Gujarati Video : ભગવાનના જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓની શરુઆત, ત્રણેય નવા રથની ગૃહ રાજ્ય મંત્રીને હસ્તે કરાઇ પૂજા
Ahmedabad News : દર વર્ષે અખાત્રીજના દિવસે ભગવાનના ત્રણેય રથોની પૂજા થતી હોય છે. ત્યારે આ વર્ષે નવા બનેલા રથનું પૂજન કરવામાં આવ્યુ છે. આ પૂજામાં મુખ્ય અતિથિ તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
ભગવાનના જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓની આજથી શરૂઆત થઇ છે. અમદાવાદની શાન ગણાતી ઐતિહાસિક રથયાત્રામાં આ વર્ષે એક નવો ઉમેરો થવા જઈ રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી રથયાત્રામાં વર્ષો જૂના રથ કે જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચા કરે છે, તે આ વર્ષે ત્રણેય રથ નવા બનાવવામાં આવ્યા છે. ત્યારે ભગવાનના આ ત્રણેય રથની વિધિવત પૂજા કરવામાં આવી છે.
દર વર્ષે અખાત્રીજના દિવસે ભગવાનના ત્રણેય રથની પૂજા થતી હોય છે. ત્યારે આ વર્ષે નવા બનેલા રથનું પૂજન કરવામાં આવ્યુ છે. આ પૂજામાં મુખ્ય અતિથિ તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ રથની પૂજા કરી હતી. આ વર્ષે નવા તૈયાર થયેલા ભગવાનના રથની આ પ્રથમ વખત પૂજા કરાઈ છે.
દર વર્ષે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથના રથની વિશેષ પૂજા કરવામાં આવે છે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ભારતની પર વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી છે. મંત્રોચાર સાથે વિધિ કરવામાં કરવામાં આવી છે ત્યારબાદ ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળે તે પહેલાં અને રથનું સમારકામ કરવામાં આવે છે.
આ વર્ષે ભગવાન રથયાત્રા પર નવા રથમાં નગરચર્યા કરશે. નવા રથમાં સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં જંતુઓ થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, આ ઉપરાંત આ લાકડા ખૂબ જ ટકાઉ માનવામાં આવે છે. 80 વર્ષ સુધી ન બગડે તેવા રથ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ ગયા છે.
ભગવાન જ્યારે નગરચર્યએ નીકળે ત્યારે રથ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે રથના કલર આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે આજે રથની પૂજા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. પૂજા વિધિમાં રથ પૂજામાં ધારાસભ્ય દિનેશ કુશવાહ ,હર્ષદ પટેલ,કૌશિક જૈન ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ ,મેયર કિરીટ પરમાર તેમજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા કરવામાં આવી છે. ત્રણ રથની પૂજા બાદ આરતી કરવામાં આવી છે.
ચાલુ વર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નવા રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન દેવા નીકળશે. નવા રથની ડિઝાઇનમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. રથમાંથી ભગવાનના દર્શન ભક્તોને થઈ શકે.જો કે રથની ઊંચાય આપણા રૂટને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. રથમાં સાગનું લાકડનો ઉપયોગ કરવામાં આવશે.વધુ સુંદર અને ભવ્ય રથ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીની આજથી શરૂઆત થઈ છે.ત્રણેય રથની પૂજા કરવામાં આવી છે. દિલીપદાસજી મહારાજની આગેવાનીમાં શહેરીજનો સાથે મળીને પૂજા અર્ચના કરાય છે. આસ્થા, માન્યતા, સંસ્કૃતિ જળવાઈ રહે તે પ્રકારે નવા રથની રચના કરવામાં આવી છે. રથયાત્રા પરના તમામ રૂટ ઉપર ગૌરવપૂર્ણ રીતે ફેરવવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…