Monsoon 2023: છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘકૃપા, કચ્છમાં સીઝનનો સૌથી વધુ વરસાદ વરસ્યો, જુઓ Video
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓના 224 તાલુકામાં મેઘકૃપા જોવા મળી છે. રાજ્યમાં સૌથી વધુ જામનગરમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો તલાલા, વીજાપુરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વેરાવળ, માંડવી, હારીજમાં 3-3 ઇંચ વરસાદ પડ્યો છે.
Rain : રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓના 224 તાલુકામાં મેઘકૃપા જોવા મળી છે. રાજ્યમાં સૌથી વધુ જામનગરમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો તલાલા, વીજાપુરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વેરાવળ, માંડવી, હારીજમાં 3-3 ઇંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો : Monsoon 2023: સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ભરાયા પાણી, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો
આ તરફ વાંસદા, હિંમતનગર, ભૂજપમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 40 ટકા વરસાદ પડ્યો છે. તો સૌથી વધુ વરસાદ કચ્છમાં 104 ટકા વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 58 અને ઉત્તર ગુજરાતમાં 40 ટકા વરસાદ વરસી ગયો છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં 30 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 27 ટકા વરસ્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો