Ahmedabad: બહેને કાંડે રાખડી બાંધતા જ જેલમાં બંધ કેદીઓની આંખમાંથી વહ્યાં અશ્રૃ

|

Aug 11, 2022 | 5:30 PM

બહેનોનો પ્રેમ જોઈને જેલમાં કેદ ભાઇઓની આંખો ભીની થઈ ગઈ હતી.રાખડી (Rakhdi) બાંધવા આવેલી અનેક બહેન પોતાના ભાઇઓને રાખડી બાંધતા ભાવુક થઈ ગઈ હતી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

Ahmedabad: બહેને કાંડે રાખડી બાંધતા જ જેલમાં બંધ કેદીઓની આંખમાંથી વહ્યાં અશ્રૃ
Ahmedabad: Even jailed brothers celebrated Rakshabandhan festival

Follow us on

ભાઇ બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન (Rakshabandhan) આજે સમગ્ર દેશમાં ભાઈ બેહનના સ્નેહનું પર્વ ઉલ્લાસથી ઉજવાઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં (Ahmedabad) સાબરમતી જેલમાં કેદીઓએ (Sabarmati jail) પણ રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું હતું.  જેલમાં કેદ ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો આવી હતી, બહેનોનો પ્રેમ જોઈને જેલમાં કેદ ભાઇઓની આંખો ભીની થઈ ગઈ હતી. રાખડી (Rakhdi) બાંધવા આવેલી અનેક બહેન પોતાના ભાઇઓને રાખડી બાંધતા ભાવુક થઈ ગઈ હતી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

હંમેશા સૂમસામ રહેતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે રક્ષાબંધનના તહેવારને લઈ એક અનોખી રોનક જોવા મળી હતીજેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી.જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા જ બહેનોની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા. બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુથી ચાંદલા કરી રાખડી બાંધી મોઢું મીઠુ કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી. જેલમાં સજા કાપતા કેદીભાઈઓ પણ બહેનને જોઈ ભેટી પડયા હતા.બહેનોએ ભાઈઓ વહેલી તકે જેલમાંથી મુક્ત થાય તેવા આર્શીવાદ આપ્યા હતા.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી એટલે કે કોર્ટ હજી કોઇ સજા ન ફટકારી હોય તેવા કાચા કામના કેદીને નવી જેલમાં રાખવામાં આવ્યા છે.રાજ્યના અલગ અલગ ખૂણામાંથી અનેક બહેનો પોતાના ભાઇને મળવા જેલ પર આવી પહોંચી હતી, આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે કેટલી બહેનો ભાઇને રાખડી બાંધીને ખુશી ખુશી આશીર્વાદ આપ્યા હતા કે તેમના ભાઈ નિર્દોષ છૂટે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

7ાબંધનના પ્રવ નિમિત્તે   દિવસ દરમિયાન જેલમાં બંધ પરિવારના સભ્યને મળવા આવનારા લોકોનો ભારે ધસારો રહેતા વિશેષ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે.નોંધનીય છે કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના આશરે 2500 અને પાકા કામના 1100 જેટલા કેદીઓ મળી 2600 જેટલા કેદીઓ જેલમાં કેદ છે.

Published On - 5:16 pm, Thu, 11 August 22

Next Article