Ahmedabad: 146મી રથયાત્રામાં ભગવાન જગન્નાથ નવા રથમાં સવાર થઈને કરશે નગર ચર્યા, જાણો શું છે તેની વિશેષતા

જગન્નાથ મંદિરના (Jagannath Temple) 145 વર્ષ સુધી જે રથમાં સવાર થઇને ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા તેના બદલે હવે નવા રથને સ્થાન મળ્યુ છે. નવા રથનું નિર્માણ મજબુતાઇ સાથે કરવામાં આવ્યુ છે.

Ahmedabad: 146મી રથયાત્રામાં ભગવાન જગન્નાથ નવા રથમાં સવાર થઈને કરશે નગર ચર્યા, જાણો શું છે તેની વિશેષતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 1:43 PM

જગન્નાથ પુરીની રથયાત્રા બાદ ભારતમાં અમદાવાદની (Ahmedabad) રથયાત્રા સૌથી વધુ જાણીતી છે. આજે અક્ષય તૃતિયાના શુભ મુહૂર્તમાં જગન્નાથ મંદિરમાં (Jagannath Temple) આવેલા નવા ત્રણ રથની ગૃહરાજ્ય પ્રધાન દ્વારા પૂજા કરવામાં આવી છે. આગામી 146મી રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ખૂબ જ ઓછા સમયગાળામાં ભગવાનના ત્રણેય રથ બનીને તૈયાર થઈ ગયા છે.

આ પણ વાંચો-Gujarati Video : ભગવાનના જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓની શરુઆત, ત્રણેય નવા રથની ગૃહ રાજ્ય મંત્રીને હસ્તે કરાઇ પૂજા

આવી રીતે બની છે રથની નવી ડિઝાઈન

જગન્નાથ મંદિરના 145 વર્ષ સુધી જે રથમાં સવાર થઈને ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા, તેના બદલે હવે નવા રથને સ્થાન મળ્યુ છે. નવા રથનું નિર્માણ મજબુતાઈ સાથે કરવામાં આવ્યુ છે. અમદાવાદના રસ્તાઓ તેમજ પરંપરાગત રુટમાંથી રથ પસાર થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે. જુના રથની ડિઝાઈનનું થોડુ અનુકરણ નવા રથમાં જોવા મળે છે. સાથે જ તેમા જગન્નાથ પુરીના દર્શન પણ થઇ શકશે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ભક્તોની સુવિધા માટે નવા રથનું નિર્માણ

નવા રથ બનાવડાવાનો આ નિર્ણય ભક્તોની જ સુવિધા માટે કરવામાં આવ્યો છે. રથની ખાસ વિશેષતા એ છે કે ભક્તો ભગવાનના દર્શન ખૂબ સારી રીતે કરી શકે તેવી રીતે તેની રચના કરવામાં આવી છે. સાથે જ ભગવાનના રથમાં ખૂબ જ ઓછા લોકો તેમા સવાર થઈ શકે તેવી રીતે બનાવાયા છે. ભક્તો ગમે તેટલા દૂર હોય રે રથયાત્રાના રુટ પર પોતાના મકાનની છત પરથી પણ જો રથયાત્રા નિહાળતા હોય તો સરળતાથી તે દર્શન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા રથમાં બનાવવામાં આવી છે.

રથ બનાવવામાં 7-8 માસ જેટલો સમય લાગ્યો

ભગવાનના આ નવા રથ તૈયાર કરવા માટે 7-8 મહિના જેટલો સમય લાગ્યો છે. રથના નિર્માણ કાર્યમાં ગુજરાતના કેટલાક લોકો જોડાયા હતા. તો પુરીના કારીગરોએ પણ રથના કામમાં સહયોગ આપ્યો હોવાની માહિતી છે.

આ વર્ષે ભગવાન રથયાત્રા પર નવા રથમાં નગરચર્યા કરશે. નવા રથમાં સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં જંતુઓ થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, આ ઉપરાંત આ લાકડા ખૂબ જ ટકાઉ માનવામાં આવે છે. 80 વર્ષ સુધી ન બગડે તેવા રથ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ ગયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">