AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સ્ટુડન્ટ વિઝાના અપાવવાના નામે એજન્ટે આચરી છેતરપિંડી, ખંખેરી લીધા 24.34 લાખ

Ahmedabad: નિકોલમાં સ્ટુડન્ટ વિઝા અપાવવાના નામે એજન્ટે લાખોની છેતરપિંડી આચરી છે. અનેક લોકોને વીઝા અપાવવાના નામે છેતરપિંડી આચરી એજન્ટે 24.34 લાખ રૂપિયા ખંખેરી લીધા. ત્યારબાદ એજન્ટે સંપર્ક તોડી નાખ્યો.

Ahmedabad: સ્ટુડન્ટ વિઝાના અપાવવાના નામે એજન્ટે આચરી છેતરપિંડી, ખંખેરી લીધા 24.34 લાખ
Mihir Soni
| Edited By: | Updated on: Aug 19, 2023 | 12:12 AM
Share

Ahmedabad:  અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસસ્ટેશનમાં એક વિઝા એજન્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ એક યુવક પાસેથી ટોકન, એડમિશન ફી, ટ્રાવેલીંગ કાર્ડ અને સ્ટુડન્ટ ફી નાં કુલ 24.34 લાખ ખંખરી લઇ કામ ન કરી આપી સંપર્ક તોડી નાખ્યો હતો. જેથી આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઓસ્ટ્રેલિયા જવા માટે એજન્ટનો સાધ્યો હતો સંપર્ક

નિકોલના વૃંદાવન રેસિડેન્સીમાં રહેતા રાજેશભાઇ પટેલ નિકોલમાં જ એક કારખાનામાં નોકરી કરે છે. તેમના 21 વર્ષીય પુત્ર જૈનિલે વડોદરાની યુનિ.માંથી ડિપ્લોમા એગ્રીકલ્ચરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરતો હતો. જેથી જૈનિલના મિત્રના પિતાએ વિદેશ જવા માટે એજન્ટ અજય મહેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.

એજન્ટે સ્ટુડન્ટ વિઝા બાબતે 40 લાખનો ખર્ચ ગણાવ્યો

જૈનિલ અને તેના પિતાએ અજય વાઘેલાની મોટેરા ખાતે આવેલી ઓફિસે મળવા ગયા હતા. ત્યાં સ્ટુડન્સ વિઝા પર જૈનિલને મોકલવા બાબતે વાત કરતા અજયભાઇએ 40 લાખનો ખર્ચ કહ્યો હતો. જેથી જૈનિલના પિતા રાજેશભાઇએ ટોકન, એડમિશન ફી, ટ્રાવેલીંગ કાર્ડ અને સ્ટુડન્ટ ફી નાં કુલ 24.34 લાખ ચૂકવી આપ્યા હતા. જો કે ત્રણેક માસ સુધી કોઇ પ્રોસેસ અંગે મેસેજ ન મળતા રાજેશભાઇએ આ એજન્ટ અજયનો સંપર્ક કરતા તેણે પ્રોસેસ ચાલુ હોવાનું કહી બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી વિઝાનું કામ ન કરી આપી ઠગાઇ આચરી હતી.

આ પણ વાંચો: Ahmedabad: ગામમાં રોફ જમાવવા હથિયારો સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ અને પછી થઈ જોવા જેવી

સમગ્ર મામલે રાજેશભાઇએ ચાંદખેડા પોલીસસ્ટેશનમાં અજયસિંહ વાઘેલા નામના એજન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે  તપાસ હાથ ધરી છે. ત્યારે એજન્ટ અજયસિંહ વાઘેલા અન્ય કેટલા લોકો સાથે વિઝાના નામે છેતરપીંડી કરી છે કે કેમ તેને લઈને પણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">