્ષે 2 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓમાં જાપાન અંગેનું જ્ઞાન જોવામાં આવે છે ત્યારબાદ GPA એટલે કે મેરીટ અને જાપાન જવા માટેની ઉત્સુકતા જોવામાં આવે છે.જ્યારે સ્ટુડન્ટ એકચેન્જ શરૂ થયુ ત્યારે માટે નિબંધ લેખન દ્વારા જ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી,દર વર્ષે માપદંડ બદલાતા રહે છે.આજે ઉજવણીમાં બંને દેશના સાંસ્કૃતિક કાર્યક્રમ થયા હતા આ ઉપરાંત જાપાનનું માર્શલ આર્ટ અને કરાટેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

Next Article