Ahmedbad : સગાઇ તોડી નાખવાનો બદલો યુવકે યુવતીની બહેન સાથે દુષ્કર્મ આચરી લીધો, આરોપીના પિતાએ પણ આપ્યો ગુનામાં સાથ

|

Jun 07, 2022 | 5:41 PM

અમદાવાદના (Ahmedabad) દાણીલીમડા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી પાલડી વિસ્તારમાં નર્સિંગનું કામ કરે છે, ફરિયાદી યુવતીની સગાઈ સમાજના રીત રિવાજ મુજબ વાડજમાં રહેતા યુવક સાથે થઈ હતી.

Ahmedbad : સગાઇ તોડી નાખવાનો બદલો યુવકે યુવતીની બહેન સાથે દુષ્કર્મ આચરી લીધો, આરોપીના પિતાએ પણ આપ્યો ગુનામાં સાથ
પાલડી પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી

Follow us on

યુવતીએ સગાઇ તોડી દીધાનો બદલો યુવકે તેની બહેન સાથે લીધો. બદલો એવો કે કોઇપણ વ્યક્તિને ધ્રુજારી છુટી જાય. અમદાવાદના (Ahmedabad) દાણીલીમડામાં રહેતી યુવતીએ તેના મંગેતરનું ચરિત્ર સારુ ન હોવાનું જણાતા તેની સાથે સગાઇ તોડી નાખી. જો કે યુવકે યુવતીની નાની બહેન સાથે દુષ્કર્મ (Rape) આચરીને તેનો બદલો લીધો. એટલુ જ નહીં યુવતીના નાના ભાઈનું અપહરણ (Kidnapping) કરવાની તેમજ યુવતીના ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી. આશ્ચર્યની વાત તો એ છે કે આરોપીને તેના ગુનામાં ખુદ તેના પિતાએ પણ મદદ કરી.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી પાલડી વિસ્તારમાં નર્સિંગનું કામ કરે છે, ફરિયાદી યુવતીની સગાઈ સમાજના રીત રિવાજ મુજબ વાડજમાં રહેતા યુવક સાથે થઈ હતી. જોકે યુવકનું ચારિત્ર્ય યોગ્ય ન લાગતા યુવતીએ 3 મહિના પહેલા યુવક સાથે સગાઈ તોડી નાખી હતી. જે બાબતનો બદલો લેવા યુવકે યુવતીની જ નાની બહેનનું અપહરણ કરી તેની પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યુ.  જો કે અમદાવાદની પાલડી પોલીસે પિતા પુત્રની કરતુતે બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું કામ કર્યું છે.

દોઢ મહિના પહેલા યુવતીની બહેનના મંગેતરે પાલડી સ્થિત તેના નોકરીના સ્થળે આવીને તેના નાના ભાઈને ઉપાડી જવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપતા યુવતી ગભરાઈ ગઈ હતી. જે બાદ આરોપીએ અવાર નવાર યુવતીનો પીછો કરતો હતો. તેવામાં 10 મી એપ્રિલના રોજ સવારના સમયે આરોપીએ યુવતીને ફોન કરીને તેની નાની બહેનના ફોટા વાયરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપી મળવા બોલાવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બાદમાં આરોપી અને તેના પિતા યુવતીને અમદાવાદથી પાટણ લઇ ગયા હતા, જ્યાં ચાર હોટેલમાં ચાર દિવસ સુધી આરોપીએ યુવતીની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ માત્ર તેની સાથે સગાઈ તોડી નાખવાનો બદલો યુવતીના બહેનની જીંદગી બરબાદ કરીને લીધો. જે પછી પીડિત યુવતીએ સમગ્ર ઘટનાની માહિતી પોતાના માતા પિતાને અને પરિવારજનોને કરી. જે પછી પરિવારે પાલડી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.

દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી છે. આ ગુનામાં પકડાયેલા પિતા પુત્ર છૂટક મજૂરીનું કામ કરે છે તેવામાં પાલડી પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Next Article