Ahmedabad: SVPI એરપોર્ટના બે કેસ સ્ટડીઝ INSSAN દ્વારા આયોજિત 23મી ઓલ ઈન્ડિયા ક્રિએટિવિટી સમિટમાં પ્રથમ પુરસ્કાર વિજેતા
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના બે કેસ સ્ટડીઝ INSSAN દ્વારા આયોજિત 23મી ઓલ ઈન્ડિયા ક્રિએટિવિટી સમિટમાં પ્રથમ પુરસ્કાર વિજેતા બન્યા છે. ઈન્ડિયન નેશનલ સજેશન સ્કીમ એસોસિએશન - નોર્ધન ઈન્ડિયા ચેપ્ટર (INSSAN - NIC) દ્વારા 7 અને 8 મી જુલાઈ ના રોજ સ્કોપ કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે 23મી ઓલ ઈન્ડિયા ક્રિએટિવિટી સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
Ahmedabad: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના બે કેસ સ્ટડીઝ INSSAN દ્વારા આયોજિત 23મી ઓલ ઈન્ડિયા ક્રિએટિવિટી સમિટમાં પ્રથમ પુરસ્કાર વિજેતા બન્યા છે. ઈન્ડિયન નેશનલ સજેશન સ્કીમ એસોસિએશન – નોર્ધન ઈન્ડિયા ચેપ્ટર (INSSAN – NIC) દ્વારા 7 અને 8 મી જુલાઈ ના રોજ સ્કોપ કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે 23મી ઓલ ઈન્ડિયા ક્રિએટિવિટી સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. SVPI એરપોર્ટ મુસાફરોને સલામતી અને સુરક્ષાના ઉચ્ચતમ ધોરણો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. એરપોર્ટની નવતર પહેલ સુધારો, સુરક્ષા ઓટોમેશન અને ક્ષમતામાં વધારો કરતી વ્યવસ્થાને પ્રથમ એવોર્ડ મળ્યો હતો. સુરક્ષા ટીમના પ્રવીણ ગુણવંતે હાલની મર્યાદિત જગ્યામાં એક્સ-રે સ્કેનિંગ મશીનોની સંખ્યા 6 થી વધારી ને 8 કરી સુરક્ષા હોલ્ડ એરિયાનો નકશો બદલી નાંખ્યો. તેનાથી બેગ સ્ક્રીનીંગના આઉટપુટમાં 33% વધારો કર્યો અને પીક મૂવમેન્ટ દરમિયાન રાહ જોવાનો સમય ઘટ્યો.
પિઅર કન્વેયર બેલ્ટની સ્થાપના
SVPI એરપોર્ટ પર મુસાફરોને આરામ અને શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે હેતુસર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈપણ વધારો કર્યા વિના પિયર કન્વેયર બેલ્ટ સ્થાપવાની પહેલને જ્યુરી દ્વારા બિરદાવવામાં આવી હતી. આ સ્પર્ધામાં લોકેશ્વર રાવે એન્જિનિયરિંગ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, જેનાથી ડોમેસ્ટિક પેસેન્જર્સના માલ-સામાનની ડિલિવરી પ્રક્રિયામાં સુધારો અને એરપોર્ટની ક્ષમતામાં વધારો થવાની સાથોસાથ શોર્ટ વિંડોમાં મહત્તમ ફ્લિટ્સ હેન્ડલ કરવામાં મદદ મળશે. આ સન્માન SVPI એરપોર્ટ ઓપરેટર ના બહેતર ગ્રાહક અનુભવ, સલામત વર્ક કલ્ચર અને ઉત્તમ કર્મચારી સંલગ્નતાની દિશામાં સુધારાઓ તેમજ મજબૂત બિઝનેસ એક્સેલન્સ કલ્ચર બનાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ સમિટમાં સમગ્ર દેશની કંપનીઓના 500 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને વિવિધ કાઈઝન થીમના 250 થી વધુ કેસ સ્ટડી રજૂ કરવામાં આવ્યા હતા. SVPI એરપોર્ટ અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્ર નિર્માણમાં નમ્ર યોગદાન દ્વારા જીવનને સમૃદ્ધ બનાવવા માટે સમર્પિત છે.