અમદાવાદ : સીએનજીમાં ભાવવધારો થતાં રિક્ષાચાલકોની ભાડા વધારાની માંગ

રીક્ષાચાલકોનો આક્ષેપ છે કે સરકાર તરફથી તેમની રજૂઆતોને કાને ધરવામાં નથી આવી રહી.. જેથી રોષે ભરાયેલા રીક્ષાચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માગણીઓ નહીં સંતોષાય તો તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:09 AM

અમદાવાદમાં(Ahmedabad)સીએનજીના(CNG)ભાવ વધારો(Price Hike)થવા છતાં હજુ રિક્ષાભાડામાં(Auto Rickshaw Fair) વધારો કરવામાં આવ્યો ન હોવાથી રિક્ષાચાલકોએ( Auti Rickshaw Driver)સરકારને રિક્ષા ભાડામાં વધારો કરવાની માંગ કરી છે. જેમાં રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે શહેરમાં મોટાભાગની રિક્ષાઓ સીએનજીથી ચાલે છે તેવા સમયે ઈંધણના ભાવ વધતાની સાથે જ રિક્ષાભાડામાં સરકારે વધારો જાહેર કરી દેવો જોઈએ જેના પગલે રિક્ષાચાલકો અને પેસેન્જર વચ્ચે ઘર્ષણ ના સર્જાય.

જેમાં હાલ દિવસેને દિવસે વધતી મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે.. જેમાં હવે રીક્ષાચાલકો પણ બાકાત નથી.. સીએનજીમાં છેલ્લા 15 દિવસમાં 7 રૂપિયાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.. જેથી રીક્ષાચાલકોમાં સરકાર સામે ભારે રોષ છે.. રીક્ષાચાલકોનો આક્ષેપ છે કે સરકારે સીએનજીમાં તો વધારો કરી દીધો પરંતુ હજી સુધી રીક્ષાના ભાડામાં કોઈ વધારો નહીં થતા રીક્ષાચાલકોમાં નારાજગી છે..

રીક્ષાચાલકોનો આક્ષેપ છે કે સરકાર તરફથી તેમની રજૂઆતોને કાને ધરવામાં નથી આવી રહી.. જેથી રોષે ભરાયેલા રીક્ષાચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માગણીઓ નહીં સંતોષાય તો તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.

નેચરલ ગેસના ભાવમાં વધારો થતો અદાણી ગેસે પણ છેલ્લા 15 દિવસના તેના સીએનજી ગેસના ભાવમાં તબક્કાવાર 7 રૂપિયાનો વધારો ઝીંકયો છે. જેના લીધે રીક્ષાચાલકોને તેની સીધી અસર થઈ છે. તેમજ શહેરમાં મોટાભાગની રિક્ષાઓ સીએનજી છે. તેવા સમયે રીક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની છે. જેમાં ઈંધણનો ભાવ વધ્યો છે પરંતુ સરકારે ભાડા વધારો કર્યો નથી. તેથી રીક્ષાચાલકો ભાડા વધારાની માંગ કરી રહ્યા છે.

આ  પણ વાંચો : વડોદરા ધર્માંતરણ અને આફમી હવાલાકાંડના આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ

આ પણ વાંચો : ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં વીજ સંકટ, વીજકાપના વિરોધમાં કિસાન સંઘના ધરણા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">