Ahmedabad : ATM માં ચેડા કરતી લાખોની છેતરપીંડી કરનારી ગેંગ ઝડપાઇ,દિલ્હીથી ફલાઈટમાં અમદાવાદ આવતા હતા આરોપીઓ

|

Aug 07, 2022 | 5:31 PM

અમદાવાદમાં(Ahmedabad) ઝડપાયેલી મેવાતી ગેંગ પકડાયેલ આરોપી મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો એટીએમ સેન્ટરમાં જઈ એટીએમ કાર્ડ મશીનમાં નાખી પિન નંબર નાખતા અને જેવા મશીનમાંથી નાણાં બહાર આવે તે નાણા અડધા મશીનની અંદર અડધા મશીનની બહાર પકડી ઉભા રહેતા અને મશીનનો ટાઈમ આઉટ થાય એટલે આરોપીઓ નાણા કાઢી લેતા

Ahmedabad : ATM માં ચેડા કરતી લાખોની છેતરપીંડી કરનારી ગેંગ ઝડપાઇ,દિલ્હીથી ફલાઈટમાં અમદાવાદ આવતા હતા આરોપીઓ
Ahmedabad ATM Fraud Accused

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) એટીએમમાં(ATM)ચેડા કરી બેંકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી(Fraud)  કરનાર મેવાતી ગેંગ ઝડપાઇ છે. જેમાં એટીએમમાં ચેડા કરી પૈસાની છેતરપીંડી કરવા આરોપીઓ ફ્લાઈટમાં આવતા જતા હતા.સાયબર ક્રાઇમ(Cybercrime)  બ્રાંચે મેવાતી ગેંગ પકડી એટીએમમાં ચેડા કરી છેતરપીંડી કેસના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં સાયબર ક્રાઈમ બ્રાંચે હરિયાણાના રાહુલ સાજીદ ખાન અને મોહંમદ આખીલ ઇલ્યાસની ધરપકડ કરવામાં આવી છે.જે મેવાતી ગેંગના સભ્યો છે.દિલ્હીથી ફલાઈટમાં અમદાવાદ આવતા હતા જે બાદ શહેરના કોટ વિસ્તારમાં રહેલા એટીએમ સેન્ટરમાં જઈ એટીએમ મશીનમાં ચેડાં કરી બેંકો સાથે લાખોની છેતરપીંડી કરતા હતા.

મશીનનો ટાઈમ આઉટ થાય એટલે આરોપીઓ નાણા કાઢી લેતા

મેવાતી ગેંગ પકડાયેલ આરોપી મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો એટીએમ સેન્ટરમાં જઈ એટીએમ કાર્ડ મશીનમાં નાખી પિન નંબર નાખતા અને જેવા મશીનમાંથી નાણાં બહાર આવે તે નાણા અડધા મશીનની અંદર અડધા મશીનની બહાર પકડી ઉભા રહેતા અને મશીનનો ટાઈમ આઉટ થાય એટલે આરોપીઓ નાણા કાઢી લેતા જેને કારણે બેંકમાં નાણા નીકળ્યાની કોઈ એન્ટ્રી થાય નહિ. આ બાબતે બેંકમાં ફરિયાદ કરીએ તો સાત દિવસમાં ફરીથી આ નાણા એકાઉન્ટ માં રિફંડ થઈ જાય છે પરંતુ આવી જ રીતે છેતરપીંડી બેંકના ધ્યાન પર આવતા ચેક કરતા મેવાતી ગેંગ કારસ્તાન સામે આવ્યું છે.

39 જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ મળી આવ્યા

જેમાં પકડાયેલ મેવાતી ગેંગના સભ્યો છેલ્લા 4 મહિનામાં અમદાવાદમાં અલગ અલગ એટીએમ મશીનમાં ચેડાં કરી બેંક સાથે છેતરપીંડી કરતા હોવાનું સામે આવ્યું છે.જોકે આરોપી પાસેથી 39 જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ મળી આવ્યા છે. જે આરોપીના અને સગા સબંધીઓના હોવાનું સામે આવ્યું છે પરંતુ આરોપી અમદાવાદના લાલદરવાજા પાસેના સેન્ટ્રલ બેંકના એટીએમ મશીનમાં બે કાર્ડ મારફતે અલગ અલગ 14 ટ્રાન્જેક્શન કરીને 1.40 લાખ રૂપિયા નીકાળી દીધા હતા જેમાં પણ નાણા બહાર આવતા જ નાણા પકડી રાખીને મશીનનો ટાઈમ આઉટ કરી નાણા મેળવી લઈ છેતરપીંડી કરી હતી.જે મામલે સેન્ટ્રલ બેંક જાણ થતાં જ ફરિયાદ નોંધાવી હતી અને તપાસ કરતા જ બંને આરોપી ઝડપી લીધા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સાયબર ક્રાઇમ બ્રાંચે પકડાયેલ આરોપી વધુ પુછપરછ શરૂ કરી છે કે અન્ય કેટલા એટીએમ મશીનમાં આ રીતની છેતરપીંડી કરી છે અને અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશા તપાસ શરૂ કરી છે.

Published On - 5:29 pm, Sun, 7 August 22

Next Article