Ahmedabad : ધાર્મિક કે સામાજિક શોભાયાત્રામાં હિંસાની ઘટનાને પગલે હાઈકોર્ટમાં કરાયેલી અરજી પર આજે સુનાવણી, જુઓ Video

ધાર્મિક કે સામાજિક શોભાયાત્રામાં હિંસાના બનાવ અંગે યોગ્ય કાર્યવાહી કરવા કોર્ટમાં અરજી કરાઇ હતી જેની આજે સુનાવણી થશે. આ અરજીમાં ધાર્મિક કે સામાજિક સરઘસોના કિસ્સામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર કાર્યક્ર્મમાં વીડિયોગ્રાફી થવી જોઇએ તેની માગણી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 12:34 PM

રાજ્યમાં શોભાયાત્રા જેવા ધાર્મિક પ્રસંગોમાં હિંસાની ઘટનાઓ પગલે ગુજરાત હાઈકોર્ટમાં સુરક્ષાની માગ કરતી અરજી કરવામાં આવી હતી. આ અરજી પર આજે સુનાવણી થશે. ધાર્મિક પ્રસંગોમાં હિંસાના બનાવ અંગે યોગ્ય કાર્યવાહી કરવા કોર્ટમાં અરજી કરાઇ હતી. આ અરજીમાં ધાર્મિક કે સામાજિક સરઘસોના કિસ્સામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર કાર્યક્રમમાં વીડિયોગ્રાફી થવી જોઇએ તેની માગણી કરવામાં આવી છે. મહત્વનુ છે કે, અગાઉ રામનવમી પર હિંસા ભડકી હતી તેવી ઘટના ફરી નહીં સર્જાય તે માટે તકેદારી રાખવા પણ જણાવ્યુ છે.

અરજદારે પોલીસ કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પોલીસ બેદરકારીથી કામ કરતી હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. વડાલી, છત્રાલ, હિંમતનગરમાં ઘર્ષણનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ ખંભાત, પેટલાદ, વડોદરા અને ઉનામાં થયેલા ઘર્ષણનો પણ ઉલ્લેખ થયો છે. પૂરતો બંદોબસ્ત ન હોવાથી રમખાણો થતા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. રાજ્યમાં સતત વધી રહેલા રમખાણને લઈને પણ અરજદારે સવાલ ઉઠાવ્યાં છે.

કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસે કડક કાર્યવાહી કરવા માગ

ગત સુનાવણીમાં અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસે ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ નિર્દોષ વ્યક્તિ નહીં દંડાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો કે સરઘસ અને મેળાવડામાં નિશ્ચિત સ્થળે વીડિયોગ્રાફી કરવા અંગે સરકારનું શું આયોજન છે? જેના જવાબમાં રાજ્ય સરકારે પ્રાથમિક બચાવ કરતા કહ્યું હતું કે, રાજ્યમાં હજારોની સંખ્યામાં મેળાવડા અને સરઘસ નીકળતા હોય ત્યારે તંત્ર તમામની વીડિયોગ્રાફી કઈ રીતે કરી શકશે?

આ પણ વાંચો : રેલવે પોલીસે એપ્રિલ 2023માં અનધિકૃત ટિકિટના દલાલો પર કરી કાર્યવાહી, માત્ર એક પખવાડિયામાં 45 કેસમાં 26 લાખથી વધુની ટિકિટો જપ્ત કરાઈ

આજે જ્યારે સુનાવણી છે ત્યારે મહત્વની વાત એ છે કે, 22 એપ્રિલે પરશુરામ જયંતી અને રમજાન ઈદ એક જ દિવસે આવી રહ્યા છે. ત્યારે કોઈ ઘટના નહીં સર્જાય તે માટે પોલીસનો બંદોબસ્ત ફાળવાય તેવું પણ જણાવાયું છે. જોકે પોલીસ દ્વારા આ રમજાન પહેલા ઠેર ઠેર બેઠકો યોજી ગ્રામ જનોને આ અંગે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.

આજે હાઇકોર્ટમા અરજી અંગે સુનાવણીમાં કેવા પગલાં લેવાય તે જોવું રહ્યું. મહત્વનુ છે કે, રાજ્યમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન વિવિધ શહેરોમાં નાના-મોટા ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઘર્ષણનો કેસ હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. જેમા અરજદારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">