Ahmedabad : ફાયર બ્રિગેડ દ્વારા નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરાઇ, ફાયર બ્રિગેડની કામગીરી બિરદાવવામાં આવી
અમદાવાદ (Ahmedabad) ફાયર બ્રિગેડ દ્વારા 14 એપ્રિલે ઉજવણી કર્યા બાદ 15 એપ્રિલ થી 21 એપ્રિલ સપ્તાહ ઉજવવામા આવે છે. જે સપ્તાહમાં ફાયર સ્ટેશન પર લોકો મુલાકાત વાહન અને કર્મચારીની કામગીરી વિશે જાણી શકે અને માહિતગાર કરાય તે સિવાય જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. તો આ વર્ષે વિવિધ હોસ્પિટલ શાળા હાઇરાઈઝ બિલ્ડીંગમાં મોકડ્રીલ કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવશે.
અમદાવાદ (Ahmedabad) ફાયર બ્રિગેડ દ્વારા આજે નેશનલ ફાયર સર્વિસ દિવસની (National Fire Service Day)ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે નિકોલ ફાયર સ્ટેશન(Nikol Fire Station) પર ઉજવણી કરવામાં આવી. જે ઉજવણીના કાર્યક્રમમાં અમદાવાદના મેયર અને ફાયર બ્રિગેડના મુખ્ય અધિકારી સાથે સ્ટાફ હાજર રહ્યો. જે કાર્યક્રમમાં તમામે રેસ્ક્યુ દરમિયાન મોતને ભેટેલા 66 ફાયર કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો બે મિનિટનું મૌન પણ રાખ્યું હતું. સાથે જ દર વર્ષે મોટા પાયે ડેમોસ્ટ્રેશન રાખવામાં આવે છે તેના બદલે કોરોનાને ધ્યાને રાખી નાના પાયે ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજના દિવસે એટલે કે 14 એપ્રિલ 1944 ના દિવસે મુંબઈના પ્રિન્સેસ ડોક યાર્ડમાં આગ લાગી હતી. જે ઘટનામાં ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવતી વખતે 66 કર્મચારી દાઝતા અને ઘાયલ થતા મોતને ભેટ્યા. જેમની યાદમાં અને ફાયર બ્રિગેડની કામગીરી થી લોકોને વાકેફ કરાવવા માટે 14 એપ્રિલ ફાયર સર્વિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે પ્રથા આજે પણ યથાવત છે.
આ ઉપરાત 14 એપ્રિલે ઉજવણી કર્યા બાદ 15 એપ્રિલ થી 21 એપ્રિલ સપ્તાહ ઉજવવામા આવે છે. જે સપ્તાહમાં ફાયર સ્ટેશન પર લોકો મુલાકાત વાહન અને કર્મચારીની કામગીરી વિશે જાણી શકે અને માહિતગાર કરાય તે સિવાય જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. તો આ વર્ષે વિવિધ હોસ્પિટલ શાળા હાઇરાઈઝ બિલ્ડીંગમાં મોકડ્રીલ કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવશે.
શૌચ ક્રિયા દરમિયાન મહિલાની ડિલિવરી થતા કમોડમાં ફસાયેલ બાળકને ફાયર બ્રિગેડે બચાવ્યું.
જેમાં પાલડી વિકાસ ગૃહમાં આવેલ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ વિભાગ કે જ્યાં માનસિક અસ્થિર મગજ ધરાવતી મહિલા મમતાબેન વિજયભાઈ જાટવ પ્રેગનેટ મહિલા શૌચક્રિયા માટે ગયા હતા. ત્યાં બાળકને જન્મ આપેલ જેની સાથે બાળક કમોટમાં ફસાઈ ગયેલ અને મહિલા પણ ફસાઈ ગયેલ. જેની જાણ વિકાસ ગૃહના સભ્યોને થતા તેઓએ પ્રયાસ કર્યા બાદ ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી. જેની જાણ થતાં ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી અને 25 મિનિટમાં રેસ્ક્યુ કરી કમોડ સાથે બાળકને બહાર કાઢી બાદમાં કમોડ તોડી ફસાયેલ બાળકને બચાવી લીધો. તેમજ બાળક અને માતાને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા.
કાર્યક્રમમાં ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવવામાં આવી.
