Gujarati Video: પાટણમાં પણ પાંચ વર્ષ પૂર્વે બનેલા બ્રિજમાં બેદરકારીના આક્ષેપો, દુર્ઘટનાની ભીતિ
ગુજરાતમાં બ્રિજની ખરાબ હાલતને લઈને રોજ નવા સમાચાર સામે આવે છે. ત્યારે પાટણમાં પણ પાંચ વર્ષ પહેલા બનેલા બ્રિજમાં બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા બ્રિજનો સ્લેબ ખસી ગયો અને અનેક તિરાડો પડી ગઈ.. બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય છે, તેમ તિરાડો વધી રહી છે.પાટણથી ચાણસ્મા તરફ જતાં બ્રિજ પર છેલ્લા 3 વર્ષથી ડાયવર્ઝન આપી દેવાયો છે.. જો કે, સમારકામ અહીં હજુ પણ ચાલુ થયું નથી.
ગુજરાતમાં બ્રિજની ખરાબ હાલતને લઈને રોજ નવા સમાચાર સામે આવે છે. ત્યારે પાટણમાં પણ પાંચ વર્ષ પહેલા બનેલા બ્રિજમાં બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા બ્રિજનો સ્લેબ ખસી ગયો અને અનેક તિરાડો પડી ગઈ.. બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય છે, તેમ તિરાડો વધી રહી છે.પાટણથી ચાણસ્મા તરફ જતાં બ્રિજ પર છેલ્લા 3 વર્ષથી ડાયવર્ઝન આપી દેવાયો છે.. જો કે, સમારકામ અહીં હજુ પણ ચાલુ થયું નથી. આ બ્રિજ ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જે તેવી ભીતિ સ્થાનિકોને છે.. બ્રિજ નીચેથી પસાર થતાં લોકો ડરે છે.બ્રિજ શરૂ થયો તેના થોડા સમયમાં જ તેની સ્થિતિ બિસ્માર થઈ ગઈ, સ્થાનિકોએ એવો આરોપ લગાવ્યો છે કે, બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે. વારંવારની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થતી નથી, ત્યારે એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે, શું માર્ગ અને મકાન વિભાગ કોન્ટ્રાક્ટરને છાવરવાના પ્રયાસ કરી રહ્યો છે..?
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત રાજ્યમાં અમરેલીના રાજુલામાં નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થયો છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યુ હતુ. રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક બ્રિજ બની રહ્યો હતો. પરંતુ નબળા બાંધકામને કારણે બ્રિજ તૂટી પડ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા થતી નબળી કામગીરી અને હલકી ગુણવત્તાવાળા કામને કારણે પુલ ધરાશાયી થયો હોવાની શક્યતા છે. છેલ્લા ઘણા સમયથી ભાવનગર-વેરાવળ હાઈવેનું નિર્માણકાર્ય ચાલી રહ્યુ છે. જેના મુખ્ય કોન્ટ્રાક્ટર KCC કુન્ડુ કન્સ્ટ્રક્શન કંપની છે. જ્યારે પેટા કોન્ટ્રાક્ટર SPPL શ્રીરાજ પ્રોજેક્ટ કંપની છે.
આ પણ વાંચો : Gujarati Video: અંબાજીના મોહનથાળના પ્રસાદ મુદ્દે રાજનીતિ તેજ, જાણો કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોનો શું છે મત