Ahmedabad: અસહ્ય ગરમીમાં પોલીસના જવાનો ખડેપગે કામગીરી કરી શકે તે માટે જીતો વિમન્સ વિંગ આવ્યું આગળ, 100 જેટલી જંબો છત્રીનું વિતરણ કર્યુ

|

Jun 04, 2021 | 5:39 PM

Ahmedabad: ઉનાળાના કારણે શહેરમાં ગરમીનો પારો ઉંચો છે અને હવે ચોમાસુ પણ નજીક છે. ત્યારે ઉનાળાની અસહ્ય ગરમીમાં અને ચોમાસામાં વરસાદના પાણીમાં પલડ્યા વગર શહેર પોલીસના ટ્રાફિકના જવાનો ખડેપગે કામગીરી કરી શકે તે માટે જીતો વિમન્સ વિંગ (Jito Women’s Wing)આગળ આવ્યું અને તેઓએ ટ્રાફિક પોલીસને 100 જેટલી જંબો છત્રી વિતરણ કરી.   ઉનાળાની સીઝનમાં ભર […]

Ahmedabad: અસહ્ય ગરમીમાં પોલીસના જવાનો ખડેપગે કામગીરી કરી શકે તે માટે જીતો વિમન્સ વિંગ આવ્યું આગળ, 100 જેટલી જંબો છત્રીનું વિતરણ કર્યુ
ખાનગી સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસને 100 જેટલી જંબો છત્રીનું વિતરણ કરવામાં આવ્યું.

Follow us on

Ahmedabad: ઉનાળાના કારણે શહેરમાં ગરમીનો પારો ઉંચો છે અને હવે ચોમાસુ પણ નજીક છે. ત્યારે ઉનાળાની અસહ્ય ગરમીમાં અને ચોમાસામાં વરસાદના પાણીમાં પલડ્યા વગર શહેર પોલીસના ટ્રાફિકના જવાનો ખડેપગે કામગીરી કરી શકે તે માટે જીતો વિમન્સ વિંગ (Jito Women’s Wing)આગળ આવ્યું અને તેઓએ ટ્રાફિક પોલીસને 100 જેટલી જંબો છત્રી વિતરણ કરી.

 

ઉનાળાની સીઝનમાં ભર બપોરે ટ્રાફિક પોલીસ રોડ પર ફરજ બજાવતી હોય છે, તેવામાં તેઓને ગરમીથી મહદઅંશે રાહત મળે તેમજ વરસાદમાં કર્મચારી પલળીને ફરજ બજાવે છે તેવા સંજોગોમાં પણ રાહત મળે તે માટે આ પ્રયાસ કરાયો છે. જેમાં આજે પકવાન ચાર રસ્તા પાસે ટ્રાફિક જેસીપીની હાજરીમાં કાર્યક્રમ યોજી ટ્રાફિક પોલીસ જવાનોને સંસ્થા દ્વારા છત્રીનું વિતરણ કરવામાં આવ્યું.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

 

સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસને આપવામાં આવેલ છત્રીઓ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંન્ને વિસ્તારોમાં અલગ અલગ ચાર રસ્તાઓ પર લગાવવામાં આવશે અને આવનારા દિવસોમાં વધુ છત્રીઓ તેમજ ચોમાસામાં કર્મચારીઓને રેઈનકોટ ટ્રાફિક પોલીસને આપવાનું આયોજન પણ જીતો સંસ્થા દ્વારા કરાયુ છે. જેથી કોઈ અડચણ વગર ટ્રાફિક જવાન ફરજ બજાવી નાગરિકોને સેવા પૂરી પાડી શકે.

 

આ પણ વાંચો: Ahmedabad: હાઈકોર્ટના ડરથી AMCની કાર્યવાહી? 5 દિવસમાં કુલ 2,076 યુનિટ સીલ કરાયા

Published On - 5:33 pm, Fri, 4 June 21

Next Article