Ahmedabad : ખાનગી હોસ્પિટલમાં સૌપ્રથમ ટચલેસ સ્માર્ટ રૂમ તૈયાર , દર્દીના અવાજથી જ મળશે સુવિધા

Ahmedabad: અમદાવાદમાં એપોલો હોસ્પિટલ દ્વારા દેશમાં સૌપ્રથમ સ્માર્ટ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમા દાખલ થયેલા સ્પેશ્યિલ રૂમના દર્દીને કોઈપણ પ્રકારની સવલત માટે કોઈ વ્યક્તિની જરૂરિયાત નહીં રહે. આવો જાણીએ આ સ્માર્ટરૂમની ખાસિયતો.

Ahmedabad : ખાનગી હોસ્પિટલમાં સૌપ્રથમ ટચલેસ સ્માર્ટ રૂમ તૈયાર , દર્દીના અવાજથી જ મળશે સુવિધા
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 24, 2022 | 8:40 PM

અમદાવાદની એપોલો હોસ્પિટલ (Apollo Hospital) દ્વારા દર્દીઓની વધુ સુવિધા માટે એક ટચલેસ સ્માર્ટ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી હોસ્પિટલમાં દાખલ દર્દીને કોઈપણ પ્રકારની સવલત માટે પરિવારજન કે હોસ્પિટલના સ્ટાફની મદદનો સહારો લેવો પડતો હતો પરંતુ હવે દર્દીના મોટાભાગના કામ માત્ર તેના અવાજ પરથી જ થઈ જશે. અમદાવાદની એપોલો હોસ્પિટલ દ્વારા દેશમાં પહેલો સ્માર્ટ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં દાખલ થયેલા સ્પેશિયલ રૂમના દર્દીને કોઈપણ પ્રકારની સવલત માટે કોઈ વ્યક્તિની જરૂરિયાત નહીં રહે. હોસ્પિટલ ક્ષેત્રે દેશમાં સૌપ્રથમ ટચલેસ સ્માર્ટ રૂમ (Touchless Smart Room)દર્દીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ વાત સાંભળીને કદાચ નવાઈ લાગશે પરંતુ દર્દીને લાઇટ ચાલુ કરવી એસી ટીવી ફેન કે અન્ય કોઈપણ પ્રકારના ઉપકરણો શરૂ કરવા માટે દર્દીએ માત્ર કમાન્ડ આપવાના રહેશે એટલે કે હોસ્પિટલ દ્વારા ટચલેસ સિસ્ટમ ગોઠવવામાં આવી છે જેના કારણે દર્દીના એકમાત્ર અવાજથી દર્દીનું કામ પૂર્ણ થઈ જશે.

હોસ્પિટલ સંચાલકો ઓછા સ્ટાફમાં વધુ કામગીરી કરી શકશે

હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા સ્માર્ટ રૂમ માં કોઈપણ નર્સિંગ સ્ટાફ, હાઉસ કીપિંગ કે અન્ય કોઈપણ કર્મચારીને જો બોલાવવો હશે તો હવે દર્દીએ બેલ પણ દબાવવો નહીં પડે માત્ર દર્દીના એક અવાજથી જ હોસ્પિટલ સ્ટાફ હાજર થઈ જશે. અપોલો હોસ્પિટલમાં ટચલેસ સિસ્ટમના કારણે તેમજ આ સ્માર્ટ રૂમ તૈયાર થવાના કારણે હોસ્પિટલ સ્ટાફને પણ ઘણા ખરા અંશે તેમના કામમાંથી મુક્તિ મળશે જેના કારણે દર્દીઓની સારી સારવાર પર હોસ્પિટલ સ્ટાફ ધ્યાન આપી શકશે. ટચ લેસ સિસ્ટમના કારણે હોસ્પિટલ સ્ટાફના નાના મોટા ઘણા કામ દર્દીઓ જાતે જ કરી શકશે જેના કારણે હોસ્પિટલ સ્ટાફ મેડિકલ સારવારમાં વધુ ધ્યાન આપી શકશે અને હોસ્પિટલ સંચાલકો ઓછા સ્ટાફમાં વધુ કામગીરી કરી શકશે.

દર્દી સંભાળ પ્રવૃત્તિઓને પણ અત્યંત સરળ અને કાર્યક્ષમ બનાવે છે

નોંધનીય છે કે, સ્માર્ટ રૂમમાં વૉઇસ આસિસ્ટન્ટ્સ સહિત સ્વચાલિત સિસ્ટમના સમાવેશ દ્વારા દર્દીઓના રહેવા માટે આરામદાયક બનાવે છે. આ સુવિધા મૂળભૂત નર્સિંગ અને દર્દી સંભાળ પ્રવૃત્તિઓને પણ અત્યંત સરળ અને કાર્યક્ષમ બનાવે છે. આ સિવાય, સ્માર્ટ રૂમમાં ટચલેસ, કોન્ટેક્ટલેસ ટેક્નોલોજીના ઉપયોગને કારણે, હોસ્પિટલ દ્વારા હસ્તગત ચેપ (નોસોકોમિયલ ચેપ)ની શક્યતા નોંધપાત્ર રીતે ઘટાડે છે. ક્રાઉન વિંગમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે 20 રૂમનો સમાવેશ થાય છે. નવી લૉન્ચ થયેલી વિંગમાં સ્ટાન્ડર્ડ, ડીલક્સ અને સ્યુટ રૂમ કેટેગરીનો સમાવેશ થાય છે. ડિજિટલી સંચાલિત સ્માર્ટ રૂમ ગુજરાતમાં તેના પ્રકારના પ્રથમ છે અને દર્દીની સંભાળને આગલા સ્તર પર લઈ જાય છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સુવિધા દર્દીની સંભાળમાં ચોક્કસપણે નવા બેન્ચમાર્ક સેટ

એપોલો હોસ્પિટલના સીઓઓ નીરજ લાલના જણાવ્યા અનુસાર, “દર્દીની સલામતી અને કાળજી એપોલો હોસ્પિટલ માટે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. આ મુદ્રાલેખને અનુરૂપ, દર્દીની સુધારેલી સંભાળ સુનિશ્ચિત કરવા માટે સ્માર્ટ રૂમથી સજ્જ ક્રાઉન વિંગ શરૂ કરવા બદલ અમને અત્યંત આનંદ થાય છે. આ સુવિધા દર્દીની સંભાળમાં ચોક્કસપણે નવા બેન્ચમાર્ક સેટ કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">