તાજેતરમાં સાંતેજમાં એક્સ્ટરલ પાઈપ કંપનીમાં આગ લાગી હતી. જે વિકરાળ આગને ફાયર બ્રિગેડ ભારે જાહેમર બાદ કાબુમાં મેળવી હતી. જે કામગીરીને લઈને આજે કાર્યક્રમ દરમિયાન એક્સ્ટરલ પાઈપ દ્વારા ફાયર બ્રિગેડને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યો. તેમજ દટેક કર્મચારીને ડાંગરી પણ આપવામાં આવી જે આગમાં પણ પહેરીને કર્મચારી કામ કરી શકે. કેમ કે ડાંગરીને આગની અસર થતી હોતી નથી. જે અગ્નિ રહિત હોય છે.
કાર્યક્રમમાં હાજર મેયર કિરીટ પરમારે ફાયર બ્રિગેડની કામગીરીને વખાણી હતી. તેમજ સમય સાથે વસ્તીમાં થતા વધારા સામે સ્ટેશન અને સ્ટાફની પણ જરૂરિયાત પૂરી કરવામાં આવતી હોવાનું નિવેદન આપ્યું. તો આ તરફ ચીફ ફાયર ઓફિસરે હાલના સમયમાં વિસ્તાર અને વસ્તી સામે 34 જેટલા ફાયર સ્ટેશન સામે 17 ફાયર સ્ટેશન કાર્યરત હોવાનું નિવેદન આપ્યું. એટલું જ નહીં પણ વાસણા અને ચાંદલોડિયા સહિત શહેરમાં ત્રણ સ્થળે ફાયર ચોકી બનાવવા આવશે જેના માટે બજેટ પણ ફળવાયા હોવાનું જણાવ્યું. હવે સવાલ એ થાય છે કે ત્રણ વર્ષથી ચાલતી ફાયર ચોકીની વાત પર ખરેખર પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે. તેમજ શહેરના વિસ્તાર અને વસ્તી સામે ફાયર બ્રિગેડ ક્યારે વધુ સક્ષમ બને છે.
વર્ષ દરમ્યાન ફાયર બ્રિગેડે કરેલી કામગીરી
વર્ષ 2021 – 22 માર્ચ દરમિયાન ફાયર બ્રિગેડની 1956 અંગાર કોલ એટેન્ડ કર્યા. જેમાં એએમસીની હદમાં 1819 જ્યારે એએમસીની હદ બહાર 137 કોલ મળ્યા. જે ઘટનાઓમાં 47 પુરુષ અને 11 સ્ત્રી ઘાયલ હોવાનો આંકડો નોંધાયો. તો 3 પુરુષ અને 1 સ્ત્રી મોતને ભેટયાનો આંકડો નોંધાયો. વર્ષ 2021 – 22 માર્ચ દરમિયાન ફાયર બ્રિગેડને 3871 બચાવકોલ એટેન્ડ કર્યા. જેમાં અમદાવાદ હદમાં 3810 જ્યારે અમદાવાદ હદ બહાર 61 કોલ મળ્યા. જે ઘટનાઓમાં 124 પુરુષ અને 17 સ્ત્રી ઘાયલ હોવાનો આંકડો નોંધાયો. તો 79 પુરુષ અને 17 સ્ત્રી મોતને ભેટયાનો આંકડો નોંધાયો.
વર્ષ 2021 – 22 માર્ચ દરમિયાન સાબરમતી નદીમાં 174 બચાવકોલ એટેન્ડ કર્યા. જેમાં 25 પુરુષ. 18 સ્ત્રી અને 1 બાળકને બચાવેલ. તો 101 પુરુષ અને 29 સ્ત્રી મોતને ભેટયા હોવાનું સામે આવ્યું. આ વધુમાં વર્ષ 2021 – 22 માર્ચ સુધી એમ્બ્યુલન્સને 15449 કોલ મળ્યા જેમાં 4.32 લાખ ચાર્જ વસુલ કરાયો. તો શબ વાહીની ને 27601 કોલ મળ્યા જેમાં 15.65 લાખ ચાર્જ વસુલ કરાયો
આ પણ વાંચો : Amul પાવર પ્લસ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરના ડીલરો સાથે સંમેલન યોજાયું, 5000 મેટ્રિક ટનનો લક્ષ્યાંક
આ પણ વાંચો : અમદાવાદ રેલવે ડિવિઝનને મળ્યો મહાપ્રબંધક એફિશિએન્સી શીલ્ડ સહિત કુલ 10 બેસ્ટ પર્ફોમન્સ શીલ્ડ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો