Ahmedabad: અનિવાર્યતા જણાશે તો H3N2ના દર્દીઓનું જીનોમ સિકવન્સિંગ કરાશે, ફ્લૂના લક્ષણો પારખીને કરવામાં આવે છે સારવાર

Jignesh Patel

|

Updated on: Mar 17, 2023 | 9:26 PM

આરોગ્ય મંત્રીએ  વિશેષ વિગતો આપતા  જણાવ્યું હતું કે H3N2 વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસ્લેટામાવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે.

Ahmedabad: અનિવાર્યતા જણાશે તો H3N2ના દર્દીઓનું જીનોમ સિકવન્સિંગ કરાશે, ફ્લૂના લક્ષણો પારખીને કરવામાં આવે છે સારવાર

રાજ્યમાં હાલમાં વાયરલ ઇન્ફેશનથી સંક્રમિત ઘણા દર્દીઓ છે તેમજ  H1N1  અને H3N2 ના દર્દીઓ પણ જોવા મળે છે ત્યારે નિષ્ણાત તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફ્લુના લક્ષણો મુજબ તેની સારવાર નક્કી કરી શકાય છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં H3N2 સીઝનલ ફ્લુથી એક પણ મૃત્યુ નોંધાયેલ નથી.

 પરિસ્થિતિ અનુસાર જરૂર જણાતા H3N2 સંક્રમિત દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ કરવામાં આવશે

આરોગ્ય મંત્રીએ  વિશેષ વિગતો આપતા  જણાવ્યું હતું કે H3N2 વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસ્લેટામાવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે.

રાજ્યમાં 111 સરકારી લેબ અને 60 ખાનગી લેબમાં હાલ H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે. વધુમા જરૂર જણાયે કુલ 200 થી વધુ લેબમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારનું સરકારે આયોજન હાથ ધર્યું છે. આરોગ્ય મંત્રીએ  વધુમાં  કહ્યું હતુ કે, ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ અને H1N1 પોઝીટીવ આવે ત્યારે તે દર્દીન H1N1 પોઝીટીવ ગણવામાં આવે છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ હોય અને H1N1 નેગેટીવ હોય ત્યારે દર્દીને H3N2 શંકાસ્પદ પોઝીટીવ ગણીને સારવાર હાથ ધરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં જ્યમાં H1N1 ના 80 અને H3N2 સીઝનલ ફ્લુના 06 કેસોનો નોંધાયા છે. H3N2 સીઝનલ ફ્લુના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. H3N2 ઇન્ફ્લુએન્ઝાથી ગભરાવવાની જરૂર નથી. કોરોના સાથે આ વાયરસના સંક્રમણની સરખામણી ન કરવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.

સીઝનલ ફ્લુ ના નીચે મુજબના લક્ષણો જણાતા શું કરવું?

કેટેગરી- એ

• શરીરનો દુખાવો, માથાનો દુખાવો, ઝાડા અને ઉલ્ટી સાથે અથવા હળવો તાવ અને ઉધરસ તેમજ ગળામાં દુખાવો.

કેટગરી – એ ના લક્ષણો દેખાય તો શું કરવું ?

• જેમાં ઓસેલ્ટામાવીર દવા લેવાની જરૂર નથી • આઈસોલેશનમાં રહેવું તેમજ અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો • સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

કેટેગરી- બી 1

કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત ભારે તાવ અને ગળામાં સખત દુખાવો અને ખાંસી

કેટેગરી- બી2

કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત હાઇ રીસ્ક સ્થિતિ • ઉંમર 65 વર્ષથી વધુ • ગર્ભાવસ્થા • 5 વર્ષથી નાની વયના બાળકો • શ્વસનતંત્રની બીમારી • લાંબાગાળાનાં હૃદય, કિડની, લીવર અને કેન્સરની બીમારી ધરાવતા દર્દી • ડાયાબિટીસ ના દર્દી • એચઆઇવી/એઇડ્સ

કેટેગરી – બી ના લક્ષણોમાં શું કરવું ?

• ઓસેલ્ટામિવીર આપવાની હોય છે. • આઈસોલેશનમાં રહેવાનું. • અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો • સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

કેટેગરી-સી

• કેટેગરી- એ અને બી ના લક્ષણો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા ગભરામણ, ગળફામાં લોહી પડવું અથવા બી.પી ઘટી જવું, ન્યુમોનિયાની અસર

કેટેગરી – સી ના લક્ષણોમાં શું કરવું ?

• હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી • સિઝનલ ફ્લુ પરીક્ષણ કરાવવું જરૂરી • ઓસેલ્ટામિવીર આપવાની હોય છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati