AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad શહેરમાં રોગચાળો વકરતા તંત્ર એક્શનમાં, 1200 એકમોને નોટિસ આપી 31 લાખ દંડ વસુલાયો

આ દરમ્યાન કોર્પોરેશને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા હેલ્થ મલેરિયા વિભાગે 7 ઝોનમાં કરેલી કાર્યવાહી કરી 2300 ઉપર વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી 1200 જેટલાને નોટિસ આપી છે.

Ahmedabad શહેરમાં રોગચાળો વકરતા તંત્ર એક્શનમાં, 1200 એકમોને નોટિસ આપી 31 લાખ દંડ વસુલાયો
Ahmedabad epidemic Health Department action 12 lakh units were given notice and 31 lakh fines were levied
Darshal Raval
| Edited By: | Updated on: Aug 18, 2021 | 6:41 PM
Share

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળાને અટકાવવા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ 1200 જેટલા એકમોને નોટિસ આપી 31 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. જેમાં ચોમાસુ આવતા મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો ફેલાય છે. જ્યારે કોર્પોરેશનની કામગીરી હોવા છતાં પણ રોગચાળો યથાવત રહેતા તંત્ર સાથે લોકોની ચિંતા વધી છે.

જેમાં શહેરમાં સ્વચ્છ ગણાતા એવા પશ્ચિમ વિસ્તારમાં રોગચાળો વધુ નોંધાયો છે. જ્યારે શહેરના મધ્ય ઝોન શાહપુર. દુધેશ્વર. દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા સહિત ચાલી ધરાવતા વિસ્તારમાં કેસ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ દરમ્યાન કોર્પોરેશને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા હેલ્થ મલેરિયા વિભાગે 7 ઝોનમાં કરેલી કાર્યવાહી કરી 2300 ઉપર વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી 1200 જેટલાને નોટિસ આપી છે. તેમજ 31 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે મચ્છર નિયંત્રણ માટે 3 લાખ ઉપર ઘરમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. જોકે તેમ છતાં રોગચાળો હજુ નિયંત્રણમાં નથી.

જો આંકડા પ્રમાણે રોગચાળા પર નજર કરીએ તો..

મચ્છર જન્ય રોગચાળાના કેસ જોઈએ તો મલેરિયાના 2019માં 4102. 2020માં 618 અને 2021માં અત્યાર સુધી 278 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 60 કેસ નોંધાયા.

ઝેરી મલેરિયાના 2019માં 204. 2020માં 64 અને 2021માં અત્યાર સુધી 15 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 3 કેસ નોંધાયા.

ડેન્ગ્યુના 2019માં 4547. 2020માં 432 અને 2021માં અત્યાર સુધી 236 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 64 કેસ નોંધાયા.

ચિકનગુનિયા 2019માં 183. 2020માં 923 અને 2021માં અત્યાર સુધી 229 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 47 કેસ નોંધાયા.

તો પાણી જન્ય રોગચાળામાં જોઈએ તો..

ઝાડા ઉલટીના 2019માં 7161. 2020માં 2072 અને 2021માં અત્યાર સુધી 2246 કેસ નોંધાયા તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 191 કેસ નોંધાયા.

કમળાના 2019માં 2922. 2020માં 664 અને 2021માં અત્યાર સુધી 687 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 86 કેસ નોંધાયા.

ટાઈફોઈડના 2019માં 5267. 2020માં 1338 અને 2021માં અત્યાર સુધી 1119 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 152 કેસ નોંધાયા.

કોલેરાના 2019માં 93 અને 2021 માં અત્યાર સુધી 59 કેસ નોંધાયા છે.

મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા જરૂરી સેમ્પલ પણ લેવામાં આવે છે. જેમાં ઓગસ્ટ 2020 દરમિયાન 71 હજાર લોહીના સેમ્પલ સામે 2021માં 14 ઓગસ્ટ સુધી 75 હજાર ઉપર સેમ્પલ લેવાયા. તો ઓગસ્ટ 2020 દરમિયાન 991 સીરમ સેમ્પલ સામે 2021માં 14 ઓગસ્ટ સુધી 2258 સેમ્પલ લેવામાં આવ્યા છે.

તો સાથે જ એએમસીએ ચાલુ વર્ષે હાલ સુધી રેસિડેન્ટ ક્લોરીન ટેસ્ટ 68197 કરાવ્યાં જેમાં 182 સેમ્પલ નીલ આવ્યા હતા. તો પાણીના 7395 નમૂના લીધા જેમાં 154 સેમ્પલ અનફિટ આવ્યા. તો 91310 જેટલી ક્લોરીન ગોળીનું વિતરણ કરાયું છે.

આ પણ વાંચો : Gujarat : કોરોનાના વળતા પાણી, વૅક્સીનના બંને ડોઝ લેનારાની સંખ્યા 1 કરોડને પાર 

આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">