AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : છેલ્લા પાંચ મહિના દરમિયાન ઓગસ્ટમાં સૌથી વધુ સોના-ચાંદીની આયાત, 4.70 ટન સોના અને 11.38 ટન ચાંદીની આયાત થઇ, જાણો શું છે કારણ

સોના-ચાંદીની ડિમાન્ડ વધતા ગુજરાત સહિત દેશભરમાં હવે સોના-ચાંદીની આયાતમાં વધારો થતો જઇ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા પાંચ મહિનામાં સોના-ચાંદીની આયાતમાં ક્રમશ: વધારો થતો જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર અમદાવાદમાં સોના-ચાંદીની માગમાં વધારો થતો જઇ રહ્યો છે.જેના પગલે આયાત પણ વધી રહી છે.

Ahmedabad : છેલ્લા પાંચ મહિના દરમિયાન ઓગસ્ટમાં સૌથી વધુ સોના-ચાંદીની આયાત, 4.70 ટન સોના અને 11.38 ટન ચાંદીની આયાત થઇ, જાણો શું છે કારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 12:24 PM
Share

Ahmedabad : કોરોનાના સમયગાળા દરમિયાન ભારતમાં અને ગુજરાતમાં સોના-ચાંદીની (Gold and Silver ) આયાતમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે જેમ જેમ મહામારી ઓછી થતી ગઇ તેમ તેમ અને સોના-ચાંદીની ડિમાન્ડ વધતા ગુજરાત સહિત દેશભરમાં હવે સોના-ચાંદીની આયાતમાં વધારો થતો જઇ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા પાંચ મહિનામાં સોના-ચાંદીની આયાતમાં ક્રમશ: વધારો થતો જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર અમદાવાદમાં સોના-ચાંદીની માગમાં વધારો થતો જઇ રહ્યો છે.જેના પગલે આયાત પણ વધી રહી છે.

આ પણ વાંચો- Rain Breaking News: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 72 કલાકમાં પૂર્વ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જુઓ Video

સોના-ચાંદીની આયાત વધવા પાછળ જુદા જુદા કારણ

અમદાવાદમાં ઓગસ્ટમાં થયેલા સોના-ચાંદીની આયાતની વાત કરવામાં આવે તો ઓગસ્ટમાં લગભગ 4.70 ટન સોનાની આયાત અને 11.38 ટન ચાંદીની આયાત થઇ હોવાની માહિતી સામે આવી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સોના-ચાંદીની આયાત વધવા પાછળ જુદા જુદા કારણો છે. પહેલુ કારણ તો સોના-ચાંદીની ખરીદીમાં વધારો થવાના પગલે પણ આયાતમાં પણ વધારો થયો છે.

સોના-ચાંદીના વેપારીઓ અને સોનુ-ચાંદી આયાત કરતા એકમોએ આપેલી માહિતી અનુસાર જુલાઇ મહિનામાં સોનાની આવક 3.36 ટન હતી. જે વધીને ઓગસ્ટ માસમાં 4.70 ટન થઈ છે.જો એપ્રિલથી ઓગસ્ટ મહીનાની વાત કરવામાં આવે તો કુલ 23.77 ટન સોનાની આયાત થઇ છે.તો આ પાંચ મહિના દરમિયાન ઓગસ્ટ મહિનામાં થયેલી ચાંદીની આવક સૌથી વધુ છે. વેપારીઓનું કહેવુ છે કે ચાંદીનો ઉપયોગ સોલાર, ઈલેક્ટ્રોનિકસ તથા મેડિકલ ક્ષેત્રે વધી રહ્યો છે. જેના પગલે પણ શહેરમાં ચાંદીની આયાતમાં વધારો થતો જઇ રહ્યો છે.

સોના-ચાંદીના વેપારીઓના જણાવ્યા અનુસાર રિટેઇલના વેપારી હોલસેલ વેપારી પાસેથી નવી-નવી ડિઝાઈનના દાગીના ખરીદીને તેનો સંગ્રહ કરે છે.બીજી તરફ નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે. જે પછી લગ્ન સીઝન પણ શરુ થવા જઇ રહી છે. જેના પગલે પણ સોના-ચાંદીની માગમાં વધારો થતા આયાત વધી હોવાનું માનવામાં આવી રહી છે. શો-રૂમ માલિકો હોલસેલ વેપારીઓ પાસે પસંદગી મુજબ ઓર્ડર આપતાં હોય છે. વેપારી વર્ગનું કહેવું છે કે ચાંદીના લાઈટવેઈટ દાગીના ચલણમાં છે. જો કે મોટાભાગના સોના-ચાંદીના વેપારીએ ચાંદીની લગડીનો સ્ટોક ઓછો કરી દીધો છે અને અત્યારની માગને જોતાં ભાવ જળવાઈ રહેવાની કે વધવાની શક્યતા રહેલી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">