AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ઠંડીમાં માણસો તો ઠીક પાટા પણ સંકાચોઈ જતા રેલવે વિભાગે હાથ ધરી ટ્રેક ચકાસવાની કામગીરી, વિવિધ વિસ્તારના ક્રોસિંગ રહેશે બંધ

ગરમીની સિઝનમાં લોખંડ પીગળી પણ શકે છે. જેમાં કારણે બે પાટા વચ્ચે ગેપ રખાય છે. તો ચોમાસા દરમિયાન રેલવે લાઇન (Railway line) ઉપરના બ્રિજ ઉપર અવલોકન કરવામાં આવે છે જેથી કોઈ દુર્ઘટના ન બને. આ કારણોસર અમદાવાદમાં વિવિધ રેલ્વે ટ્રેકનું ચેકિંગ હાથ ધરવામાં આવતા વિવિધ રેલવે ટ્રેક બંધ રહેશે. 

Ahmedabad: ઠંડીમાં માણસો તો ઠીક પાટા પણ સંકાચોઈ જતા રેલવે વિભાગે હાથ ધરી ટ્રેક ચકાસવાની કામગીરી, વિવિધ વિસ્તારના ક્રોસિંગ રહેશે બંધ
Indian railway
Darshal Raval
| Edited By: | Updated on: Jan 19, 2023 | 7:28 AM
Share

ઠંડીમાં માણસો અને પશુપક્ષીઓને ઠંડી લાગે તે સ્વાભાવિક છે, પરંતુ ઠંડીની અસર રેલવે ટ્રેક ઉપર થાય તો નવાઈ જ લાગે. જોકે આ બાબત સાચી છે કે ઠંડીની અસરથી રેલવેના પાટા ઉપર અસર થાય છે આથી રેલવે તંત્ર દ્વારા પાટાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ વાત કદાચ નવાઈ ભરેલી લાગે પરંતુ આ બાબતે રેલવેના પીઆરઓ જે.કે. જયંતે જણાવ્યું હતું કે ઠંડીમાં લોખંડ સંકોચાઈ જાય તેના કારણે રેલવે લાઈનમાં ક્રેક પડી શકે છે. તો ગરમીની સિઝનમાં લોખંડ પીગળી પણ શકે છે. જેમાં કારણે બે પાટા વચ્ચે ગેપ રખાય છે. તો ચોમાસા દરમિયાન રેલવે લાઇન ઉપરના બ્રિજ ઉપર અવલોકન કરવામાં આવે છે જેથી કોઈ દુર્ઘટના ન બને. આ કારણોસર અમદાવાદમાં વિવિધ રેલ્વે ટ્રેકનું ચેકિંગ હાથ ધરવામાં આવતા વિવિધ રેલવે ટ્રેક બંધ રહેશે.

આકરી ઠંડી પડતા પાટાનું ચેકિંગ હાથ ધરાયું

ચાલુ સીઝનમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે રેલવે વિભાગે રેલવે લાઇનની મરામત શરૂ કરી છે. જેથી કોઈ ટ્રેન ટ્રેક પરથી ઉતરી ન જાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય. જેની તપાસ માટે આખી રાત થોડા થોડા અંતરે ગન મેન દ્વારા આ કામ ચાલતું છે આ કામગીરીમાં ગન મેન પપાટા ઉપ હથોડો મારીને ચેક કરે છે કે પાટા સુરક્ષિત છે કે નહીં. તેમજ જરૂર જણાય ત્યાં ટ્રેન આવતી હોય તો રેડ સિગ્નલ બતાવીને ટ્રેનને અટકાવી દેવામાં આવે છે. હાલમાં રેલવે વિભાગ દ્વારા અમદાવાદ મંડળના ત્રણ ક્રોસિંગ પર કામગીરી હાથ ધરવામાં આવતા તે ક્રોસિંગ વાહન ચાલકો ની અવર જવર માટે બંધ કરાયા છે. હાલ તો રેલવેની કામગીરી પૂરજોશ ચાલી રહી છે. જોકે ક્યાંક રેલવેના અણઆયોજનને લઈને લોકોને તેની સામે અગળવતા પણ પડી રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ કામગીરી ક્યારે પૂર્ણ થયા છે.

સૈજપુર, વટવા  ગેરતપુરના  રેલવે ક્રોસિંગ બંધ કરાયા

  • 18 અને 19 જાન્યુઆરીના રોજ સૈજપુર-અસારવા રેલ્વે સ્ટેશનો વચ્ચે સ્થિત ઓમનગર ફાટક બંધ જે છેલ્લા શનિવાર થી કામગીરીને લઈને બંધ કરાયુ. છે. અમદાવાદ ડિવિઝનના અમદાવાદ -હિંમતનગર-ઉદયપુર રેલ્વે લાઇન પર સૈજપુર-અસારવા રેલવે સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 3 ઓમનગર રેલ્વે ક્રોસિંગ ઓવર હોલિંગ સમારકામ કાર્ય માટે વધુ 2 દિવસ રખાયુ છે. જ્યાંથી પસાર થતા સડક ઉપયોગકર્તાઓએ આ સમયગાળા દરમિયાન મેમ્કો રોડ ઓવર બ્રિજ અને ચામુંડા રોડ ઓવર બ્રિજ દ્વારા મુસાફરી કરવા જાણ કરાઈ છે.
  • તારીખ 19 થી 22 જાન્યુઆરી દરમિયાન ગેરતપુર-વટવા વચ્ચે આવેલ વિંઝોલ રેલ્વે ક્રોસિંગ બંધ રહેશે. પશ્ચિમ રેલવેના ગેરતપુર-વટવા સ્ટેશનો વચ્ચે સ્થિત વિંજોલ રેલવે ક્રોસિંગ 19 થી 22 જાન્યુઆરી કુલ 4 દિવસ સુધી બંધ રહેશે. જેથી આ સમયગાળા દરમિયાન વાહન ચાલકોને GIDC રોડ ઓવર બ્રિજ વટવાની ઉત્તર બાજુ પરથી મુસાફરી કરી શકે છે.
  • બીજી તરફ 19 જાન્યુઆરીના રોજ મહેસાણા-વિસનગર વચ્ચે આવેલા રેલવે ક્રોસિંગ નં. 18 બંધ રહેશે. અમદાવાદ ડિવિઝન ના મહેસાણા-તારંગાહીલ સેક્શન પર મહેસાણા-વિસનગર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.18 ઓવરહોલિંગ તથા સમારકામ માટે 19 જાન્યુઆરી ના રોજ સવારે 9 થી સાંજે 5 કલાક સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ મહેસાણા-તારંગાહિલ સેક્શન વચ્ચે સ્થિત લેવલ ક્રોસિંગ નંબર 19 અને 20 પરથી મુસાફરી કરી શકે છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">