AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમરાઈવાડી અકસ્માત કેસમાં ડમ્પર ચાલકની અટકાયત, માલિક ભૂર્ગભમાં

ભારે વાહનને શહેરમાં પ્રવેશ માટે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં રાત્રીના 10 વાગ્યે થી સવારના 7 વાગ્યે સુધી પરમિશન છે છતાં પણ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક ખુલ્લેઆમ રોડ પર ચલાવી અકસ્માત સર્જાયો.

Ahmedabad : અમરાઈવાડી અકસ્માત કેસમાં ડમ્પર ચાલકની અટકાયત, માલિક ભૂર્ગભમાં
Amraiwadi Police Station
Mihir Soni
| Edited By: | Updated on: Jul 09, 2023 | 6:02 PM
Share

Ahmedabad: અમદાવાદના અમરાઈવાડી(Amraiwadi)પાસે થયેલા અકસ્માત(Accident)મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે.તો બીજી તરફ ડમ્પર માલિક જશુ ઓડ તેના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે..મહત્વનું છે કે શનિવારે સાંજે થયેલા અકસ્માતમાં 13 વર્ષના કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું. જેની બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ડમ્પરને આગ લગાવી દીધી હતી.

બેફામ ચલાવતા ડમ્પરે કિશોરને કચડી નાખ્યો હતો

અમરાઈવાડી નાગરવેલ હનુમાન મંદિર ચાર રસ્તા પાસે એક ડમ્પર ચાલકે કિશોરને અડફેડે લેતા ધટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના ગત મોડી સાંજે 8 વાગ્યેના રોજ 13 વર્ષીય કિશોર વૈશ્ય પારસ નંદકિશોર અમરાઈવાડી ચાચા નગરની ચાલીમાં રહે છે અને ઘરની સામે રહેલ રસ્તો ક્રોસ કરીને લોટ લેવાયો ગયો હતો.જમવા માટેનો લોટ લઈને પરત આવતા જ બેફામ ચલાવતા ડમ્પરે કિશોરને કચડી નાખ્યો હતો.

અકસ્માતને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળતા ડમ્પર ચાલકને માર માર્યો હતો અને ડમ્પરને સળગાવી દીધું હતું . જેમાં ઉશ્કેરાયેલા ટોળાને કાબુમાં લેવા મોટી સંખ્યમાં પોલીસ કાફલો પહોંચ્યો હતો પછી મોડી રાત્રે સુધી સ્થાનિકો સમજાવ્યા હતા.

આઈપીસી ની કલમ 304 હેઠળ ગુનો નોંધી વાહન ચાલકની ધરપકડ કરી

અકસ્માત માં મૃત્યુ પામેલ વૈશ્ય પારસ ધોરણ 7 માં અભ્યાસ કરે છે અને તેની માતા નાની ઉંમરમાં મૃત્યુ પામી હતી.કિશોર પારસ અને તેની 16 વર્ષીય બહેન એમ બન્નેને પિતા નંદકિશોર રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા.હાલ આ ઘટનાથી પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.ત્યારે અકસ્માત ના ગુનામાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આઈપીસી ની કલમ 304 હેઠળ ગુનો નોંધી વાહન ચાલકની ધરપકડ કરી છે.

 ડમ્પર ચાલકે  ખુલ્લેઆમ રોડ પર ચલાવી અકસ્માત સર્જાયો

તેના ફરાર માલિકની શોધખોળ હાથ ધરી છે.. સાથે જ સમગ્ર વિસ્તારમાં એસીપી કક્ષાના અધિકારી તથા સમગ્ર ઝોનના પોલીસ કર્મીઓને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે..જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં.ભારે વાહનને શહેરમાં પ્રવેશ માટે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં રાત્રીના 10 વાગ્યે થી સવારના 7 વાગ્યે સુધી પરમિશન છે છતાં ડમ્પર ચાલકે  ખુલ્લે આમ રોડ પર ચલાવી અકસ્માત સર્જાયો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">