AHMEDABAD : ગીતામંદિર બસસ્ટેન્ડ ખાતે GSRTCના સ્ટાફ તેમજ આસપાસના વેપારીઓનું રસીકરણ કરાયું

રાજ્યમાં વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે આરોગ્યતંત્ર દ્વારા વિશેષ રસીકરણ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે, જેમાં આજે 25 જુલાઈએ ગીતામંદિર બસસ્ટેન્ડ ખાતે GSRTCના સ્ટાફ તેમજ આસપાસના વેપારીઓના રસીકરણ માટે વિશેષ કેમ્પ કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 4:06 PM

AHMEDABAD : કોરોના સામે રસીકરણ એકમાત્ર હથિયાર છે ત્યારે, રાજ્યમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. 24 જુલાઈએ રાજ્યમાં 2,96,092 લોકોનું રસીકરણ કરાયું. સૌથી વધુ 18-44 વર્ષના 1,54,865 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 22,543 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45થી વધુ ઉમરના લોકોના રસીકરણન વાત કરીએ તો 49,633 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 57,948 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે આરોગ્યતંત્ર દ્વારા વિશેષ રસીકરણ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે, જેમાં આજે 25 જુલાઈએ ગીતામંદિર બસસ્ટેન્ડ ખાતે GSRTCના સ્ટાફ તેમજ આસપાસના વેપારીઓના રસીકરણ માટે વિશેષ કેમ્પ કરવામાં આવ્યો હતો. આ અંગે ડેપો મેનેજેર કહ્યું કે જેમનો પણ કોરોના રસીનો પહેલો કે બીજો ડોઝ બાકી છે તેમના માટે આ રસીકરણ કેમ્પ કરવામાં આવ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">